તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી,
કાવ્યોને મારા જાણે પવન-પાવડી મળી.
વિવેક મનહર ટેલર

મીંઢળ વગર – યામિની ગૌરાંગ વ્યાસ

કાગ કા કા કહેણ કે કાગળ વગર,
આગમન કોનું થશે અટકળ વગર !

કોણ સાંભળશે કિનારાની વ્યથા
નાવ આ ડૂસ્કે ચઢી છે જળ વગર.!

સામસામે થાય સિંજારવ મધુર
એ જ મનમેળાપ છે મીંઢળ વગર.!

ટેરવામાં તરફડાટો હોય છે
જેમ ફૂલો તરફડે ઝાકળ વગર.!

ખૂબ ભીંજાવું પડે છે, દોસ્તો !
લાગણીનાં એક પણ વાદળ વગર.!

આગ, ધુમાડા વિના દૂણાય શું ?
મન સળગતું હોય દાવાનળ વગર.!

-યામિની ગૌરાંગ વ્યાસ

યામિની વ્યાસ આમ તો સુરતની પૃષ્ઠભૂ પર કુશળ અભિનેત્રી અને નાટ્યકાર તરીકે ઝડપથી આગળ આવેલું નામ છે પણ કવયિત્રી તરીકે પણ એ ખાસ્સું કાઠું કાઢી રહ્યા છે. આ ગઝલ જુઓ. બધા જ શેર શું મજાના નથી થયા? નાવ, ટેરવાં અને વાદળવાળા શેર તો સ્વયંસ્ફુટ અને હાંસિલે-ગઝલ છે જ પણ સિંજારવ જેવો શબ્દ સહજતાથી વેંઢારીને ચાલતો શેર પણ જોવા જેવો થયો છે. સિંજારવ એટલે ધાતુના ઘરેણાંનો ખણખણાટ. સામસામે બે મન મોકળાશથી મળે ત્યારે જે સંગીત આપોઆપ રચાય છે એ મીંઢળજોડ્યા સંબંધોમાં બહુધા સંભળાતું નથી. જ્યાં આ રણકારનું સંગીત નથી ત્યાં વળી કેવો મનમેળાપ? અને છેલ્લો શેર પણ એજ રીતે કાબિલે-દાદ થયો છે. આગ લાગે ત્યારે ધુમાડો જરૂર ઊઠે છે. પણ મનમાં તો ઘણીવાર દાવાનળ ઊઠતો હોય તોય કોઈ ચિહ્ન બહાર જણાય નહીં એવું શક્ય છે.

45 Comments »

  1. parshuram said,

    April 6, 2008 @ 3:15 AM

    યામિની,
    અભિનંદન !!
    મારી શુભેચ્છાઑ !!
    આવી ગઝલ ને જ ખરી ગઝલ કહેવાય !! બધાં જ શેઅર અફલાતૂન છે.

  2. Pinki said,

    April 6, 2008 @ 11:26 AM

    દરેક શેર પૂર્ણતા અને પરાકાષ્ટાને સ્પર્શે છે
    અને નવા જ અંદાજમાં વાતને રજૂ કરે છે………

    સરસ રચના……..

  3. pragnaju said,

    April 6, 2008 @ 12:15 PM

    સામસામે થાય સિંજારવ મધુર
    એ જ મનમેળાપ છે મીંઢળ વગર.!
    શેર વધુ ગમ્યો
    સુંદર ગઝલ માટે મા તરીકે સદા શુભેચ્છાઓ છે જ.
    પણ ખાસ અભિનંદન જાતે બ્લોગ ક્ષેત્રે પ્રવેશવા માટે.
    અને વિવેકને લાવવા માટે.
    થોડા વખતમાં પચાસ ઉપર “જરાથોભો” નાટકનાં ( જેના લેખક, દિગદર્શક અને અભિનેત્રી યામિની જ છે) પ્રયોગો થયા.તેમા કવિતા-ખાસ કરીને ગઝલ લખવાનું ઓછું રહ્યું.ગઝલનું પુસ્તક છપાવવાનું પણ લંબાયું. હેડરમાં તેના ગુરુ નયનનું મુકતક માણી આનંદ થયો.
    … જાતે પણ રસદર્શન પણ કરાવે તો!

  4. ધવલ said,

    April 6, 2008 @ 2:43 PM

    સામસામે થાય સિંજારવ મધુર
    એ જ મનમેળાપ છે મીંઢળ વગર.!

    – સરસ ! એક નવો શબ્દ શીખ્યો એ અલગ !

  5. ઊર્મિ said,

    April 7, 2008 @ 8:19 AM

    આખી ગઝલ લાજવાબ છે… દરેક શેર એક સંપૂર્ણ કાવ્ય હોય એવું લાગ્યું.
    કાગની કા કા, સિંજારવ, ટેરવાનો તરફડાટ અને મન-દાવાનળ વાળા શેરો તો ખૂબ જ ગમ્યાં..

    અભિનંદન યામિનીબેન…!!

  6. સુરેશ જાની said,

    April 7, 2008 @ 9:02 AM

    અંતરની વ્યથાનું સરસ ચીત્રણ …
    શેખાદમ આબુવાલાની ગઝલ યાદ આવી ગઈ –

    હે વ્યથા, કુમળા કંઈ કાળજાને કોરતી કાળી વ્યથા.

    ધ્રુજતા મારા અધર, શી કુશળતાથી કરું સ્મીતથી સભર.
    ક્યાંક ઊની આહ થઈ હોઠે તું આવી જાય ના.

  7. સુરેશ જાની said,

    April 7, 2008 @ 9:02 AM

    સોરી
    હે વ્યથા, કુમળા કંઈ કાળજાને કોરતી કાળી કથા.

  8. GURUDATT said,

    April 7, 2008 @ 9:20 AM

    સિંજારવ શબ્દનો પ્રયોગ! વાહ-કેટલો અદભૂત રીતે થયો છે..આખી યે ગઝલ ખૂબ જ ગમી..ધન્યવાદ..BRAVO..

  9. Vipool Kalyani said,

    April 7, 2008 @ 9:45 AM

    ખૂબ ભીંજાવું પડે છે, દોસ્તો !
    લાગણીનાં એક પણ વાદળ વગર.!

    Wonderful. My Heartfelt congratulations.

  10. pravina Avinash said,

    April 7, 2008 @ 10:22 AM

    ખૂબ સુંદર ગઝલ છ.
    અભિનંદન

  11. dilip ghaswala said,

    April 7, 2008 @ 11:01 AM

    yaminiben
    congratulation..
    you have hit sixer on debut of your
    blog arrival..
    congats to vivekbhai also
    to give her platform..
    regards,
    dilip ghaswala

  12. MAHESHCHANDRA NAIK said,

    April 7, 2008 @ 2:35 PM

    CONGRATULATIONS!!!!!!!!!!!!!!!!!!!!!!to
    YAMINIBEN & also to Shri Gaurangbhai for giving us a new word “SINJARAV” and KHUB BHIJAVU PADE CHHE, LAAGNI VAGAR very appeopriate for few NRI’s who are generally SANVEDAN VIHIN.

  13. Seeaami's said,

    April 7, 2008 @ 3:23 PM

    ખૂબ સુંદર ગઝલ છ.
    ,
    We all enjoyed it
    Our most liked Shares are
    કોણ સાંભળશે કિનારાની વ્યથા
    નાવ આ ડૂસ્કે ચઢી છે જળ વગર.!
    &
    ટેરવામાં તરફડાટો હોય છે
    જેમ ફૂલો તરફડે ઝાકળ વગર.!

    ખૂબ ભીંજાવું પડે છે, દોસ્તો !
    લાગણીનાં એક પણ વાદળ વગર.!

    learned new word
    સિંજારવ
    once again

    અભિનંદન

  14. ડો.મહેશ રાવલ said,

    April 7, 2008 @ 3:38 PM

    ગઝલ કે ગઝલયતની બુલંદી કોઇ ખાસ વિષય કે નામની મહોતાજ નથી
    એ , પ્રસ્તુત ગઝલના પ્રત્યેક શેર “નગારે ઘા” કરીને કહી જાય છે.
    -અભિનંદન

  15. Chiman Patel "CHAMAN" said,

    April 7, 2008 @ 4:15 PM

    બઘાની સાથે હું પણ સંમત.

    મને ગમ્યો આ શેર…..

    આગ, ધુમાડા વિના દૂણાય શું ?
    મન સળગતું હોય દાવાનળ વગર.!

    -અભિનંદન

  16. "Rasik" Meghani said,

    April 7, 2008 @ 5:37 PM

    આખી ગઝલ સર્વાંગ સંપૂર્ણ. દરેક શેર મોતીના મણકા જેવો. વિચારોનું ઉડ્ડ્યન,, ભાષાના આડંબર વગર-હું એક નજરમાં ૪/૫ વાર વાંચી ગયો.- -અભિનંદન

  17. સુનીલ શાહ said,

    April 7, 2008 @ 10:59 PM

    સ્વાગત..યામિનીબેન.
    સરસ..ધડાકાભેર શરુઆત. અભીનંદન.

  18. Chetan Chandulal Framewala said,

    April 8, 2008 @ 1:51 AM

    સુંદર ગઝલ,…….અભિનંદન……….
    ‘સિંજારવ’ એક નવો શબ્દ જાણવા-માણવા મળ્યો.
    યામિની બેન બ્લોગ જગત માં હાર્દિક સ્વાગત છે.
    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  19. rajgururk said,

    April 8, 2008 @ 2:47 AM

    સરસ ગજલ મર્મિક્

  20. sanjay pandya said,

    April 8, 2008 @ 3:30 AM

    સરસ ગઝલ .યામિનેી વ્યાસ્નુ સ્વાગત

  21. Mukesh said,

    April 8, 2008 @ 4:12 AM

    ખૂબ ભીંજાવું પડે છે, દોસ્તો !
    લાગણીનાં એક પણ વાદળ વગર.!

  22. Mukund Desai said,

    April 8, 2008 @ 4:57 AM

    સરસ ગઝલ

  23. ashwin ghaghada said,

    April 8, 2008 @ 6:57 AM

    વાહ, દિલ બાગ બાગ થઇ ગયુ.

  24. kirti ganatra said,

    April 8, 2008 @ 7:49 AM

    યામિનિ …..
    યાદ આવે છે કે

    આ કાગઙો બારિએ આવિને કા કા કરે છે કેટલો
    કરો તૈયારિ હવે નનામિ બાંધવા મુજનિ……

    બહુ સરસ લખતા રહો
    દુશ્મન

  25. વિવેક said,

    April 8, 2008 @ 7:54 AM

    આમ તો પ્રજ્ઞાબેને ઉપર પ્રતિભાવમાં લખ્યું જ છે પણ એ એકાક્ષરી પ્રતિભાવ કદાચ નજર બહાર રહી ગયો હોય તો મારે જાણ કરવી રહી કે યામિની વ્યાસ બ્લૉગવિશ્વમાં આજની તારીખે કદાચ શ્રેષ્ઠ વાચકનો ખિતાબ મેળવી શકે એવા પ્રજ્ઞાબેનના સુપુત્રી છે….

  26. Aneri & Sahil said,

    April 8, 2008 @ 8:43 AM

    Congrats Mom !!

  27. Saawan Jasoliya said,

    April 8, 2008 @ 9:07 AM

    સવારની ઝાકળ જેવી તાઝગી-ભરી તમારી આ ગઝલ . . .

  28. Dipti Patel 'Shama' said,

    April 8, 2008 @ 12:21 PM

    વાહ યામિનિબેન,

    ગઝલ ખરેખર ગઝલ છે,વાંચીને દિલ મહેકી ઉઠ્યું!!!

    કોણ સાંભળશે કિનારાની વ્યથા
    નાવ આ ડૂસ્કે ચઢી છે જળ વગર.!
    &
    ટેરવામાં તરફડાટો હોય છે
    જેમ ફૂલો તરફડે ઝાકળ વગર.!

    ખૂબ ભીંજાવું પડે છે, દોસ્તો !
    લાગણીનાં એક પણ વાદળ વગર.!

    સુંદર અર્થસભર અને ભાવવાહી શેર્…

  29. Patel Hema. said,

    April 8, 2008 @ 3:35 PM

    Dear Yaminiben,
    Liked ur ‘GAZAL’ very much.
    ‘નહિ ‘ મા ‘હોવાપનુ’ અને ‘દુર્’ નિ ‘નઝિક્તા’ ગમિ ગૈ.

  30. jayshree said,

    April 8, 2008 @ 10:25 PM

    સાચ્ચે… આખી જ ગઝલ એકદમ સરસ છે.. ગમતા એક-બે શેર શોધવાનુ અશક્ય છે. એક-એક શેર સાથે વાહ અથવા તો આહ નીકળે છે.

    સિંજારવ એટલે? એ સવાલ તો થયો પણ પ્રતિભાવ સુધી જવાની પણ જરૂર ન પડી.

    વિવેકભાઇ, આભાર..

  31. dr dhaval mankad said,

    April 13, 2008 @ 2:53 AM

    મિન્ધલ્ વગર નો મન મેલાપ ગુજરાતિ અને western culture ના વિચરો નુ સરસ blend~ excellent conception of ideas ~

  32. paresh said,

    April 16, 2008 @ 9:16 AM

    All couplets are rich and equivalent to Haansile Gazal. Good and keep it up. Creativity is not everyone’s cup of tea(neither is coffee!)
    People already started identifying me as brother of Yaminiben.
    Pareshbhai, Rajkot

  33. Parixit said,

    April 29, 2008 @ 12:59 AM

    very nice

  34. Purnima-Gaurang Shukla said,

    June 27, 2008 @ 11:01 PM

    June 28, 2008
    ‘SANJIRAV’ word found a new identity in itself. Who listens to it when the two families and two hearts are otherwise busy! great couplets and great poetry. Very well done……Mami & Mama

  35. jigar barfiwala said,

    June 30, 2008 @ 6:14 AM

    hii,,aunti,,,congrats
    this poem is really out standing

  36. vinod parmar said,

    June 30, 2008 @ 1:07 PM

    Wondurful,Congratulation.

  37. vinod parmar said,

    June 30, 2008 @ 1:34 PM

    Wonderful,Congratulation.

  38. મીંઢળ વગર - ગઝલ « niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* said,

    July 29, 2008 @ 3:16 PM

    […] વગર – ગઝલ Jump to Comments આજે મારી દિકરી યામિની ગૌરાંગવ્યાસનું કાવ્ય જે લયસ્તરો પર મુકાયલું.,યામિનીનો પરિચય તથા રસ દર્શન પણ ડો.વિવેકે કરેલું તેનાંથી શરુ કરીએ—ત્યારબાદ બ્લોક પર મૂકાયા ન હોય તેવા કાવ્યો મૂકશુ. […]

  39. u.k.parmar said,

    October 2, 2008 @ 9:05 AM

    excellent

  40. mukesh said,

    December 13, 2008 @ 2:20 AM

    મે સમ્ભલેલિ ગઝલ્માનિ એક સુન્દર ગઝલ. આવિ ગઝલ ફરિ ફરિ લખ્તઆ રેહેજો.

  41. યામિની ગૌરાંગ વ્યાસ ને ૫૦મી વર્ષગાંઠના અભિનંદન « niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* said,

    June 9, 2010 @ 7:07 PM

    […] મીંઢળ વગર – યામિની ગૌરાંગ વ્યાસ […]

  42. Sandhya Bhatt said,

    June 11, 2010 @ 1:10 AM

    યામિની,આજે બહુ દિવસ બાદ નેટ પર જોયું, તારી ગઝલ માટે અનેકગણી શુભ ભાવના.

  43. વિવેક said,

    June 11, 2010 @ 1:31 AM

    ગઈ કાલે જ યામિની વ્યાસની વર્ષગાંઠ પણ ગઈ… કવયિત્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

  44. Yamini Gaurang Vyas said,

    September 25, 2011 @ 10:17 AM

    thank u layastaro and all who read my ghazal

  45. dilip ghaswala said,

    June 21, 2013 @ 6:41 AM

    યમિનિ
    અભિનન્દન
    સરસ ગઝલ
    દિલિપ ઘાસવાલા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment