અને પછી હું કરું શું એ પહેલાં વાત કરો,
તમે કહો છો, તમારો લગાવ મૂકી દઉં.
ભરત વિંઝુડા

ગમતી નથી – નીતિન વડગામા

એકધારી આવ-જા ગમતી નથી,
જિંદગીની આ અદા ગમતી નથી.

સ્હેજ તીખો, સ્હેજ તૂરો સ્વાદ દે,
માત્ર આ મીઠી મજા ગમતી નથી.

ભાવની ભીનાશ વરસાવો જરા,
સાવ સુક્કી સરભરા ગમતી નથી.

વિસ્મયોનું વન વઢાયું ત્યારથી –
એ પરીની વારતા ગમતી નથી.

પ્હાડ પીગળતા નથી થોડાઘણા,
પથ્થરો જેવી પ્રથા ગમતી નથી.

દાદ દેવા કોઈ પણ ડોલે નહીં !
શિસ્તમાં બેઠી સભા ગમતી નથી.

– નીતિન વડગામા

 

 

6 Comments »

  1. perpoto said,

    March 7, 2013 @ 3:26 AM

    ગમતી નથી
    કોયલ બેઠી આંબે
    નિરવ ડાળી

  2. Harikrishna. (HariK) Patel said,

    March 7, 2013 @ 4:20 AM

    ખુબ જ સરસ નિતનભઈને મારા ખાસ
    અભિનદ્ન

  3. pragnaju said,

    March 7, 2013 @ 8:22 AM

    દાદ દેવા કોઈ પણ ડોલે નહીં !
    શિસ્તમાં બેઠી સભા ગમતી નથી
    સરસ

    કોશિશ કરી કરી લખું, લીટી બે છંદમાં

    ઇનામ ની શું વાત, અહી દાદ પણ નથી !

  4. samsuddin said,

    March 7, 2013 @ 9:25 AM

    Khubj saras

  5. ઊર્મિ said,

    March 9, 2013 @ 10:12 AM

    વાહ ખૂબ જ મસ્ત મજાની ગઝલ… કવિશ્રીને ઘણું બધું ભલે ન ગમે, પણ આ ગઝલ તો પરાણેય ગમી જાય એવી છે.

  6. Maheshchandra Naik said,

    March 10, 2013 @ 8:10 PM

    સરસ ગઝલ, કવિશ્રી નીતિનભાઈને અભિનદન………………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment