આમ તો છે એક ભીના ભીના સ્થળનું નામ સૂરત ;
આંખ છે તાપી નદી ને એના જળનું નામ સૂરત.
આવ, ખેડી નાખ મારી છાતીનાં ડાંગરવનોને;
એક અણિયાળા છતાં મહેક્ન્ત હળનું નામ સૂરત.
-ભગવતીકુમાર શર્મા

મુક્તક – રમેશ પારેખ

ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે,
દિશાઓ રેતી રેતી થઈને રણને દોડતું રાખે;
બરફની કેડીએ નીકળે છે સૂરજ શોધવા જળને,
બીજું છે કોણ જે એના કિરણને દોડતું રાખે.

– રમેશ પારેખ

ર.પા.નું આ મુક્તક વાંચીને મને રઈશભાઈની ગઝલ યાદ આવી ગઈ… કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે.

5 Comments »

  1. PRADIP SHETH . BHAVNAGAR said,

    April 27, 2011 @ 11:18 PM

    રણ હરણ્ નો ભેદ ક્યાં કઈ હોય છે ?
    તરસ લઈ ને જિવવાનુ હોય્ છે.

  2. rajesh gajjar said,

    April 28, 2011 @ 7:02 AM

    બરફની કેડીએ નીકળે છે સૂરજ શોધવા જળને,
    બહુજ…સરસ..

  3. Bharat Trivedi said,

    April 28, 2011 @ 8:57 AM

    રમેશ પારેખ એટલે કહેવાનું જ શું હોય ? રઈશભાઈની ગઝલ વાંચતાં તો જલસા ગયા ! કોણ જાણે કેમ પણ ઓડિયો ક્લિપ ના ખૂલી.

  4. Bharat Trivedi said,

    April 28, 2011 @ 9:22 AM

    સોરી આઈ મીન જલસા થઈ ગયા !

  5. pragnaju said,

    April 28, 2011 @ 11:51 AM

    ખૂબ સુંદર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment