રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.
અનિલ જોશી

ગઝલ – બાપુભાઈ ગઢવી

ફરી ચાલ, નખને અણી કાઢીએ;
ફરી સ્પર્શ તાજા ખણી કાઢીએ !

શરત આવવાની હો તારી અગર;
બધાં પાન વનનાં ગણી કાઢીએ !

બધી કોર તારી પ્રતીક્ષા કરી;
હવે દોટ કોના ભણી કાઢીએ ?

તને કેવી રીતે ભૂલી જાઈએં ?
કઈ પેર પગની કણી કાઢીએ ?

ઈ તો આપમેળે ઊગે-પાંગરે;
ઈને ચ્યમ કરી ઝટ ચણી કાઢીએ ?

– બાપુભાઈ ગઢવી

પ્રશિસ્ત ગુજરાતીમાં શરૂ થઈ અચાનક તળપદી ગઢવી ભાષામાં ડૂબકી મારતી હોવા છતાં નખશિખ આસ્વાદ્ય ગઝલ… પ્રતીક્ષા વિશે આવી મજાની ગઝલો બહુ જૂજ લખાઈ હશે… સલામ, કવિ !

14 Comments »

 1. DINESH said,

  August 3, 2013 @ 3:24 am

  ઈ તો આપમેળે ઊગે-પાંગરે;
  ઈને ચ્યમ કરી ઝટ ચણી કાઢીએ ?

 2. kalpan said,

  August 3, 2013 @ 3:54 am

  સુન્દર્..

 3. vineshchandra chhotai said,

  August 3, 2013 @ 6:51 am

  બહુ જ સરસ વાતો ………………………ધન્યવદ , ને અભિનદન

 4. Laxmi Dobariya said,

  August 3, 2013 @ 9:27 am

  ખૂબ સરસ ગઝલ.. વગડાના પાન ગણવાની તૈયારી જ બતાવે છે કે પ્રતિક્ષા નો કેવો મહિમા છે. આ સુંદર અને સહજ ગઝલ મૂકવા બદલ અભિનંદન.

 5. PRAGNYA said,

  August 3, 2013 @ 9:48 am

  ફરી ચાલ, નખને અણી કાઢીએ;
  ફરી સ્પર્શ તાજા ખણી કાઢીએ !–ખુબ સરસ!!!

 6. milind gadhavi said,

  August 3, 2013 @ 10:32 am

  ekla ekla pathan kariye to y maja pade aevi gazal che aa…
  bapubhai nu bhashakarm j aemni saralta ne unchaayi bakhshe che…

 7. Maheshchandra Naik (Canada) said,

  August 3, 2013 @ 2:49 pm

  સરસ રચના…………………

 8. Rina said,

  August 3, 2013 @ 11:04 pm

  શરત આવવાની હો તારી અગર;
  બધાં પાન વનનાં ગણી કાઢીએ !

  બધી કોર તારી પ્રતીક્ષા કરી;
  હવે દોટ કોના ભણી કાઢીએ ?

  તને કેવી રીતે ભૂલી જાઈએં ?
  કઈ પેર પગની કણી કાઢીએ ?

  Waaaaahhh

  Happy friendship day to LAYASTARO and its awesome foursome. ..:)

 9. sudhir patel said,

  August 3, 2013 @ 11:25 pm

  ખૂબ સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 10. sudhir patel said,

  August 3, 2013 @ 11:27 pm

  બે કાફિયા જેવો આનંદ આપતી મસ્ત ગઝલ!
  સુધીર પટેલ.

 11. Harshad said,

  August 4, 2013 @ 10:42 am

  Bhai,
  Bahut khub!!!

 12. La' Kant said,

  August 5, 2013 @ 12:45 am

  ‘પ્રેમ’ યા કોઇના પ્રતિ “લગાવ” જસ્ટ સહજ કુદરતી રીતે થૈ જાય તેને કેમ ,કેવી રીતે ખાળવો કે ટાળવો,
  કે પછી પાંગરતો રહે રેમ પોશવો એ એક સ્વ-પસંદ્ ગી ની વાત !
  હકિકતમાં , ‘જીવન” એટલે પ્રતીક્શા” જ, કારંણકે, આપણા હાથની વાત તો એ જ છે.
  -લા’કાંત /5-8-13

 13. AMBR VYAS said,

  August 5, 2013 @ 1:16 am

  સરસ ખુબજ સરસ

 14. Deval said,

  August 5, 2013 @ 9:12 am

  @Vivek Sir : 4th sher no aaswad karvasho pls? mane naa samjayo ae sher.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment