ગળે મળતો રહું છે પ્રેમથી જે પણ મને અહીંયા મળે,
હું એ આલિંગનોમાં દરઅસલ આલિંગનોને શોધું છું.
વિવેક મનહર ટેલર

ખંડિત સ્વપ્નના અવશેષ -કિસન સોસા

એવા    વળાંક    પર   હવે   ઊભો છે    કાફલો
અહીંથી  જવાય રણ તરફ,  અહીંથી નદી તરફ

અહીંથી   હું   શ્વેત   શ્વેત  કંઈ  સ્વપ્ને  લચી શકું
અહીંથી     હું   અંધકારની    ખીણે    ખરી    શકું
અહીંથી   હું  ભવ   તરી  શકું -અહીંથી ડૂબી શકું
અહીંથી  જવાય  ક્ષણ તરફ, અહીંથી સદી તરફ
અહીંથી  જવાય રણ તરફ, અહીંથી  નદી  તરફ

અહીંથી   ઉમંગ   ઊડતા   અવસરમાં   જઈ વસું
કે    કાળમીંઢ    વેદનાના    દરમાં     જઈ    વસું
અહીંથી   હું   કબ્રમાં   કે   પછી   ધરમાં  જઈ વસું
અહીંથી જવાય હમણાં-તરફ, અહીંથી કદી-તરફ
અહીંથી   જવાય રણ તરફ,  અહીંથી નદી તરફ …

-કિસન સોસા

3 Comments »

 1. sagarika said,

  March 24, 2007 @ 1:05 pm

  ખુબ જ સરસ, ખરેખર સાચો માર્ગ પસંદ કરવો મુશ્કેલ છે, એક ખોટો નિર્ણય જીંદગી ને અંધારા તરફ ધકેલી દે છે, અને તે ખોટો નિર્ણય કાયમ નડે છે.

 2. કિસન સોસા, Kisan Sosa « ગુજરાતી સારસ્વત પરિચય said,

  July 1, 2007 @ 2:09 am

  […] “અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ, અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.” […]

 3. ભાવિકા સોસા said,

  May 29, 2009 @ 6:02 am

  khub saras Gazal che………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment