ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,
ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.
વિવેક ટેલર

ઓળખાવી રહ્યો છું – ડૉ. મહેશ રાવલ

Mahesh Rawal - Vakhat jem khud Ne

(ખાસ લયસ્તરો માટે ડૉ. મહેશ રાવલના હસ્તાક્ષરમાં એક ગઝલ)

વખત જેમ ખુદને વિતાવી રહ્યો છું,
મને હું જ જાણે નિભાવી રહ્યો છું !

બદલતી રહે છે દશા હર તબક્કે
અને હું તબક્કા વટાવી રહ્યો છું !

ખબર છે નથી કંઈ ઉપજવાનું, તો પણ
ઉલટભેર સપનાંય વાવી રહ્યો છું.

કદી સાવ સીધા, કદી આડકતરા
કદી ભાર અંગત ઉઠાવી રહ્યો છું !

જતી હોય કે આવતી હર ક્ષણોને
સહજભાવે મસ્તક નમાવી રહ્યો છું.

નથી જે મળ્યું તે અને જે મળ્યું તે
મુકદ્દર ગણીને વધાવી રહ્યો છું !

પછી એ બધા ડાઘુઓ થઈ જવાનાં
સ્વજન જેને હું ઓળખાવી રહ્યો છું !

-ડૉ. મહેશ રાવલ

વખત જેમ ખુદને વિતાવવાની વાત કરતા ડૉ. મહેશ રાવલની આ ગઝલ એમના ખુદ્દારીસભર મિજાજની મુખર તસ્વીર છે. મનુષ્યની દશા સતત બદલાતી રહે છે અને આપણે ખાસ એ વિશે કરી પણ શક્તા નથી. બસ એક પછી એક તબક્કા પસાર કરીને જે મળે કે જે ન મળે એ બધાને મુકદ્દર ગણીને વધાવતા રહેવું પડે છે. ક્યારેક વાત સીધી હોય, ક્યારેક આડકતરી. ક્યારેક બોજ પોતાનો હોય ક્યારેક અવરનો- ઉઠાવતા રહેવું પડે છે, બસ…

9 Comments »

  1. pragnaju said,

    August 16, 2008 @ 6:44 AM

    ગઝલે ડોની મઝાની ગઝલ્
    વાહ્
    યાદ આવી પાલનપુરીની
    પ્રેમ પણ કેવી નિસરણી ?
    તારલા તોડી રહ્યો છું !
    કોણ કહે છે નગ્ન છું હું ?
    રોશની પ્હેરી રહ્યો છું !

  2. mahesh Dalal said,

    August 16, 2008 @ 9:16 AM

    બહુ જ સુન્દર .. ક્યાક દિલનિ વાત કહિ નાખિ મહેશ્ભૈ એ.

  3. સુરેશ જાની said,

    August 16, 2008 @ 9:45 AM

    પછી એ બધા ડાઘુઓ થઈ જવાનાં
    સ્વજન જેને હું ઓળખાવી રહ્યો છું !

    વાહ મહેશભાઈ વાહ! તમારી કલ્પના બેમીસાલ છે.
    પણ આ જ તો વાસ્તવીકતા છે ને? એમ જ હોય ને?

  4. pratik said,

    August 16, 2008 @ 1:23 PM

    પછી એ બધા ડાઘુઓ થઈ જવાનાં
    સ્વજન જેને હું ઓળખાવી રહ્યો છું !

    ખૂબ સુંદર કલ્પના.
    અભિનંદન મહેશભાઈ !

  5. Sudhir Patel said,

    August 16, 2008 @ 2:43 PM

    ફરી એક સુંદર ગઝલ! અભિનંદન, મહેશભાઈને!
    સુધીર પટેલ

  6. Pinki said,

    August 17, 2008 @ 1:31 AM

    અદ્.ભૂત વાત……

    એમની કોઈ પણ ગઝલનો કોઈ પણ એક શેર પર
    એક પુસ્તક લખી શકાય એટલો જ ગહ્.ન, સચોટ અને ચોટદાર હોય છે.

  7. ધવલ said,

    August 18, 2008 @ 8:41 PM

    બદલતી રહે છે દશા હર તબક્કે
    અને હું તબક્કા વટાવી રહ્યો છું !

    ઉત્તમ ગઝલ !

  8. mahesh Dalal said,

    August 20, 2008 @ 1:59 PM

    રાવલ ભાઈ …. સ્વજન સૌ દાઘુ થ ઇ જવાના ….
    હાજી , આજ જીદગાની , .હકિક્ત આજ્.. સાચુ સાવ સાચુ..

  9. jaykumar dalal said,

    January 8, 2014 @ 1:50 PM

    khub sunder

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment