સુખદ સ્વપ્ન – સ્વામી વિવેકાનંદ
(ખંડ હરિગીત)
જો કાંઈ પણ મંગલ- અમંગલ થાય,
ને હર્ષ પણ થૈ બેવડો
જો મુખપરે છવરાય,
અથવા શોકનો ઊછળે સમંદર
એક એ તો સ્વપ્ન – એ એ એક જાણે નાટ્ય !
હા, નાટ્ય ! – મહીં પ્રત્યેકને કરવો રહે જ્યાં પાઠ,
ને પ્રત્યેકના છે વેશ,
જેવી ભૂમિકા નિજની પ્રમાણે
હાસ્ય હો કે હો રુદન !
હોય તડકી-છાંયની આવાગમન !
ઓ સ્વપ્ન ! રે, સુખાળવા ઓ સ્વપ્ન !
દૂર કે સામીપ્યમાં પ્રસરાવી દે
તારું ધૂસર એ દૃશ્ય પટ,
તીવ્ર ધ્વનિઓને ધીમા કર,
રૂક્ષ ભાસે તેહને કર કોમળા,
તારા મહીં શું ના દીસે કોઈ ઇલમ ?
તવ સ્પર્શથી પથરાય
લીલીકુંજ તો વેરાનમાં,
ભેંકાર સૌ ગર્જન-મધુરતમ ગાનમાં !
આવી પડેલું મોત પણ
શી મિષ્ટતમ મુક્તિ બને !
– સ્વામી વિવેકાનંદ
(અનુવાદ – ? ભાનુપ્રસાદ પંડ્યા)
આજે બારમી જાન્યુઆરી સ્વામીજીની જન્મજયંતી એટલે સાર્ધ શતાબ્દિનો મંગલ દિન છે. સ્વામીજી આજે પણ એટલાજ contemporary છે. આ કવિતા એમણે ૧૭મી ઓગસ્ટ, ૧૯૦૦ના રોજ પેરીસમાં લખી સિસ્ટર ક્રિસ્ટાઇનને મોકલાવ્યું હતું.
જીવનની તડકી-છાંયડી એ એક સ્વપ્ન કે નાટક માત્ર છે એમ કહી સ્વામીજી દરેકને પોતપોતાનો ‘રોલ’ ભજવી લેવા આહ્વાન કરે છે. અને જિંદગી નામના સ્વપ્ન પાસે જ એની રૂક્ષતા, ભેંકારતાનો ઇલાજ પણ માંગે છે. ઇશ્વરપ્રેમનો સ્પર્શ આ સ્વપ્નને મળે તો વેરાન પણ લીલુંછમ બને અને મૃત્યુ પણ મીઠી મુક્તિનો માર્ગ બને.
સ્વામીજીની એક બીજી મજાની રચના – વહેલાં ખીલેલાં વાયોલેટ ફૂલને – પણ આપ લયસ્તરો પર માણી શકો છો.
vijay joshi said,
January 12, 2013 @ 6:25 AM
એ એ એક જાણે નાટ્ય !
હા, નાટ્ય ! – મહીં પ્રત્યેકને કરવો રહે જ્યાં પાઠ,
ને પ્રત્યેકના છે વેશ,
જેવી ભૂમિકા નિજની પ્રમાણે
હાસ્ય હો કે હો રુદન !
યાદ આવી………..
All the world’s a stage, and all the men and women merely players: they have their exits and their entrances; and one man in his time plays many parts, his acts being seven ages.
William Shakespeare
Bhadresh Joshi said,
January 12, 2013 @ 7:34 AM
Thanks for bringing this excellent work to us.
And, thanks and Salam to Shri Bhanubhai Pandya for the translation. He brought this to us, by putting it in a language that we understand, though originally authored by Swamiji.
pragnaju said,
January 12, 2013 @ 9:53 AM
સરળ સહજ શૈલીમા ગૂઢ જ્ઞાન કરાવતી સ્વામી વિવેકાનંદની આ રચના બદલ ધન્યવાદ
તવ સ્પર્શથી પથરાય
લીલીકુંજ તો વેરાનમાં,
ભેંકાર સૌ ગર્જન-મધુરતમ ગાનમાં !
આવી પડેલું મોત પણ
શી મિષ્ટતમ મુક્તિ બને !
અનુભૂતિની અ દ ભૂ ત વાત
jjugalkishor said,
January 12, 2013 @ 10:10 PM
એમના જન્મદિન નિમિત્તે મુકાયેલી રચના માટે આનદ અને આભાર.
Maheshchandra. Naik said,
January 13, 2013 @ 11:31 PM
સ્વામી વિવેકાનંદજીને કોટી કોટી વંદના………..
Vijay joshi said,
January 14, 2013 @ 8:11 AM
The problem today is not that there are problems but that the society is paying just a lip service to the ideas and ideals of Swamiji .
ravindra Sankalia said,
April 5, 2016 @ 10:00 AM
સ્વામી વિવેકાનન્દ કવિતા રચતા તે તો આજેજ ખબર પડી ને જે કવિતા વાન્ચવા મળી તે પણ કેવી ઉત્તમ ગીતાનો શ્લોક સુખ દુખે સમે ક્રુત્વા યાદ આવે.