પાનખરમાં પર્ણ પીળાં થાય છે,
એક સપનું આંખમાં મુરઝાય છે.

જે કદી યે શબ્દમાં આવે નહીં,
તે જ બિસ્મિલ મૌનમાં પડઘાય છે.
બિસ્મિલ મન્સૂરી

– કર્યું હતું – મનોજ ખંડેરિયા

એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું

ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું

આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું

પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું

આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું

– મનોજ ખંડેરિયા

6 Comments »

  1. Rina said,

    March 24, 2013 @ 3:08 AM

    Awesome

  2. હેમંત પુણેકર said,

    March 24, 2013 @ 7:46 AM

    આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
    ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું …. આહાહાહા! શું વાત!

  3. RASIKBHAI said,

    March 24, 2013 @ 9:49 AM

    વાહ દિલ ખુશ થઇ ગયુ

  4. pragnaju said,

    March 24, 2013 @ 11:09 AM

    પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
    એમાંય એક આખું સરોવર ભર્યું હતું

    આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
    ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું
    વાહ્

  5. Maheshchandra Naik said,

    March 25, 2013 @ 1:23 AM

    વાહ, વાહ, વાહ……………….આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા………….

  6. babubhai dabhi said,

    March 28, 2013 @ 3:21 AM

    મારી પાસે ના મોબાઇલ મા ગુજરાતી ફોન્ત્સ ન હોવાથી વાચી સકાતુ નથી તો શુ કર્રવુ ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment