વીત્યા સમયમાં સાચે કેવી હતી પળોજણ ?
થોડો સમય મળે તો કહી દઉં તને હું એ, પણ…
વિવેક મનહર ટેલર

– ભૂલ -જગદીશ જોષી

પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ :
પ્રેમથી કઠ્ઠણ થઈ ગયું છે જીવન જાણે ભૂલ !

અરસપરસની વાત : રાત તો દીવાલ પરનો રંગ,
દીવાલ પાછળ ઝૂરી રહે છે જીવ બનીને તંગ
કુરુક્ષેત્ર પર વાવી દીધું આખુંયે ગોકુળ :
પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ.

હોઠે ભમતાં ગીતની પાછળ અવળાસવળા સૂર,
આગળ પાછળ પાગલ પગલાં : પ્રાણ વહે છે દૂર;
સરવર, તારા તળિયે જોને ધૂળ,ધૂળ ને ધૂળ !
પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ.

-જગદીશ જોષી

પહેલી પંક્તિ જ સોંસરવી ઉતરી ગઈ….. એક અકથ્ય વેદનાનું કાવ્ય છે……વ્યક્તિ સ્વ-ભાવ ગુમાવી બેઠી છે કે પ્રકૃતિ ? જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ…..

7 Comments »

  1. વિવેક said,

    December 31, 2012 @ 2:35 AM

    કેટલીક કવિતા લયસ્તરો પર પહેલીવાર વાંચીએ અને સુખદ આશ્ચર્યનો આંચકો લાગે કે આ કવિતા કેમ કરતાં વિસરાઈ ગઈ…!

    આ કવિતા એવી જ કવિતાઓમાંની એક છે… મારી પ્રિય રચના…

  2. perpoto said,

    December 31, 2012 @ 2:38 AM

    પાણી -કઠ્ઠણ દરિયો…વાહ

    બાંધ્યાં છે બંધ
    ક્યાંથી ઉગે અનાજ
    ઝાંઝવા જળે

  3. Pravin Shah said,

    December 31, 2012 @ 3:11 AM

    સરવર, તારા તળિયે જોને ધૂળ,ધૂળ ને ધૂળ !
    સુંદર રચના !

  4. Rina said,

    January 1, 2013 @ 8:17 AM

    Happy new year to layastaro and awesome foursome…:)……

  5. pragnaju said,

    January 1, 2013 @ 6:41 PM

    પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ :
    પ્રેમથી કઠ્ઠણ થઈ ગયું છે જીવન જાણે ભૂલ !
    ક સ ક
    પ્રેમથી કઠ્ઠણ કેમ જીવવું ? આ અજ્ઞાનને કારણે માણસ પોતાના જીવનમાં વારંવાર ભૂલો કરે છે. ઠોકરો ખાય છે. અનેક પ્રકારના કડવા અનુભવોમાંથી પસાર થાય છે. અસંખ્ય મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠે છે. પણ આ બધું શા માટે થાય છે એનો વિચાર માણસ ભાગ્યે જ કરે છે. મોટે ભાગે માણસોનું જીવન ભૂલો અને અનુભવોના પુનરાવર્તનોથી ભરેલું હોય છે.
    યાદ
    હોય જો કોઈ સાથે તો જીવન જાણે કાદવમાં કમળનું ફૂલ,
    અને ન હોય સાથે તો એ જ જાણે રણમાં ગુલાબનું ફૂલ,
    ખરેખર કહું છું જીવનમાં પ્રેમ કરવાની કરજો તમે ભૂલ,
    ખુશી મળે કે ગમ, પણ એના વિનાનું જીવન છે બસ ધૂલ

  6. nehal said,

    January 4, 2013 @ 9:51 AM

    હૈયા સોંસરવી ઉતરી જાય….એવી રચના, આભાર,તિર્થેશ!

  7. Maheshchandra Naik said,

    January 4, 2013 @ 3:19 PM

    ડો વિવેકભાઈએ અક્થ્ય વેદનાનુ કાવ્ય સાચે જ કહ્યુ છે……..
    કવિશ્રીએ વ્યક્ત કરેલી વ્યથાનો અનુભવ થાય ત્યારે જ આવી રચના મળે છે……..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment