એ જ લોકો આખરે ફાવી ગયા
જે સમયસર બીજને વાવી ગયા
હિતેન આનંદપરા

(દરવાજાને ખેાલ હવે) – રમેશ પટેલ ‘ક્ષ’

આ સ્તબ્ધ નગરના દરવાજાને ખેાલ હવે,
તું દ્વાર વગરના દરવાજાને ખેાલ હવે!

આ સરસર સરતાં દૃશ્યોને અટકાવ નહીં,
વિક્ષુબ્ધ નજરના દરવાજાને ખોલ હવે !

કંઈ કેમ ભીતરના ભાવ જગતને સ્પર્શે ના?
લે, આજ અસરના દરવાજાને ખેાલ હવે !

તું માર હથેાડા શબ્દો ને સંદર્ભોના,
ને દોસ્ત! ભીતરના દરવાજાને ખેાલ હવે

– રમેશ પટેલ ‘ક્ષ’

ચાર જ શેર, પણ કેવા મજાના!

દરવાજો! કેવી સરસ વિભાવના! જેમાંથી કશું આરપાર જઈ-થઈ જ ન શકે એવી ભીંતમાં શક્યતાઓનું મસમોટું બાકોરું એટલે દરવાજો… પણ આ વાત ઘરના દરવાજાની નહીં, જીવનના દરવાજાની છે… જીવનમાં કેટલી બધી જગ્યાઓએ આપણે કેવળ ભીંત જ બાંધી રાખીએ છીએ એ વિચારવા જેવું છે… આપણે સહુ દરવાજાઓ બંધ કરીને બેઠા છીએ. નવીનતાને કે સત્યને માટે પ્રવેશ જ નથી. નવાઈ વળી એ કે દરવાજાની આ ફ્રેમમાં દ્વાર પણ નથી કે ખોલવાની સંભાવના જન્મે. આપણે સહુ પોતપોતાની માન્યતાઓના બંધ ઘરમાં સદીઓથી કેદ છીએ. નજરની વ્યગ્રતા ઓછી કરી જે છે એનો આનંદ લેવાના બદલે આપણે દુનિયાને અટકાવવા જ મથ્યે રાખીએ છીએ. આ સિકાની બીજી બાજુ એ પણ છે કે બરાબર આ જ રીતે આપણા ભીતરી ભાવ પણ દુનિયા માટે બેઅસરદાર બની ગયા છે. શબ્દો અને સંદર્ભોનો હાથ ઝાલી આ ભીતરી દરવાજા ખોલવાના છે… ખોલીશું?

6 Comments »

  1. કિશોર બારોટ said,

    April 15, 2022 @ 10:56 AM

    સુંદર ગઝલ.

  2. મયૂર કોલડિયા said,

    April 15, 2022 @ 11:11 AM

    સુંદર રચના અને આસ્વાદ દ્વારા રચના સુધીના દરવાજા પણ ખોલી આપ્યા….. વાહ

  3. Harihar Shukla said,

    April 15, 2022 @ 12:09 PM

    ભીતરના દરવાજા ખોલવા માટે કોઈ કળ, કોઈ ચાવી કામમાં ના આવી એટલે હથોડા શબ્દોના અનેસંદર્ભોના અને અદભૂત ગઝલના 👌

  4. Poonam said,

    April 15, 2022 @ 1:55 PM

    લે, આજ અસરના દરવાજાને ખેાલ હવે !
    – રમેશ પટેલ ‘ક્ષ’ – 👌🏻 A(sar) thai jashu…

    Aaswad mast 😊

  5. હરીશ દાસાણી.મુંબઈ said,

    April 15, 2022 @ 4:15 PM

    સૌમ્ય સુંદર મનોહર રચના

  6. pragnajuvyas said,

    April 16, 2022 @ 6:37 AM

    વાહવાહ!
    સુંદર ગઝલ!
    ડૉ વિવેકજીના સ રસ આસ્વાદમા-‘આપણા ભીતરી ભાવ પણ દુનિયા માટે બેઅસરદાર બની ગયા છે. શબ્દો અને સંદર્ભોનો હાથ ઝાલી આ ભીતરી દરવાજા ખોલવાના છે… ખોલીશું?’ વાતે
    સાંપ્રત સમયે -યુક્રેનને અમેરિકા, બ્રિટન સહિતના દેશો દરવાજો ખોલવા માટે આડા રાખવામાં આવતા ઊંટનો દરજ્જો આપે છે જેની ફલશ્રુતિરૂપે હવે યુક્રેનને રશિયાના ખીલાઓ આરપાર નીકળવા લાગ્યા છે. અનેક કિલ્લાઓ પરના સંગ્રામમાં ઊંટ માર્યા ગયેલા છે અને દરવાજાઓ ખુલ્યા નથી એવો મધ્યકાલીન ઇતિહાસ છે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment