હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંકમાં રાખી મને વહતી રહે.
વિવેક મનહર ટેલર

બક્ષિસ – સુન્દરમ્

રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને
તેં તારા ઠમકારથી સકળનાં ચોરી લીધાં ચિત્તને,
રાજા ત્યાં હરખ્યો, સભા ખુશ થઈ : ‘માંગી લિયો ચાહ્ય સો.’
બંને આપણ થંભિયા પણ ન કૈં સૂઝ્યું જ શું માંગવું,
ને પાછાં હસી આપણે મનભરી ગાયા બજાવ્યું કર્યું.

– સુન્દરમ્

પાંચ જ લીટીમાં કેવી સરસ વાત ! સાચો કળાકાર માત્ર કદરનો જ ભૂખ્યો હોય છે, ઈનામ-અકરામનો નહીં… ખરું ને ?

1 Comment »

  1. perpoto said,

    August 2, 2013 @ 3:19 AM

    સાચો કલાકાર નિજાનંદ માટે સર્જન કરે છે….
    કલા જ્યારે વેચાવા નીકળે છે,ત્યારે મુસીબત ઊભી થાય છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment