આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.
મરીઝ

મેટ્રો સ્ટેશન પર – એઝરા પાઉન્ડ (અનુ. વિવેક મનહર ટેલર)

ભીડમાં ઓછાયા આ ચહેરા તણા;
પાંદડીઓ ભીની, કાળી ડાળ પર.

– એઝરા પાઉન્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
Imagist poetryના અગ્રણી પ્રણેતા એઝરા પાઉન્ડની આ કવિતા, પહેલાં ૩૬ પંક્તિની હતી. કવિએ ત્યાર બાદ એને અઢાર પંક્તિની કરી દીધી અને આખરે માત્ર દોઢ લીટી અને ચૌદ શબ્દો. છત્રીસ પંક્તિમાંથી દોઢ પંક્તિની યાત્રા કાપવા માતે કવિએ એક આખું વરસ લીધું… એક આખા વરસની મથામણ માત્ર સાચા શબ્દ સાચી રીતે ગોઠવી શકાય એ માટે… ઇમેજિસમનો મૂળ સિદ્ધાંત તમામ બિનજરૂરી શબ્દોનો નિર્મમ ત્યાગ કરીને એક ચિત્ર માત્ર ભાવકની સામે મૂકી દેવું તે છે.

લગભગ સો વર્ષ પહેલાં ૧૯૧૨માં લખાયેલી આ કવિતા લાઘવની દૃષ્ટિએ સુન્દરમના દોઢ લીટીના પ્રેમના ઉપનિષદ “તને મેં ઝંખી છે”ની યાદ કરાવે. ચૌદ શબ્દોની આ કવિતાને કેટલાક ચૌદ પંક્તિના સૉનેટ સાથે પણ સરખાવે છે – પહેલી પંક્તિમાં આઠ શબ્દો (અષ્ટક) અને બીજીમાં છ (ષટક).

જીવની ક્ષણભંગુરતા એ આ કવિતાનો મુખ્યાર્થ છે. કાળી ડાળી ભીની છે. મતલબ વરસાદ પડી ચૂક્યો છે અને વરસાદના મારથી ફૂલની પાંદડીઓ ખરી પડી છે. કેટલીક રંગબિરંગી પાંદડીઓ આ કાળી અને ભીની ડાળ પર હજી ચોંટી રહી છે. પણ સમજી શકાય છે કે થોડા સમય બાદ ડાળી સૂકાશે અને પવન વાશે ત્યારે આ પાંદડીઓ પણ ત્યાં નહીં હોય.

પેરિસના અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પરની સતત બદલાતી જતી ભીડ… ભૂતની જેમ ઉપસી આવતા અને તરત ખોવાઈ જતા હજારો ચહેરાઓ… જેમ મેટ્રો સ્ટેશન પર નજરે ચડતાં અને અલોપ થતાં ચહેરાઓની ક્ષણભંગુરતા એ આપણા સહુનું પૃથ્વી પરનું આવાગમન સૂચવે છે. આ ચિત્ર, આ સંવેદન ભાવકની સામે કઈ રીતે મૂકવું એની મથામણમાંથી જન્મ્યું આ લઘુ કાવ્ય..

*

In a Station of the Metro

The apparition of these faces in the crowd;
Petals on a wet, black bough.

– Ezra Pound

10 Comments »

 1. Rina said,

  August 2, 2014 @ 3:55 am

  Awesome

 2. sneha patel - akshitarak said,

  August 2, 2014 @ 4:53 am

  સારા સર્જન માટે એની પાછળ મથામણો હોવી જરુરી છે એ વાત સાર્થક થાય છે. બહુ જ સરસ કાવ્ય અને એટલી જ સરસ સમજાવટ !

 3. lata j hirani said,

  August 2, 2014 @ 6:49 am

  સરસ

 4. vijay joshi said,

  August 2, 2014 @ 11:32 am

  Vivekbhai,
  I enjoyed immensely your wonderful lyrical analysis in Gujarati of a gem of a Ezra Pound poem… The apparition of these faces in the crowd; Petals on a wet black bough.

  Reminded me of another gem by Adelaide Crapsey… Titled- November Night
  Listen…
  With faint dry sound,
  Like steps of passing ghosts,
  the leaves, frost-crisped, break from the trees
  and fall.
  Both of these gems invoke imagery of Matsuo Basho’s all time classic haiku
  old pond
  frog leaps
  splash

  A master piece is size neutral- Be it Kalidasa’s epic Meghaduta or any of
  the above short amazing images.

 5. vijay joshi said,

  August 2, 2014 @ 1:43 pm

  Here is my short poem, inspired by Ezra Pound, which you may like.
  — A November Twilight –
  With hissing splash,
  a sulfur infused toxic cloud,
  like a white-gown hovering over a cemetery,
  floats over a gushing geyser of a charred land.

 6. himanshupatel555 said,

  August 2, 2014 @ 6:13 pm

  મેટ્રો સ્ટેશનમાં-૧૦૦ વરસ જૂની ઇમેજીસ્ટ કવિતા

  August 2, 2014 by himanshupatel555 | સંપાદન કરો

  In a Station of the Metro

  The apparition of these faces in the crowd;
  Petals on a wet, black bough.

  મેટ્રો સ્ટેશનમાં

  ઓળો આ સમુદાય ચહેરામાં;
  ભીની પાંદડી,કાળી ડાળખીએ.

  make it new,નો આદેશ આપનાર એઝરા પાઉન્ડે ૧૯૧૩માં આ બે પંક્તિ કે ૧૪ શબ્દનું કાવ્ય poetry માસિકમાં પ્રકાશિત કર્યું હતું.૧૯૧૨માં પેરિસના અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં વિતાવેલી ક્ષણો વર્ણવી હતી.પાઉન્ડનું માનવું હતું કે લોકોના ચહેરા વર્ણનને બદલે ‘સંકેત’થી અભિવ્યક્ત કરવા વધારે ઉચિત હતાં.કારણ વિષયની પ્રત્યક્ષતા કાવ્યની નીજી દ્રષ્ટિથી ઉદભવે,એ સારતત્વ ઇમેજીસ્ટ પાઠ ગણાય.આવાં કાવ્ય ભાષાની કરકસરના ઉદાહરણ બની રહે છે.કવિ આ વલણ સાથે ૧૯૧૪ સુધી સંકળાયેલા રહ્યા હતાં.એમના ટૂંકા સંબંધમાં પણ એમણે સારી એવી અસર ઊભી કરી હતી,પાંચગણ કાવ્યને visual spacing અને ક્રિયાપદ વગરની રચના પધ્ધતિથી નવો માર્ગ ચિંધ્યો હતો.૨૦૧૬માં આ ફરી પ્રકાશિત થયું ત્યારે ઇમેજીસ્ટ વલણનું પ્રતિનિધિ કાવ્ય ગણાયું હતું.મૂળ ત્રિસ પંક્તિમાં લખેલું મઠારી મઠારી ૧૪ શબ્દ સુધી લઈ આવ્યા એ કવળ ભાષા સંક્ષિપ્તતા જ નથી ઇમેજ ચોકસાઈ અને બીનપારંપરિક કાવ્ય સ્વરૂપમાં પ્રયોગ છે.મેટ્રોમાં કવિએ અનુભવેલી સાક્ષાત્કારની ક્ષણ અને તીવ્ર લાગણીને અનુરૂપ આ કાવ્ય લખ્યું હતું.આ ઇમેજ સમૂહને અનઅપેક્ષિત સામ્ય છે અને વિરલ લાગણી અભિવ્યક્ત કરે છે.કાવ્યની બન્ને પંક્તિ એનું હાર્દ નથી પણ બૌધ્ધિક પ્રક્રિયા એ બન્નેને એક સાથે સાંકળે તેમાં છે.” આવા પ્રકારના કાવ્યમાં,” કવિ કહે છે તે પ્રમાણે,” સર્જક કોઇ એક ચોક્કસ ક્ષણ નોંધે છે જ્યારે બાહ્ય પદાર્થ અને વસ્તુનિષ્ઠા સ્વયંનું દેહાંતર કરે વા જે અંતર્મુખ અને આત્મલક્ષી છે તેમાં ખૂંપી જાય છે.”[one is trying to record precise instant when a thing outward and objective transforms itself,or dart into a thing inward and subjective.]
  માનવ ચહેરાને ભીની ડાળ પરની પાંદડી સાથે સાંકળવું એ ચહેરા સ્વયંની લક્ષણા છે,તે માણસ અને માનવ જિંદગી દ્વયની ભવ્યતા અને સૌંદર્યનો ઉલ્લેખ છે,ઉપરાંત એની ક્ષણભંગૂરતાનોય.ઘેરી ,ભીની ડાળીઓ તત્ક્ષણ વરસાદનું સૂચન છે અને ડાળને ચોટી રહેલી પાંદડી થોડી ક્ષણો પહેલાં ફૂલને ચોટી રહ્યાનું,એ હજું જીવંત હશે પણ લાંબો સમય
  નહીં.પાઉન્ડ મનવભંગૂરતા અને મરણાધિનતા શાશ્વત છે તે તરફ ધ્યાન દોરે છે.કદાચ આ કાવ્યનું એ સત્વ છે.
  ઓળો-શબ્દ અહીં મહત્વનો કે લાક્ષણિક છે જે હયાતી અને ગેરહાજરી બન્નેનો સંયુક્ત ઉલ્લેખ છે.માનવ અસ્તિને એ રહસ્યયુક્ત અને આધ્યાત્મિક મહત્વ બક્ષે છે, પણ એ વિશે આપણે ક્યારેય નિશ્ચયપૂર્ણ નથી.
  આ સ્ફોટક(શ્વાસ અટકી બોલાતો) શબ્દ-પાંદડી,નાજુકતા,સ્ત્રૈણસૌંદર્ય જે ભીની,કાળી ડાળની ઉજ્જડતાના વિરોધમાં ગંભીરતા રચી આપે છે.કાવ્યનું મહત્વ મોટો પ્રશ્ન છે,કેટલાંક વિવેચકોને મતે એ સહેતુક રૂઢીગત સ્વરૂપોમાં પરિવર્તન લાવે છે અને તેથી એનો એકમાત્ર અર્થ એની નિર્માણ પ્રક્રિયામાં છે નહીં કે તત્વમાં.ઉપરાંત યેનકેન કાવ્યનું અર્થઘટન જાતસ્યહી ધ્રુવો તરીકે કર્યું.પણ કદાચ કવિનો ઉદ્દેશ એની સૌંદર્ય દ્રષ્ટિ કુરુપતા વચ્ચે લખેલા સ્વરૂપમાં એક પરિપૂર્ણ ઇમેજ તરીકે જોવાય તે હશે.એ નોંધવું પણ મહત્વનું છે કે કાવ્યમાં ૧૪ શબ્દ છે તે સોનેટની ૧૪ પંક્તિ જેટલા છે.પહેલી પંક્તિમાં આંઠ અને બીજીમાં ૬ એમ વપરાયેલા શબ્દ ઇટાલિયન octet-sestet વા પેટ્રાર્કન સોનેટ સ્વરૂપ છે.
  આ કાવ્યની અથાક ચર્ચામાં જે શબ્દ કેન્દ્ર સ્થાને છે તે પહેલી પંક્તિનો apparition.
  ક્યાંક કોઇ વિવેચક આ શબ્દ વિશે લખતા કહે છે-” આ એકમાત્ર શબ્દ જે બે પંક્તિને નર્યા વિધાનમાંથી કાઢી કાવ્ય બનાવે છે”કારણ આ ‘એક-ઇમેજ કાવ્ય'(પાઉન્ડ) અબરખ સમ પડ ઉપર પડ બંધાય તેમ કલ્પનના ( કે ચિત્રના)પડ રચે છે.અહીં સર્જક સંમિલિત કરે છે તત્ક્ષણ ગતિમાં માણસના ઉપરનીચે થતા ચહેરા,નાના-મોટા,લાગણી ,રંગ અને પ્રકાશ-છાંયડા.આ બધું આગળ સરકે એને ભાત રચી આપે છે, હલનચલનના ગતિમય ખંડોથી, તડકો અહિં મુક્ત સંચાર કરે છે કપાતો-બંધાતો જે કાવ્યની સમૃધ્ધિ છે,પેલા સંતાતા-દેખાતા ચહેરાનું સાતત્ય.આમ પાઉન્ડ પદાર્થની દ્ર્ષ્ટિ ગ્રાહ્યતાનું રૂપકાત્મક પ્રતિરૂપમાં સર્જનાત્મક કલ્પનાથી રૂપાંતર લાવે છે.જો આ સ્વીકારો તો માર્ચ૧૩ના પોએટ્રી અંકમા કવિ કહે છે તે emotional and intellectual complex in an instant of timeનું આ કાવ્ય ઉદહરણ થઈ જાય છે, અને પાઉન્ડના ઇમેજ વિષયક અભિગમનું ધ્યોતક બની રહે છે.
  અનેક ક્ષમતા સહી શકે એવા આ કાવ્યમાં ભાષાલાઘવ કે અર્થબોધ મહત્વના નથી પણ બે ઇમેજ( આકૃતિ ?!)જે અસર રચે છે તે છે,જેમ બુધ્ધ કરતાં બોધિ,વાક્ય કરતાં વાક્યસ્ફોટ.અહીં કાન કરતાં આંખ વધારે કામ કરે છે,છતાં જોવા-સાંભળવા કરતા લયાત્મક ખંડ( rhythmic unit-pound.)કાવ્યલીલાને દ્રઢ કરે છે,સંચારિત કરે છે.
  દ્ર્ષ્ટિના દ્ર્ષ્ટિભ્રમનો નાચિકેત તે એઝરા પાઉન્ડનું “મેટ્રો સ્ટેશનમાં.”
  ( આ લેખ માટે વિકિપિડિયાનો પણ આભાર)

 7. Ketan Yajnik said,

  August 4, 2014 @ 1:36 pm

  અદભુત્.સુન્દરમ ને ખુબ માન્યા ચ્હે. પન ” પ્રેમ્નુ ઉપ્નિશદ્ શબ્દર્થ ભવર્થ આપિ તમે ઉપ્ક્રુત ક્ર્રિયા આભાર્.

 8. વિવેક said,

  August 5, 2014 @ 2:30 am

  સહુ મિત્રોનો આભાર…

  @ હિમાન્શુ પટેલ: સવિશેષ આભાર…

 9. Harshad said,

  August 6, 2014 @ 8:22 pm

  Beautiful.

 10. ABDUL GHAFFAR KODVAVI said,

  August 12, 2014 @ 7:02 am

  મને તો આ કવિતા માં આપણી આ દુન્યા ની ઝીંદગી નો મકસદ સમઝ માં આવ્યું કે
  આપણે બધા મેટ્રોના મુસાફર છયે , જયારે આપણો પ્રવાસ પૂરો થાશે તો આપણે ઉતરી જસુ
  અને પછી આપણો હિસાબ કિતાબ (ઈમીગ્રેશન )થશે ,અગર કુદરત ના કાયદા નું પાલન
  કર્યું હશે તો સ્વર્ગ માં નહીતો નર્ક માં

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment