કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે;
બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે.
હર્ષદ ત્રિવેદી

ગાતો રહ્યો – ગની દહીંવાલા

સફરમાં કેટલા દિવસો વીતાવ્યા કેટલી રાતો
વિપદને કેવડી વણઝાર કે છેડો ન દેખાતો
કદી આ કાળ કેરી મંજરીના તાલમાં વાગી
પરંતુ સર્વ સંજોગોમાં વણઝારો રહ્યો ગાતો !

– ગની દહીંવાળા

જીંદગીની સફરના અટપટા રસ્તા કાપતા કાપતા બીજું બધું થાય ચાલે, પણ ગીત હોઠ પરથી હટી જાય એ ન જ ચાલે. રસ્તો ભલે આકરો હોય પણ એનેય મન ભરીને માણી લેવો જ જોઈએ. આ વાંચતા જ એક ઝેન-કથા યાદ આવી ગઈ : લીંક.

4 Comments »

 1. Pinki said,

  March 10, 2008 @ 7:03 am

  વાહ્…..

  “ચાહું બસ કે મંઝિલ હમસફર બને,
  સફર કદી તો થોડી આસાન બને.”

  જિંદગી જીવવાની આ જ તો એક સાચી રીત છે!!

  અને હા, zen storyની link માટે ખાસ double thanks !!
  મારા દિકરા તરફથી પણ ….!! ખૂબ જ સરસ છે !!

 2. pragnaju said,

  March 10, 2008 @ 8:52 am

  સરસ
  પરંતુ સર્વ સંજોગોમાં વણઝારો રહ્યો ગાતો !
  વાહ
  યાદ આવ્યા
  આ જીંદગીની એવી સફર રાખીએ છીએ
  કે ઊંટ ઊપર આખ્ખું યે ઘર રાખીએ છીએ.
  કોઈ પણ હો ડગર કબૂલ મને,
  એની સાથે સફર કબૂલ મને.
  એક એનો વિચાર, એનું સ્મરણ
  સાંજ હો કે સહર કબૂલ મને.

 3. વિવેક said,

  March 10, 2008 @ 9:26 am

  સફરમાં જે મજા છે તે મંઝિલમાં ક્યાં હોવાની ?

  મજાનું મુક્તક…

 4. manish said,

  June 23, 2012 @ 11:24 am

  સફરની ક્યાઁ ખોટ હોવાની,
  મંઝિલો છે જ્યાઁ ઘણેી બધેી…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment