પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ,
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.
હેમેન શાહ

એવું એકાદ કોઈ ગામ હોય ! -કરસનદાસ લુહાર

એવું એકાદ કોઈ ગામ હોય…!
.           ચીંધ્યું ચીંધાય એવી દિશામાં નો’ય
.             અને નક્શામાં જેનું ના નામ હોય !

સૂરજની સ્હેજ આંખ ઊઘડતાં કોતિકડું
.                    સંતાતું ક્યાંક ચૂપચાપ;
અંધારાં ઊતરીને હમચી ખૂંદેને પછી
.                    હાજરાહજૂર આપોઆપ !
પંડ્ય તણા પાછોતરા પડછાયા પહેરવા
.                  સૂરજની ખોજ અવિરામ હોય !
.                    એવું એકાદ કોઈ ગામ હોય !

ખેલાતી હોય ધૂમ ચોપાટ્યું ચોકમાં
.              ને દોમદોમ ડાયરાઓ ડેલીએ,
કોરો રહેલ કોઈ ચૂલો પલાળવાને
.                  ત્રાટકતું હોય કોઈ હેલીએ !
ઓલ્યે ભવ અધપીધા હુક્કાનો કેફ
.               જાણે પૂરો કરવાનો નો આમ હોય ?
.                      એવું એકાદ કોઈ ગામ હોય !

-કરસનદાસ લુહાર

ક્યાંય શું બચ્યું છે આવું એકાદું ગામ હજી? ચીંધી શકાય એવી દિશામાં ન હોય અને નક્શામાં કશો ઉલ્લેખ પણ ન હોય એવી વાત કરીને કવિ કયા ગામની વાત કરી રહ્યા છે? ચર્ચાને અવકાશ આપીએ…?

7 Comments »

  1. ભાવના શુક્લ said,

    February 10, 2008 @ 1:03 PM

    પ્રેમની અનુભુતીમા તરબોળ મહાલતુ અંતર મન સાવ એકલુ ને તોય ભરેલુ ભરેલુ લાગે તે જ આ..
    ખેલાતી હોય ધૂમ ચોપાટ્યું ચોકમાં
    . ને દોમદોમ ડાયરાઓ ડેલીએ,
    કોરો રહેલ કોઈ ચૂલો પલાળવાને
    . ત્રાટકતું હોય કોઈ હેલીએ !

  2. Harshad Jangla said,

    February 10, 2008 @ 9:28 PM

    વિવેકભાઈ
    હમચી શબ્દ નવો છે, અર્થ કહેશો please?

    -હર્ષદ જાંગલા
    એટલાન્ટા, યુએસએ

  3. વિવેક said,

    February 11, 2008 @ 1:29 AM

    હમચી એટલે “સ્ત્રીઓનું તાળીઓ વગાડતાં અને ગાતાં કરાતું એક સમૂહનૃત્ત”

    હમચી ખૂંદવી એટલે “હમચી લેવી. (૨) ધીંગાણું કરવું”

  4. bhavin said,

    February 11, 2008 @ 6:05 AM

    નવિ પોસ્ટ ઇમૈલ દ્વ્વારા મેળવ્વા કેવિરિતે બ્લોગ મા જોઇન્ટ થવ્વુ

  5. pragnaju said,

    February 11, 2008 @ 9:45 AM

    સુંદર ગીત
    અંધારાં ઊતરીને હમચી ખૂંદેને પછી
    હાજરાહજૂર આપોઆપ !
    પંડ્ય તણા પાછોતરા પડછાયા પહેરવા
    સૂરજની ખોજ અવિરામ હોય !
    એવું એકાદ કોઈ ગામ હોય !
    આ કલ્પના અમારા જેવા બેવતનીઓને ેઆનંદ કરાવે
    બાકીનાને તો આવી કલ્પના પણ આવ ેકે કેમ?
    આવા ગામોનેે તો ગીતમાં સાંભળેલા ું હોય
    “રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
    સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!”
    કે પછી.
    તારે ગામ વીજળીદીવા,
    મારે આંહીં અંધારાં પીવાં.!

  6. Harshad Jangla said,

    February 12, 2008 @ 11:39 PM

    આભાર વિવેકભાઈ

  7. અનામી said,

    December 5, 2008 @ 12:46 PM

    એવું એકાદ કોઈ ગામ હોય…!
    . ચીંધ્યું ચીંધાય એવી દિશામાં નો’ય
    . અને નક્શામાં જેનું ના નામ હોય !

    અદભુત!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment