અમે તો સૂઈ લીધું રાત આખી શાંત નિદ્રામાં,
નડી તમને એ વાતો જે તમે રાખી હતી મોઘમ.
વિવેક મનહર ટેલર

બાંધ્યું છે – અનિલ ચાવડા

આ કેવું બંધન બાંધ્યું છે ?
માણસ અંદર મન બાંધ્યું છે.

જીવ આવ્યો છે પ્રવાસ કરવા,
શરીરનું વાહન બાંધ્યું છે.

મેઘધનુના નામે આભે,
માદળિયું પાવન બાંધ્યું છે.

તું પોતે જો ફૂલ હોય તો,
હાથે કાં ચંદન બાંધ્યું છે ?

– અનિલ ચાવડા

સ્વયંસિદ્ધ કવિની સ્વયંસિદ્ધા ગઝલ… બીજા અને ત્રીજા શેરમાં કવિની કલ્પનાશક્તિ એની ચરમસીમાએ પહોંચી છે.

9 Comments »

 1. Rina said,

  July 19, 2013 @ 9:40 am

  Awesome. …

 2. Anil Chavda said,

  July 19, 2013 @ 10:00 am

  આભાર વિવેકભાઈ,
  આપની કવિતાપ્રિતી, કવિપ્રિતી અને કવિતાની પસંદગીની પ્રિતી આ ત્રણેનો હું હંમેશા આશક રહ્યો છું. આ ત્રણેને દિલથી સલામ…

  આપના લયસ્તરોએ મારી કવિતાના લયને અનેક લોકો સુધી પહોંચાડ્યો છે, એનો હું કાયમી ઋણી છું.

 3. Ramesh Patel said,

  July 20, 2013 @ 12:28 am

  વાહ! શ્રી અનિલભાઈ

  તમે ગઝલમાં સૌના મનને બાંધી દીધું. કવિ અને કલ્પના, મેઘધનુષના રંગો જેવી દેદીપ્યમાન છે..બળુકી ગઝલને ડો.શ્રી વિવેકભાઈની વધામણી કેમ ના હોય? ખૂબખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. perpoto said,

  July 20, 2013 @ 5:09 am

  સુંદર અભિવ્યક્તિ…

  પુછો મોતને
  તમે રાચો બાંધ્યું છે
  શ્વાસ કવચ

 5. Manubhai Raval said,

  July 20, 2013 @ 5:16 am

  જીવ આવ્યો છે પ્રવાસ કરવા,
  શરીરનું વાહન બાંધ્યું છે.
  ખુબ સરસ

 6. Pravin Shah said,

  July 20, 2013 @ 7:42 am

  શરીરનું વાહન બાંધ્યું છે…..સરસ !

 7. Mahendrasinh Padhiyar said,

  July 20, 2013 @ 10:39 am

  જીવ આવ્યો છે પ્રવાસ કરવા,
  શરીરનું વાહન બાંધ્યું છે.
  ખૂબ સરસ ….અનિલભાઈ…..!

 8. smita parkar said,

  July 24, 2013 @ 5:04 am

  જીવ આવ્યો છે પ્રવાસ કરવા,
  શરીરનું વાહન બાંધ્યું છે……ખુબ સરસ .અનિલભાઈ

 9. bhavesh the rock said,

  September 3, 2013 @ 3:15 am

  Nice anilbhai

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment