ભીડ્યાં હો શક્યતાનાં ભલે દ્વાર જોર થી,
હું તો હવા છું, મારે તો તિરાડ બસ હતી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગિરીશ મકવાણા

ગિરીશ મકવાણા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - ગિરીશ મકવાણાગઝલ – ગિરીશ મકવાણા

તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે ?
ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે.

ત્રાટકતી હોય વેદનાની વીજળી સદા,
કાગળમાં શબ્દ તારથી અર્થિંગ થઈ શકે.

સ્કૂટરની બેકસીટથી ડોકાઈ જાય તે,
ખાલીપો ફ્રંટ-ગ્લાસથી ફીલિંગ થઈ શકે.

ઍનાલિસિસ ફૂલનું કરતું રહ્યા પછી,
ક્યાંથી લીલેરી મ્હેકનો સ્પેલિંગ થઈ શકે ?

ઑગાળી તારી યાદનો આઈસ હાથમાં,
હોવાના હંસથી પછી સ્વિમિંગ થઈ શકે.

-ગિરીશ મકવાણા

આજે એક ગુજલિશ ગઝલ. વાંચતાની સાથે મહોબ્બત થઈ જાય એવી. સહજ. સરળ. મુખર. સ્કૂટરની પાછળની સીટ પરથી ડોકાતા ખાલીપાને ફ્રંટ-ગ્લાસથી અનુભવવાનું કલ્પન અને હોવાપણાના હંસના સ્વીમિંગ કરવાની વાત સાવ નવી જ અનુભૂતિ જન્માવે છે.

Comments (9)