થઇ ગયા – ભગવતીકુમાર શર્મા
આ ગતિથી દ્રષ્ટિના દીવાઓ ધૂંધળા થઇ ગયા;
હું સ્કૂટર, રસ્તો- અને ચહેરાઓ ઝાંખા થઇ ગયા.
લક્સની ફિલ્મી મહેંક, ગીઝર ને શાવર બાથ આ;
નવસો ને નવ્વાણું નદીકાંઠા પરાયા થઇ ગયા.
સિક્સ ચેનલ સ્ટીરિયોફોનિક અવાજો છે અહીં;
કે હદપાર પંખીઓના ટહુકા થઇ ગયા.
બારીઓમાંથી સ્કાયસ્કેપર રોજ આવે ખરેખર;
સૂર્યના સોનેરી અશ્વો સાવ ભૂરા થઇ ગયા.
વૃક્ષ છોડીને વસાવ્યા પંખીઓએ એરિયલ;
લીલાં લીલાં પાંદડા તરડાઇ પીળા થઇ ગયા.
આજ હું માણસ, પછી હું શખ્સ ને મરહૂમ પણ;
મારા પડછાયા પળેપળ કેમ ટૂંકા થઇ ગયાં?
અંજલિ અર્પું પ્રથમ સંવત્સરીએ હું મને;
કે મગર કાગળના દરિયામાં વિહરતા થઇ ગયા !
– ભગવતીકુમાર શર્મા
ગુજરાતી ગઝલમાં અંગ્રેજી શબ્દોના પ્રયોગ સામે મને અંગત અણગમો છે. પરંતુ આ ગઝલે મારો એ અણગમો જાણે કે દૂર હઠાવી દીધો ….! શું બળકટ અભિવ્યક્તિ છે !
P. P. M A N K A D said,
March 10, 2013 @ 5:47 AM
Superb ! SIMPLY S U P E R B !!
pragnaju said,
March 10, 2013 @ 9:56 AM
સાંપ્રત કાળમા બીજી ભાષાના શબ્દ પ્રયોગો કરી રચાયલી ખૂબ સુંદર ગઝલ માણવાની મઝા આવી.
ભદ્રંભદ્ર ના રમુજી લખાણોની પણ સમાજ પર અસર થઇ અને ઘણા શબ્દો આપણે સહજતાથી અપનાવ્યા
સિક્સ ચેનલ સ્ટીરિયોફોનિક અવાજો છે અહીં;
કે હદપાર પંખીઓના ટહુકા થઇ ગયા.
ની વાસ્તવિકતા મધુર લાગે છે…
deepak said,
March 10, 2013 @ 10:16 AM
એક-એક શેર ચાબુકની જેમ વાગ્યા….
હું આને ચાબુકી ગઝલ કહીશ…….
Rajendra Karnik said,
March 10, 2013 @ 11:50 AM
રડતું હૈયું અને હરખાતી આંખોના મિશ્રણની આ ગઝલ વાહ વાહ !!!!
Maheshchandra Naik said,
March 10, 2013 @ 4:49 PM
આજના વિકટ સમયની આક્રોશભરી ગઝલ તીખા મિજાજમા, દર્દભર્યા મુડમા અને સમાજમા જીવનનો આનદ કેટ્લો દોહ્યલો થેઈ ગયો છે એનુ મનોમથન……………………… અનુભુતીની સરસ અભિવ્યક્તિ