જમાનાના ખાધેલ હૈયાને પૂછો, અમે શું ગુમાવ્યું ને શું મેળવ્યું છે !
અમસ્તી નિછાવર નથી ‘શૂન્ય કીધી, ફક્ત એક નજર પર યુગોની કમાણી !
શૂન્ય પાલનપુરી

‘મા’ સિરિયલ – કીર્તિકાંત પુરોહિત

પ્રથમ એપિસોડ:

દીકરો રડ્યો
મા ઊઠી
લીધો અંકે
છાતીએથી અમૃતકુંભ ફૂટ્યો.

દ્વિતીય એપિસોડ:

દીકરો ખુશ
મા ખુશખુશાલ
લીધાં ઓવારણાં
અક્ષત-કંકુનો કળશ ફૂટ્યો.

તૃતીય એપિસોડ:

મા કણસી
દીકરો ઊઠ્યો
ગંગાજળ પાન દીધાં
માટીનો ઘડો ફૂટ્યો.

ચતુર્થ એપિસોડ:

– તે પહેલા નિર્માતાએ
સિરિયલ સંકેલી લીધી.

– કીર્તિકાંત પુરોહિત

સિરિયલની વાત છે એટલે દરેક એપિસોડ કવિએ મેલોડ્રામાથી ભરેલો જ રાખ્યો છે. શબ્દોની ખૂબ કાળજીથી પસંદગી કરી છે અને એમાંથી ચોટ ઉપજાવી છે. અમૃતકુંભ અને અક્ષત-કંકુ કળશથી માટીના ઘડા સુધીની સફર કવિ ત્રણ ‘એપિસોડ’ અને ગણીને બાર લીટીમાં કરાવી દે છે.

આ ‘સિરિયલો’ના છિછરાંપણા પર કટાક્ષ છે ? કે પછી સંબંધોના ‘સિરિયલીકરણ’ પર ટીકા છે ? – એ તો તમે જાણો !

7 Comments »

 1. pragnaju said,

  January 9, 2008 @ 9:38 am

  કટાક્ષ કહો કે સબંધોનું સિરિયલીકરણ પણ આ રચનામાં જીવનની નરદમ વાસ્તવિકતા સચોટ રીતે વર્ણવી- મોરારીબાપુ જેવા સંતોની જેમ ઉતરાખંડ આવે તે પહેલા જ કથા પૂરી કરે છે -તેમ ત્રીજા અને છેલ્લા એપીસોડમાં સંપન્ન કરી દીધી….
  પઢતે હિ હમ હો ગયે નિહાલ!

 2. Pinki said,

  January 9, 2008 @ 12:20 pm

  હૃદયસ્પર્શી. રચના…… !!

  અંત અચાનક તંદ્રામાંથી જાગૃત કરી દે છે કે
  સિરિયલની વાત છે કંઈ કવિતા નથી …..?!!

 3. shriya said,

  January 10, 2008 @ 5:47 pm

  ‘સિરિયલોની આછ્ક્લાઈ પર કટાક્ષ અને સંબંધોના ‘સિરિયલીકરણ’ પર ટીકા બન્ને બહુ ખુબ સરસ રીતે કવિએ કરી છે!

 4. Kirtikant Purohit said,

  January 20, 2008 @ 12:58 pm

  આભાર ધવલભાઈ,

  મારી રચના પસંદ કરવા બદલ અને ભાવકોને રસાસ્વાદ કરાવવા બદલ. આપની ગુજરાતી ભકિતને પ્રણામ અને બ્લોગને અભિનંદન.

  —કીર્તિકાન્ત પુરોહિત.

 5. nilamdoshi said,

  May 7, 2008 @ 11:42 am

  ખુબ સુન્દર રચના.

 6. રમેશ સરવૈયા said,

  May 2, 2011 @ 4:56 am

  કીર્તિકાંતજી આપની લાગણીઓ ને સો સો સલામ
  નિર્માતા ને ખબર છે કે આગળના એપિસોડ કોઈ જોશે નહી કારણ કે ઘેરે ઘેરે ભજવાય છે.
  ઘડો ફુટ્યો ઠીકરામા લાગણીઓ વિખરાય છે.
  સમયને ચાકડે માં તુ ફોટા માય વિસરાય છે.
  બીજી પંક્તિઓ ફરી કયારેક

 7. Mr.P.P.Shah said,

  October 18, 2013 @ 6:46 pm

  કિર્તિકાન્ત્જેી અને રમેશ્ભાઈ બન્નેઅએ સન્વેદ્નનાઓને જબ્બર્જસ્ત રિતે જગ્વિ .લાગ્નિશિલ્ને હચ્માચાવિ દે
  Guajarati couldn’t type anymore.
  I found very impressive one. last two connected line by Rameshbhai are very very sensitive especially the word thikra and chakde with pras of last two words. It brought tears in my eyes being very sensitive. It really impacted my heart taking deep to memory line -P.P.Shah

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment