જઈને વતનમાં એટલું જોયું અમે 'મરીઝ',
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.
મરીઝ

ગઝલ – બરકત વિરાણી ‘બેફામ’

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.

વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો,
બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી.

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.

– બરકત વિરાણી ‘બેફામ’

બેફામસાહેબની એક સદાબહાર ગઝલ… સમયની એરણ પર સાબિત થયેલું આપણી ભાષાનું આ નરવું મોતી ‘લયસ્તરો’ના ખજાનામાં હતું જ નહીં. એટલે આજે…

15 Comments »

 1. Pinki said,

  January 24, 2008 @ 7:34 am

  ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
  કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

  ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
  તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

  બેમિસાલ ગઝલ…..ના બે બેમિસાલ શેર……. !!

 2. pragnaju said,

  January 24, 2008 @ 9:54 am

  કલમ તારી એવી ‘બેફામ’
  બધાં જ તને કરે સલામ !
  વારંવાર માણેલી છતાં તરોતાજા લાગતી સુંદર ગઝલ
  તેમાં
  બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
  વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.
  વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો,
  બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી.
  વાહ
  .સ્થુળ હ્રુદયની વાત લઈએ તો બિમાર હૃદય સારૂં કરવા માટે લાબા સમય સુધી દવાઓનું સેવન કરવું પડે છે. બિમારી વધી જાય તો ઓપરેશન પણ કરાવવાની જરૂરીયાત ઉભી થાય છે.વળી ઓપરેશન પછી પણ મારી જેમ દશા સારી નથી હોતી!

 3. ભાવના શુક્લ said,

  January 24, 2008 @ 11:55 am

  આદરણીય પુજ્ય મોરારીબાપુ જ્યારે તેમના નરવા કંઠે આ ગઝલ ગાતા ત્યાતે ૧૨-૧૩ વર્ષની ઉમરે એ બેફામસાહેબ કે ગઝલ વિશે ભાનમાત્ર પણ ન હતુ પરંતુ ત્યારથી માત્ર ગમતી નહી પણ લોહીમા વણાઈ ગયેલી રચના!!!
  આફરીન!!!!
  …………………………………………….
  ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
  તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

 4. Rajesh Trivedi said,

  January 30, 2008 @ 6:46 am

  આ જગતનું એકદમ વરવું સત્ય. વાહ બેફામ……..

 5. Kashyap Thakar said,

  July 11, 2008 @ 10:24 pm

  વાહ્ બેફામ સાહેબ યાદ આવેી ગયા. ગાન્ધિનગરં ખાતે ભા ઇ અનવર વિરાનેીના ઘરે આવતા.

  તેમનેી ગઝલ જેવા જ સિધા સાદા. અને વાત કરે અસરકારક અને સચોત. ગુજરાતિ અમર ફિલ્મ અખન્દ સૌ ભાગ્યવતેી ના સર્જક્. ફિલ્મ સફલ અને સર્જક બરબાદ. તેમના સાદા સ્વભવ ન કારને ફિલ્મલાઇનમા ન ફાવ્યા.

  ‘બેફમ તોયે કેતલુ થાકેી જવુ પદેીયુ ,
  ‘નાહિ તો જિવનનો માર્ગ ચ્હે ઘરથેી કબર સુધિ.’

  કશ્યપ થાકર્ , એતલાન્તા, યુ એસ એ.

 6. પ્રતિક ચૌધરી said,

  August 31, 2008 @ 12:22 am

  ‘લયસ્તરો’ને “બેફામ” ની ગઝલ “નયન ને બંધ રાખીને” મોકલવા વિનંતી.

 7. પ્રતિક ચૌધરી said,

  August 31, 2008 @ 12:53 am

  “બેફામ”ની એક ગઝલ ના કેટલાક શેર…..

  સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
  ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

  તમે મારા થયા નહી તોય મારા માનવાનો છું,
  કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.

  ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
  છે એ એવી દશા, જે કોઈ પરદામાં નથી હોતી.

  કોઈ આ વાતને સંજોગનો સ્વીકાર ના માને,
  જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.

  બધે મારા કદમોની છાપના જોયા કરે લોકો,
  કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી.

  મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
  ફિકર પોતાની કોઈને ય નિદ્રામાં નથી હોતી.

  ગઝલમાં એજ કારણથી હું મૌલિક હોઉં છું “બેફામ”
  પીડા મારા દુઃખોની કોઈ બીજામાં નથી હોતી.

 8. વિવેક said,

  August 31, 2008 @ 2:27 am

  પ્રિય પ્રતિકભાઈ,

  આવતા અઠવાડિયે આપની ફરમાઈશ જરૂર પૂરી થશે… આપના ઉષ્માસભર પ્રતિભાવો બદલ ખૂબ ખૂબ આભાર…

 9. પ્રતિક ચૌધરી said,

  August 31, 2008 @ 2:52 am

  પ્રિય વિવેકભાઈ,

  મને પ્રતિક કહો, હું માત્ર ૧૮ વર્ષનો જ છું અને મારા પ્રતિભાવોના પ્રતિભાવ નહિ આપો તોય ચાલશે.આમ સસ્તામાં ન પતાવો યાર…..આપની સાથ હું દુર સુધી ચાલીશ,રાહ કાંટાળો છે તો ચિંતા ના કરો,હું આગળ ચાલીશ, તમે મારા પગલાં પર પગ માંડજો.

 10. joshi himanshu r said,

  August 21, 2009 @ 9:26 am

  jagat ma have befam saheb jeva mahan gajlkar nahi mle.

 11. Umesh Vyas said,

  October 25, 2009 @ 1:27 am

  કબર મા જઇને રહેશ તો ફરિસ્તઓ ઉભા ર્ હેશે
  અહિ બેફામ કોઇ જગા સારિ નથિ હોતિ

  વાહ્ બેફામ્
  જે સારા હોય ચે અએ નિ દશા સા રિ નથિ હોતિ
  વાહ્

 12. vikram jodhani said,

  April 3, 2010 @ 12:43 am

  હુ ‘બિ.ફાર્મ’ કરુ ચ્હુ.પન આ ગઝલ વાન્ચિને થાય ચ્હે કે, ‘બિ.ફાર્મ’ ને બદલે ‘બેફામ’ થઇ જાઉ..!!

 13. Devan Bhatt said,

  August 17, 2011 @ 5:19 pm

  AMARI BHULO NE TAMARI BHULO,
  VIDHI NI BHULO PHARI THI GANU SHUN,
  NAUKA DUBI GAYA PACHI SAFAR NI VAAT PHARI THI KARU SHUN..?

 14. JAGDISH VADHER said,

  September 12, 2015 @ 4:15 am

  VERY DECENT AND TOUCHING WORDING MY BELOVED GHAZALKAR.

  IT FEET IT…

 15. JAGDISH VADHER said,

  September 12, 2015 @ 4:15 am

  VERY DECENT AND TOUCHING WORDING MY BELOVED GHAZALKAR.

  IT FEEL IT…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment