તમે સામે જ બેઠાં, રાખ્યું મારું માન આહાહા,
હું શું બોલું ? મને લાગી ગયું છે ધ્યાન આહાહા !
કિરણસિંહ ચૌહાણ

સદૈવ – પાબ્લો નેરૂદા (અનુ. સુરેશ જોષી)

તું મારી મોઢામોઢ ઊભી હોય છે
ત્યારે મને ઈર્ષ્યા થતી નથી.

ભલે ને તારી પાછળ કોઈ એકાદને લઈ આવ,
કે તારા કેશમાં સેંકડોને લઈને આવ,
કે તારાં સ્તન અને ચરણ વચ્ચે હજારોને લઈ આવ,
ડૂબેલાં માણસોથી ભરેલી
નદીની જેમ આવ
જે ક્રુદ્ધ સમુદ્રને જઈને મળે-
અનન્ત ફીણ, ગાંડોતૂર પવન.
હું તારી પ્રતીક્ષા કરું છું ત્યાં
બધાંને લઈ આવ :
તો ય આપણે તો સદા એકલાં જ હોઈશું,
માત્ર આપણે બે જ હોઈશું – તું અને હું,
જીવનનો પ્રારમ્ભ કરવાને,
આ ધરતી પર, એકલાં આપણે બે.

-પાબ્લો નેરૂદા (અનુ. સુરેશ જોષી)

પ્રિયપાત્ર સન્મુખ ઊભું હોય તો આખી દુનિયા જખ મારે છેની વાત કવિ પાબ્લો નેરૂદા કેવી સ-રસ રીતે ચિત્રીત કરે છે! પ્રિયતમા પોતાની સાથે કોઈ એક હરીફને લઈ આવે, સેંકડોને લઈ આવે, હજારોને લાવે કે અનંતને, એમ બિંદુથી શરૂ કરી કવિ સિંધુ સુધી અને વ્યક્તિથી સમષ્ટિ સુધી પહોંચે છે. પણ આ બધાથી પોતાને કોઈ ઈર્ષ્યા કે ખલેલ પહોંચવાની નથી એ એક બાબતમાં પ્રતીક્ષારત કવિ શરૂથી જ સ્વયંસ્પષ્ટ છે. પ્રેમની અલૌકિક તાકાત આખી દુનિયાને વચમાંથી ઓગાળી દે છે અને રહી જાય છે કેવળ તું અને હું થી બનતા આપણે બે!

કવિએ આયાસપૂર્વક કરેલા કવિતાના બે ભાગ પણ ધ્યાનાર્હ બની રહે છે. કવિતાની શરૂઆતમાં બે જ લીટીમાં એક ભાગ અને પછી તેર લીટીના બીજા ટુકડાની યોજના કવિના સ્વથી વિશ્વ સુધીના વિસ્તરણના ભાવજગતને ઉપકૃત  નિવડતા હોય એમ લાગે છે. પહેલી બે લીટીમાં પોતા સુધી સીમિત રહી જતા કવિ બીજા ભાગમાં ખંડની લંબાઈને અનુરૂપ સતત પોતાના પ્રેમને ચકાસનારી શક્યતાઓને પણ વિસ્તારતા રહે છે. કવિતાને લઘુત્તમ અને દીર્ઘત્તમ એમ બે ખંડમાં વહેંચી દેતી આ તરકીબ કવિતાને શું વધુ પ્રાણવંતી નથી બનાવતી?

17 Comments »

 1. Jina said,

  September 20, 2008 @ 3:14 am

  પણ આવું હોય છે ખરું વિવેક્ભાઈ? મેં તો સાંભળ્યું છે “પ્રેમ ઈર્ષ્યા થી પર ક્યાંય હોતો નથી… શબ્દથી વાત કેરું વતેસર થશે..!”

 2. વિવેક said,

  September 20, 2008 @ 4:49 am

  પ્રિય જીના,

  પ્રેમ વિશે હું કેવળ એટલું જ જાણું છું કે હું સતત શીખું છું. પ્રેમ ઈર્ષ્યાથી કદાચ પર ન પણ હોય પણ જ્યાં ઈર્ષ્યા પ્રવેશે ત્યાંથી પ્રેમ નાસી છૂટતો હોવાનો મારો અનુભવ છે. આ કવિતા વાંચતાવેંત જ જે રીતે સ્પર્શી ગઈ એ રીતે બીજી કવિતાઓ સ્પર્શી જતી નથી…

 3. ninad adhyaru said,

  September 20, 2008 @ 5:21 am

  આને કહેવાય lovemanship……..!!

  sportmanship………….નિ જેમ…….!!

 4. Hetal Vin said,

  September 20, 2008 @ 7:06 am

  ખુબ સરસ વિવેકભાઈ
  કવિ એ ભલે કિધુ છે પન Real મા tough છે કારણ કે પ્રેમ મા પ્રિય પાત્ર ને ગુમાવાનો ડર પણ હોઇ છે.

 5. સુનિલ શાહ said,

  September 20, 2008 @ 7:18 am

  સાચે જ વાંચતા જ સ્પર્શી ગઈ…!
  અને..સરસ મઝાના રસદર્શન માટે આભાર.

 6. jugalkishor said,

  September 20, 2008 @ 8:01 am

  આમાં વન વે ટ્રાફીક જેવું કઈંક જણાય છે !

  પ્રથમ બે પંક્તીઓમાં ઈર્ષાને કારણ જ નથી; કારણ કે ત્રીજી લીટી પછી જ ‘અન્ય કોઈ’ની શક્યતા શરુ થાય છે. એટલે પ્રથમ બે પંક્તીઓમાં ઈર્ષાવાળી વાત કંઈક ખુંચે છે.

  ત્યાર બાદ ‘ગમે તેટલા’ હરીફોથી પોતાને તકલીફ નથી વાળી વાત કરીને નાયકે વાત અસરકારક રીતે મુકી છે ખરી, પરંતુ અહીં સવાલ સામા પાત્ર-નાયીકા અંગે થાય છે કે જો એ અનેકો સાથે આવવાની શક્યતાભરી જ હોય તો નાયીકાની પ્રેમ અંગેની વીભાવના અંગે શું ?? અને જો એની પ્રેમ અંગેની વીભાવનામાં અન એકતા હોય તો પ્રેમની વ્યાખ્યાના પ્ર્શ્નો ઉભા થાય કે નહીં ?? એક પાત્રને અનેકો સાથે પ્રેમ (એને પ્રેમ કહેવો કે પછી દેશી ભાષાનો પ્રયોગ ક્રરીને કશુંક બીજું ?? )અને જો જેવી છે તેવી નાયકને મંજુર હોય એટલું જ નહીં, પણ ”આપણે બે જ” વાળી તરીકે સ્વીકાર્ય હોય તો….તો…ચાલે, મારા ભાઈ !!

  ”આપણે બે જ ફક્ત” એમ કહેવું અને પાછું ‘ગમે તેટલાની સાથે” આવવાની રજુઆત એ બે વચ્ચે કશુંક ન જ્ચે એવું લાગે છે…

 7. વિવેક said,

  September 20, 2008 @ 9:35 am

  આ કવિતા મને પંદર લીટીના ઊલટા સૉનેટ જેવી લાગે છે. સૉનેટમાં કાવ્યાંતે ચોટ આવે છે જ્યારે એનાથી વિપરીત અહીં ચોટ કાવ્યારંભે આવે છે. આમ તો આખું કાવ્ય સ્વયંસ્પષ્ટ છે પણ તોય ક્યાંય ગડમથલ અનુભવાય તો કાવ્યનું શીર્ષક મદદરૂપ થઈ પડે એમ છે. ‘સદૈવ’ એક જ શબ્દ પ્રેમની વ્યાખ્યા કરવા પૂરતો છે.

  અહીં એકથી શરૂ કરી કવિ અનંત સુધી જાય છે એમાં પ્રિયતમાના બેવફા હોવાની કે ‘ગામભાભી’ હોવાની વાત નથી. કવિ પોતાના જ પ્રેમને નાણે છે અને પ્રમાણે પણ છે. અને એ ઈર્ષ્યાથી પર છે એટલા માટે જ સનાતન પ્રેમી છે !

 8. pragnaju said,

  September 20, 2008 @ 10:00 am

  પાબ્લો નેરૂદા મૂળ કાવ્ય મુક્યું હોત તો વધુ મઝા આવત.
  તું મારી મોઢામોઢ ઊભી હોય છે
  ત્યારે મને ઈર્ષ્યા થતી નથી.
  ખૂબ સરસ ભાવ
  કવિ કાલીદાસનાં પાત્રોમા આવી કલ્પના છે જ.પોતાના પતિને કે પત્નીને અનેક ચાહનારા વિષે જાણીને પ્રેમમા ઈર્ષા નહીં પણ તેનું ગૌરવ થાય છે!
  પ્રતિભાવો વાંચીને વધુ જાણવા મળ્યું

 9. nirlep bhatt said,

  September 20, 2008 @ 10:33 am

  વિવેકભાઇ, કવિતાનો આસ્વાદ પણ કવિતા જેટલો જ સરસ છે..આભાર.

 10. ધવલ said,

  September 20, 2008 @ 10:35 am

  મૂળ કવિતા જોશો એટલે સમજાશે કે કવિએ ગુજરાતી ભાષાંતરમાં (મારા મત પ્રમાણે) જરા વધારે પડતી છૂટ લીધી છે. અને એનાથી પહેલી બે પંક્તિઓનો અર્થ ઘણે ભાગે બદલાઈ ગયો છે.

  Always
  ====
  by Pablo Neruda

  I am not jealous
  of what came before me.

  Come with a man
  on your shoulders,
  come with a hundred men in your hair,
  come with a thousand men between your breasts and your feet,
  come like a river
  full of drowned men
  which flows down to the wild sea,
  to the eternal surf, to Time!

  Bring them all
  to where I am waiting for you;
  we shall always be alone,
  we shall always be you and I
  alone on earth
  to start our life!

  (આ પોતે પણ મૂળ સ્પેનિશ પરથી ભાષાંતર છે !)

  નેરુદાની કવિતા ભારતીય રૂઢીઓ કે સમાજના અનુસંધાનમાં જોવી કે સમજવી શક્ય નથી. નેરૂદાની દુનિયામાં lust અને passion એ ખરાબ કે છુપાવવાના શબ્દ નથી પણ જીવનના ધ્રુવ-શબ્દો છે. પોતાની પ્રેમિકાને (કે પ્રેમીને) આગળ પ્રેમીઓ હોય એ વાત એ નેરુદાની (અને અહીં અમેરિકાની ) દુનિયામાં તદ્દન સામાન્ય વાત છે. એ સંજોગોમાં પણ બે વ્યક્તિ વચ્ચેનો પ્રેમ એમને – પોતીકી, અંગત, નવી, ભૂતકાળથી અલગ – દુનિયા રચવાની તાકાત આપે છે. પોતાની પ્રેમિકાના પહેલાના પ્રેમીઓની કવિને કોઈ ઈર્ષ્યા નથી કારણ કે કવિને પોતાના ‘કવચ-કુંડળ’ જેવા પ્રેમમાં શ્રદ્ધા છે.

  ઈર્ષ્યાનું શમન પ્રેમ છે.

  બીજી રીતે જુઓ તો, બાહુપાશમાં પ્રેમિકા હોય તો ઈર્ષ્યા જેવા નકામા કામમાં સમય બગાડવો જ શું કામ ? ખરા પ્રેમને ઈર્ષ્યા કરવાની ફુરસદ જ ક્યાં છે 🙂

 11. jugalkishor said,

  September 20, 2008 @ 12:53 pm

  બીજી પંક્તીને પ્રથમ મુકો એમાંય કેટલો ફેર પડી ગયો છે ! એવી જ રીતે, “ઓફ વોટ”ની જગ્યાએ ‘તું’ મુકી દેવાથી પણ કેવું થઈ જાય છે ?!

  ધવલભાઈએ સરસ વાત કરીને અંગ્રેજી રચના પણ મુકી. સારું કર્યું.

 12. ડૉ. મહેશ રાવલ said,

  September 20, 2008 @ 1:03 pm

  પ્રેમ – એક એવી અભિવ્યક્તિ જે માત્ર અને માત્ર પ્રેમને જ ઓળખે છે……
  વિવેકભાઈ!
  અનુવાદક! કાવ્યના હાર્દને સ્પર્શીને આપણા માનસપટ પર ખૂબ જ નાજુકાઈથી છવાઈ જાય છે…
  તમે આસ્વાદ કરાવ્યો એમ………..
  અભિનંદન.

 13. Maheshchandra Naik said,

  September 20, 2008 @ 4:02 pm

  Dr. Vivekbhai, it is readlly DIFFICULT VAT KARI CHE NE? Love can not be without jealousy and self interest for loved one, however we enjoyed the english poem as well, THANKS!!!!!!!!!!!!!!!!

 14. hemant doshi said,

  September 20, 2008 @ 4:31 pm

  it is o.k. nothing much new.
  form hemant doshi at houston u.s.a.

 15. sudhir patel said,

  September 20, 2008 @ 11:46 pm

  મારી એક ગઝલનો મત્લા છે

  એ ભલે અન્યનાય વ્હાલા હો,
  ચૌદ ભુવનમાં બોલબાલા હો!

  તો પ્રજ્ઞાબેન કહે છે તેમ પ્રેમને ઈર્ષાને બદલે ગૌરવ પણ હોઈ શકે!
  સુધીર પટેલ.

 16. Tarun Patel said,

  September 22, 2008 @ 9:47 pm

  Dear Vivek,

  I am Tarun Patel from Vallabh Vidyanagar, Gujarat.

  I have started GujaratiBloggers.com blogging community (લિ હ્રેફ્=”GujaratiBloggers.com/blog”>GujaratiBloggers.com/blog) to feature the bloggers of Gujarat state. The bloggers of Gujarat does not mean those who write blogs in Gujarati. At GujaratiBloggers.com I will write about the people who blog in any language – the basic criteria will be a Gujarati. My blog will feature at least 15 bloggers per week.

  So far I have posted more than 35 profiles of Gujarati Bloggers.

  You can see the profiles of the bloggers from Gujarat at લિ હ્રેફ્=”GujaratiBloggers.com/blog”>GujaratiBloggers.com/blog.

  I invite you to have your profile posted on the community.

  I am sure you will find it useful if your profile is posted on GujaratiBloggers.com during its inception.

  Please send me the answers to the following questions along with a nice photograph so that I can prepare a good write up on you.

  The questions are:

  1. Please write 5-8 lines about you, your education and your hobbies.

  2. When did you start your first blog?

  3. Why do you write blogs?

  4. How does blogs benefit you?

  5. Which is your most successful blog? dhams.it@gmail.com

  6. Which is your most favorite blog?

  7. Can I share your email id so that people can write to you? Y / N

  I am sure you would find my effort worth considering to feature your profile. Also I request you to send me the email addresses of Gujaratis who write blogs.

  It would be great if you could offer your suggestions for the improvement of this project.

  Looking forward to have your profile + suggestions to improve GujaratiBloggers community.

  Have a great day!

  Tarunkumar Patel

  લિ હ્રેફ્=”GujaratiBloggers.com/blog”>GujaratiBloggers.com/blog

 17. uravshi parekh said,

  September 22, 2008 @ 10:59 pm

  સારો પ્રયત્ન છે.
  આવુ હોય શકે ખરુ?
  સરસ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment