જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.
વિવેક મનહર ટેલર

ગઝલ – અનિલ ચાવડા

જો   બારણું   તૂટે   તો  સરખું  કરાય  પાછું,
વાતાવરણ  એ  ઘરનું  ક્યાંથી લવાય પાછું?

ગઈકાલ જે વીતી ગઈ  એ  ઓરડો  નથી કૈં,
કે મન પડે તરત  એમાં  જઈ  શકાય  પાછું.

હો  વૃદ્ધ  કોઈ  એને  દૂધિયા  જો  દાંત  ફૂટે,
તો  શક્ય  છે  કે  બાળક  જેવું થવાય પાછું.

કરમાઈ  જે  ગયું  છે  એ   પુષ્પને  ફરીથી,
એના  જ  મૂળ  રૂપે  ક્યાંથી  લવાય  પાછું ?

નિશ્ચય કરીને ગ્યા છો તો પાર પાડી આવો,
આ સાવ હાથ ખાલી લઈને  અવાય  પાછું ?

એવી  જગાએ  આવી  થંભી  ગયા છીએ કે,
જ્યાં ના વધાય આગળ કે ના વળાય પાછું.

-અનિલ ચાવડા

સંબંધમાં પડેલી તડ જોડાય તોય સાંધો તો જરૂરથી રહી જ જાય છે. આ વાતમાં કશું નવું નથી. પણ કવિનો શબ્દ વર્ષોથી જાણેલી-જીવેલી વાતમાં પણ નાવીન્ય છલકાવી શકે છે એની પ્રતીતિ આ ગઝલનો મત્લાનો શેર કરાવી જાય છે. ઘરના બારણાંને તો દુરસ્ત કરાવી શકાય છે, પણ ઘરના વાતાવરણને ? આમ તો બધા શેર મજાના થયા છે પણ મને સાંભળતાવેંત જ જે ગમી ગયો એ છે બીજા ક્રમનો શેર. ગઈકાલમાં પાછા ન ફરી શકાવાની વિવશતાને કેવી સરસ રીતે કવિ ઓરડા સાથે સાંકળી લે છે. (અનિલના મોઢે અમદાવાદની રેસ્ટોરન્ટમાં સાંભળેલી કેટલીક ગઝલોમાંની આ એક યાદગાર ગઝલ…. એક આવી જ ગઝલ આવતા અઠવાડિયે પણ…)

26 Comments »

 1. વિવેક said,

  March 6, 2008 @ 12:37 am

  ગઝલનો છેલ્લો શેર વાંચીને કિસન સોસાનો એક શેર યાદ આવી ગયો:
  એવા વળાંક પર હવે ઊભો છે કાફલો,
  અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.

  એક શેર મને મારો ય યાદ આવે છે:
  જીવનમાં એક પળ કદી એવી ય આવશે,
  પાછાં જવાય નહિ અને આગળ વધાય નહિ
  .
  (http://vmtailor.com/archives/22)

 2. Natver Mehta(Lake Hopatcong, NJ,USA) said,

  March 6, 2008 @ 9:10 am

  લખી નાખ્યું એક ગઝલમાં ને થોડા શબ્દમાં,
  હવે લાગે છે કે એનાથી વધુ લખાય નહિં…….

  ક્યારેક એવી પણ ઘડી આવે કે વિચારો આવે ઘણા મનમાં
  લખવું હોય ઘણુ તો ય લખાય નહિં ને પાછું ભુલાય નહિં…..

  વિવેકનો આભાર કે આવી સરસ સવલત પુરી પાડે છે ને રોજ નવું નવું લાવે છે!!

 3. pragnaju said,

  March 6, 2008 @ 10:26 am

  મઝાની ગઝલ

  હો વૃદ્ધ કોઈ એને દૂધિયા જો દાંત ફૂટે,
  તો શક્ય છે કે બાળક જેવું થવાય પાછું.
  તો મારી જ વાત લાગી!
  યાદ આવી
  હવે ઉપમેય આ ચંદ્રની સાચી કદર થાશે
  હું ઈચ્છું છું ચન્દ્રમાં જઈ પાછું ફરે કોઈ!

 4. Vijay Bhatt ( Los Angeles) said,

  March 6, 2008 @ 6:36 pm

  Wah wah! Anil Chavada Kya. Very good ! Last Sher is too good.
  Also, Vivek’s sher in comments stills the appreciation:
  જીવનમાં એક પળ કદી એવી ય આવશે,
  પાછાં જવાય નહિ અને આગળ વધાય નહિ.
  is also equally effective!

 5. shaileshpandya BHINASH said,

  March 7, 2008 @ 3:14 am

  very nice dear………….good……………

 6. Ashok makwana said,

  March 7, 2008 @ 5:08 am

  Karmai j gayu chhe e pushpne farithi,
  ena j mul rupe kyathi lavay pachhu?

  kya baat hai ANILBHAI CHAVDA….

  Aa gazal agau ‘shabdshrushti’ma pan vanchva mali hati.

 7. સુનીલ શાહ said,

  March 7, 2008 @ 8:58 am

  જો બારણું તૂટે તો સરખું કરાય પાછું,
  વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?

  મત્લાના આ શૅરમાં હૃદય સોંસરવો સવાલ છે..
  સરસ ગઝલ, સરસ રસદર્શન.

 8. ડો.મહેશ રાવલ said,

  March 7, 2008 @ 9:03 am

  સુંદર ગઝલ ગઝલ લખાઈ છે-અભિનંદન અનિલ !
  નવોદિતોની કલમ પાસે પણ નવા વિષયો અને બળુકી અભિવ્યક્તિનું સામર્થ્ય ઉપલબ્ધ થતું જાય છે એ વાતનો આનંદ છે.
  -આભાર વિવેકભાઈ
  -આભાર લયસ્તરો!

 9. chetu said,

  March 7, 2008 @ 9:40 am

  ખૂબ સરસ ગઝલ ….અભિનંદન ..!

 10. સુરેશ જાની said,

  March 7, 2008 @ 9:57 am

  સરસ ગઝલ. ગમી.

 11. Akbar Lokhandwala said,

  March 7, 2008 @ 1:08 pm

  Good one and toching…………

 12. ઊર્મિ said,

  March 7, 2008 @ 4:00 pm

  વાહ… આખી ગઝલ નખશિખ સુંદર…!!

 13. hitesh joshi said,

  March 8, 2008 @ 12:16 am

  ખુબ ખુબ અભિનન્દન ઘનિ સરસ રચન બહુ જ સરસ અને ઉત્તમ કમ જોવ મલ્યુ

 14. Nagji Barot said,

  March 8, 2008 @ 9:57 am

  Bahu Sundar Gajal Bani chhe, Wah!!! Wah!! Sayar Saheb!!!!!

 15. joshi jigar said,

  March 9, 2008 @ 3:35 pm

  I love you dear

 16. raeesh maniar said,

  March 11, 2008 @ 3:09 am

  સરસ ગઝલ છે. અનીલ ચાવડાની રચનાઓ મને હંમેશ ગમી છે. એમની પ્રગતિ માટે શુભેચ્છા પાઠવું છુ. ગઝલોના માધ્યમ્થી જીવન નો મર્મ શોધવા ની એમની તલાશ સાર્થક નીવડે એ જ અભ્યર્થના.
  ભાઇ અનીલ, આ દ્વિખંડી છ્ન્દ હોવાથી અર્ધપંક્તિ પર યતિ આવે. બીજા શેરમાં ‘એમાં’ પર યતિભંગ થાય છે. તપાસી જોવા નમ્ર સૂચન છે

 17. anil chavda said,

  March 12, 2008 @ 4:08 am

  રઇશ ભાઇ, તમે મારી ગઝલો વાંચો છો એ જ મારા માટે મોટી વાત છે.
  આ ગઝલ જ્યાં થી લેવામાં આવી છે એ મૂળ કૃતિમાં જ છાપવામાં ભૂલ થઈ હતી.. જેથી એ ભૂલ આહી સુધી પહોચી.. આપે જે ભૂલ દર્શાવી એ મૂળ શેર આ પ્રમાણે છે:

  \”ગઇ કાલ જે વીતી ગઇ એ ઓરડો નથી કૈ,
  કે મન થતાં જ એમા ચાલ્યા જ્વાય પાછું.\”

  મારી ભૂલ તરફ ધ્યાન દોરવા બદલ આપનો આભારી છું રઇશભાઇ.
  વિવેક્ભાઇનો પણ આભારી છું જેઓએ મારી ગઝલો અનેક લોકો સુધી પહોચાડી છે.

  Thank u Raisbhai…
  Thank u Vivekbhai…
  mari kavitana vanchkono pan khub j aabhari chu.

 18. Patel Hema. said,

  March 13, 2008 @ 8:25 am

  V. TOUCHI FEELINGS.
  REALLY. A DISTANCE IN A REALATION ONCE ARRISE, CAN LEAD A RELATION ON WHEEL CHAIR. NOT IN ITS ORIGINAL SITUATION.

 19. Arif Khan said,

  March 14, 2008 @ 5:27 am

  ઘણિ સરસ ગઝલ જાણે પોતાનિજ વાત આરિફ ખાન

 20. Chavda Rakesh said,

  January 9, 2009 @ 4:15 am

  Anil Chavda’s gazal expose the rude culture of the human Life which also expose what is the problem of the life.

 21. Parmar Gaurang said,

  January 9, 2009 @ 4:18 am

  I most like his Gazals. his gazal gives me a new thoughts.

 22. અનામી said,

  January 9, 2009 @ 8:10 am

  સરસ ગઝલ.

 23. suresh said,

  February 22, 2010 @ 7:56 am

  jo barnu tute to sarkhu karay pachhu
  vatavaran e ghar nu kya thi lavay pachhu
  pehla j sher thi j aakhi gazal upde 6e. vatavaran pachhu lavvani vat gajab ni 6e.

 24. Rakesh Chavda said,

  March 9, 2010 @ 8:55 am

  I like the Anil Chavda’s gazals very much. His gazal’s inspiring me and haunting my soul. I Love You Anilaya.

 25. Chavda Rakesh said,

  March 14, 2010 @ 10:23 am

  અનિલ એ અત્યાર ના સમય નો લોકપ્રિય કવિ છે.

 26. Chavda Rakesh said,

  December 9, 2010 @ 3:32 pm

  ક્યાં બાત હે, અંતરના ઉર માં બફાટ થઈ ગયો છે, ભાઈ લખે લખે રાખ તું, હું અંદર ઉતારતો જઉં છુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment