રસ્તાના પથ્થર હો છો ને,
આવે એને રસ્તો ચીંધો.
– વિરલ દેસાઈ

ખુમારી છે – ખલીલ ધનતેજવી

ઓસરીના દીવા પર આપને ખુમારી છે,
મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે.

સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું
મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.

શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે
દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે

જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે

એ ગુંલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે
જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.

 

– ખલીલ ધનતેજવી

9 Comments »

  1. Rina said,

    March 4, 2013 @ 3:06 AM

    શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે
    દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે…
    વાહ…:)

    જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
    મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે
    awesome

  2. હેમંત પુણેકર said,

    March 4, 2013 @ 4:00 AM

    સુંદર! આ શેર ૮૦ના દશકમાં કરફ્યુગ્રસ્ત વડોદરામાં રહેલા કવિ પાસેથી મળે છેઃ

    જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
    મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે

  3. perpoto said,

    March 4, 2013 @ 4:20 AM

    આજ કવિ કહે છે…
    આંખ આપી ને,આંખમાં શંકા આપી
    ધન્ય છે તારી નજર,અંધને શ્રધ્ધા આપી……

  4. RAKESH SHAH said,

    March 4, 2013 @ 5:47 AM

    મજા આવી ગઈ. વાહ્!

  5. pradip shah said,

    March 4, 2013 @ 9:36 AM

    એ ગુંલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે
    જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.

  6. pragnaju said,

    March 4, 2013 @ 2:43 PM

    સરસ ગઝલનો આ શેર વધુ ગમ્યો
    એ ગુંલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે
    જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.

  7. સુનીલ શાહ said,

    March 4, 2013 @ 11:07 PM

    વાહ…
    જિંદગી મદારી છે…!

  8. Trupti Maurya said,

    March 13, 2013 @ 2:27 AM

    સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું
    મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.

    Simple lines yet so touching………!!

  9. sagar said,

    March 21, 2013 @ 5:30 AM

    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment