કોણ પુશ્તુ બોલે ? – ઉદયન ઠક્કર
બંસુરીનો નાદ-મંજુલ મૂકીને
શ્રેષ્ઠ બનવા, સ્થાન અનુકૂલ મૂકીને,
હરકોઈને જાવું પડતું હોય છે
આખરે પોતાનું ગોકુલ મૂકીને.
બસ, ગઝલ બે કાંઠ છલકાતી રહી,
માણસો ચાલ્યા ગયા, પુલ મૂકીને.
જોખમી સ્વપ્નો તળે ભીંજાઈ જો,
છત્રીનું રોજિંદુ વર્તુલ મૂકીને !
આટલા ટહુકા? ને તે પણ શ્હેરમાં?
કોણ ‘પુશ્તુ’ બોલે કાબુલ મૂકીને?
ચકલીઓનું વૃંદ ચાલ્યું સાંજના,
ચાંચમાં તડકાના તાંદુલ મૂકીને.
– ઉદયન ઠક્કર
ગઝલ એક છે પણ કથાઓની વણઝાર છે.
પહેલા બે શેર(કે એક મુક્તક)માં કવિ જન્મભૂમિ મૂકીને કર્મભૂમિમાં જવાની કપરી જરૂરતને વણી લે છે. (અમારા જેવાઓ વળી એમાં ભારત છોડીને આવવાના દુ:ખનો દિલાસો પણ શોધી લે છે.)
નદી છલકાઈ જાય, પૂરની નોબત આવે તો પુલને અસલામત ગણીને બંધ કરી દેવામાં આવે છે. જે નદી માટે સત્ય છે એ ગઝલ માટે પણ સત્ય છે ? સીમા ઓળંગી જાય તો ગઝલ પણ શું એટલી જ જોખમી થઈ જાય?
જોખમી સ્વપ્નોમાં તરબતર થાય તો માણસ કદાચ ઊઘડી પણ જાય. પ્રાર્થના કરો કે એ છત્રી ઘરે જ ભૂલી જાય !
ગઝલનો સૌથી કોમળ પ્રયોગ હોય તો એ છે – ચાંચમાં તડકાના તાંદુલ. તાંદુલ શબ્દ આવે એટલે સુદામા અને એમની નાનકડી પોટલી યાદ આવ્યા વિના રહે ? આખા દિવસના વિરહ પછી બચ્ચાઓને મળવા પાછી જતી ચકલીઓ માટે આનાથી વધારે પ્રસન્ન-ચિત્ર દોરવું અશક્ય છે.
ને છેલ્લે વાત ગઝલના ટાઈટલ-શેરની. કાબુલીવાલાની અમરકથાની વાત છે. નાનકડી છોકરીની મીઠી વાતો કાબુલીવાલાને માતૃભાષા (અને પોતાની દીકરી) ય ભૂલાવી દેવા સક્ષમ હોય છે. (જો આ વાર્તા વાંચે ઘણો સમય થઈ ગયો હોય -અને રડવાની તૈયારી હોય- તો કાબુલીવાલા વાંચવા અહીં ક્લીક કરો.)
pragnaju said,
January 15, 2013 @ 9:56 PM
ખૂબ સુંદર ગઝલ
કરતા તેનો મધુરો મધુરો આસ્વાદ ખૂબ ગમી ગયો
અને ટાઈટલ-શેર યાદ આપી ગયું
गंगा आये कहाँ से, गंगा जाये कहाँ रे
आये कहाँ से, जाये कहाँ रे
लहराये पानी में जैसे धूप-छाँव रे
गंगा आये कहाँ से, गंगा जाये कहाँ रे
लहराये पानी में जैसे धूप-छाँव रे
रात कारी दिन उजियारा मिल गये दोनों साये
साँझ ने देखो रंग रुप्प के कैसे भेद मिटाये
लहराये पानी में जैसे धूप-छँव रे …
काँच कोई माटी कोई रंग-बिरंगे प्याले
प्यास लगे तो एक बराबर जिस में पानी डाले
लहराये पानी में जैसे धूप-छँव रे …
नाम कोई बोली कोई लाखों रूप और चेहरे
खोल के देखो प्यार की आँखें दबते रे संग मेरे
लहराये पानी में जैसे धूप-छँव रे .
vijay joshi said,
January 16, 2013 @ 6:07 AM
હરકોઈને જાવું પડતું હોય છે
આખરે પોતાનું ગોકુલ મૂકીને….
સુંદર કલ્પના-
આજ વિચાર ધારાનું મારું એક હાઇકુ મુકું છું.
અંતિમ ક્રિયા
વારાણસીમાં, છેલ્લું
ગંગામાં સ્નાન!
vijay joshi said,
January 16, 2013 @ 6:49 AM
આજ વિચાર ધારાનું મારું એક બીજું હાઇકુ યાદ આવ્યું. મુકું છું.
માં ના ખોળામાં
રમ્યો, સુતો ખોળામાં,
ગંગામૈયાના!
Sakshar said,
January 16, 2013 @ 4:39 PM
વાહ.. ઉદયન ઠક્કર એટલે ઉદયન ઠક્કર.
Harshad said,
January 18, 2013 @ 8:24 PM
Udaybhai,
Beautifull and meaningful creation,
Like it most.
sudhir patel said,
January 19, 2013 @ 3:36 PM
Very nice Gazal!
Sudhir Patel.
Maheshchandra Naik said,
January 20, 2013 @ 6:11 PM
સરસ રચના અને સરસ આસ્વાદ……………ખુબ ગમ્યુ, આભાર ………
Bhadresh Joshi said,
April 9, 2016 @ 9:12 AM
આપ કાબુલીવાલા આગ્રહ કરો છો. મેં પહેલાં વાંચેલી વાત છે, આજે ફરી વાંચી, પણ એના કરતાંય મને ‘ શરણાઈના સુર ‘ વધારે રડાવે છે, બસ રડાવ્યા જ કરે છે. આપ લાખો છો તેમ રડવાની તૈયારી સાથે જ વારંવાર વાંચું છું.
http://www.aksharnaad.com/2012/03/30/sharnai-na-sur-part-1-by-chunilal-madiya/
Bhadresh Joshi said,
April 9, 2016 @ 9:30 AM
Shri Pragnaju has quoted Hemantda’s song.
I like the one (link here) sung by Hementda for film Siddhartha. This one is on river too,
https://www.youtube.com/watch?v=Le9gL07FYvI
I am sure all will enjoy.