જાણ છે - કોનાં સ્મરણરૂપે તું છે ?
આંસુ, વ્હાલા; આટલું બરછટ ન હો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

નહીં રહે – મરીઝ

જયારે હૃદયમાં કોઈ કશો ગમ નહીં રહે,
મારો સ્વભાવ આવો મુલાયમ નહીં રહે.

નિર્ભર પ્રસંગો પર છે જીવનભરનો કારભાર,
સુખની શી વાત ? દુઃખ અહીં કાયમ નહીં રહે.

બાકી રહે જો બાગ તો છે પાનખર કબૂલ,
એમાં ભલે વસંતની મોસમ નહીં રહે.

એ બ્હાને એની સાથ કરી લઉં છું વાતચીત,
છો નાકબૂલ થાય, અરજ કમ નહીં રહે.

ન ઘડ તું વર્તમાનને ભાવિના આશરે,
આજે છે જેવી કાલે એ આલમ નહીં રહે.

એ જાણતા નથી, બહુ મોડું થઇ ચૂક્યું,
એ આવશે ‘મરીઝ’ અહીં દમ નહીં રહે.

-મરીઝ

6 Comments »

 1. ડૉ.મહેશ રાવલ said,

  September 8, 2013 @ 3:08 am

  જનાબ મરીઝસાહેબની ગઝલમાં સહજ અભિવ્યક્તિના કામણ સહુને સ્પર્શે છે…..એમાંય,
  અગમવાણી જેવો આ શેર થોડામાં ઘણું કહી રહ્યો છે…
  ન ઘડ તું વર્તમાનને ભાવિના આશરે,
  આજે છે જેવી, કાલે એ આલમ નહીં રહે.

 2. perpoto said,

  September 8, 2013 @ 5:00 am

  શ્વાસ છે ત્યાં સુધી બધું તોડફોડ થતું રહ્યું
  પછી બંધ પડેલી મીલના ભુંગળા જેવું ભેંકાર બધું…

 3. Maheshchandra Naik (Canada) said,

  September 8, 2013 @ 8:54 pm

  મરીઝ સાહેબની ગઝલના બધા જ શેર માર્મીક હોય છે અને ઘણુ બધુ કહી જાય છે…………………..

 4. jigar joshi prem said,

  September 12, 2013 @ 12:12 am

  ક્યા બાત

 5. uday dholariya said,

  January 29, 2014 @ 3:17 am

  aaj aapni gazal vachine maru dard bhi ochu thay chhe
  aa duniya ma kya koine aapdi kadar thay chhe
  sanskar na name hath to mukay chhe uday
  pan jindgi kya aap vina jivay chhe

 6. jaldhi said,

  December 17, 2016 @ 10:46 am

  vaaah bdha sher sundar che bt એ બ્હાને એની સાથ કરી લઉં છું વાતચીત,છો નાકબૂલ થાય, અરજ કમ નહીં રહે…aa sher maro favorite che

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment