હોય છે – ગૌરાંગ ઠાકર
જેનું હૈયું શબ્દદાની હોય છે,
એની નોખી કાવ્યબાની હોય છે.
પ્રેમમાં જે સાવધાની હોય છે,
એ જ ચાહતની નિશાની હોય છે.
ફૂલને સ્પર્શે છતાં ચૂંટે નહીં,
એ હવાની ખાનદાની હોય છે.
રૂપથી ફરિયાદ પણ ના થાય કે
આયનાની છેડખાની હોય છે.
તારે તો વંટોળિયાની વારતા
ઝાડ માટે જાનહાનિ હોય છે.
જે ઘડી હું મારી સાથે હોઉં છું,
ત્યારે સન્નાટો રુહાની હોય છે.
જો કલમથી થાય ના અજવાળું તો
કાવ્યની એ માનહાનિ હોય છે.
– ગૌરાંગ ઠાકર
કેટલાક કવિઓ ગુજરાતી ગઝલમાં પોતાનો આગવો અવાજ પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. નીચે નામ ન લખ્યું હોય તો પણ ગઝલ વાંચીએ અને તરત સમજાઈ જાય કે આ ગઝલ તો આ કવિની. ગૌરાંગ ઠાકરની બાની પણ કુશળતાથી પોતાનો અવાજ આ રીતે આંકી શક્યા છે… ક્યારેક આ પ્રકારની સિદ્ધિ કવિશક્તિને કુંઠિત પણ કરી શકે છે પણ ગૌરાંગભાઈ આ દોષથી વેગળા રહી શક્યા છે એ ગુજરાતી ગઝલનું સદભાગ્ય.
Rina said,
November 24, 2012 @ 1:28 AM
Awesome as always……
Makarand Musale said,
November 24, 2012 @ 2:30 AM
વાહ ગૌરાન્ગ.. ક્યા બાત…કાવ્ય બાની કા જવાબ નહી…
Dhiraj kumar said,
November 24, 2012 @ 3:21 AM
વાહ ગૌરાન્ગ ભઇ……ખુબ સરસ્
kantilal vaghela said,
November 24, 2012 @ 5:14 AM
ગૌરાન્ગભાઇ!!!
સુન્દર સર્જન માટૅ અભિનનદન ………
કાન્તિ વાઘેલા ૯૪૨૬૬ ૧૬૨૪૫
લક્ષ્મી ડોબરિયા said,
November 24, 2012 @ 8:08 AM
સરસ ગઝલ… બધા શેર ઉત્તમ…
perpoto said,
November 24, 2012 @ 10:25 AM
હોય છે…..
સ્વપનોની ચાલમાં શ્વાસની ગણત્રી હોય છે…
Dhruti Modi said,
November 24, 2012 @ 3:18 PM
વાહ્ ખૂબ જ સરસ ગઝલ.
ફૂલને સ્પર્શે છતાં ચૂંટે નહીં,
ઍ હવાની ખાનદાની હોય છે.
વાહ !!!!!
Manubhai Raval said,
November 24, 2012 @ 3:35 PM
જે ઘડી હું મારી સાથે હોઉં છું,
ત્યારે સન્નાટો રુહાની હોય છે.
ખુબ સરસ
P Shah said,
November 24, 2012 @ 9:30 PM
ખૂબ સુંદર ગઝલ ! બધા જ શેર ઉત્તમ થયા છે.
અભિનંદન ગૌરવભાઈ !
P Shah said,
November 24, 2012 @ 9:32 PM
માફ કરજો, અભિનંદન ગૌરાંગભાઈ !
jagdish48 said,
November 25, 2012 @ 12:55 AM
“ફૂલને સ્પર્શે છતાં ચૂંટે નહીં,
એ હવાની ખાનદાની હોય છે.”
…આ ખાનદાની ક્યાં શોધશું ?
‘જો કલમથી થાય ના અજવાળું તો
કાવ્યની એ માનહાનિ હોય છે.’
… કાવ્યની માનહાની ન ગણીએ પણ વાંચનારની કમનસીબી ગણોને !
pragnaju said,
November 25, 2012 @ 12:53 PM
“એક ખતમ થાયતો બીજી ઉભી થાય છે કલમ”
જો કલમથી થાય ના અજવાળું તો
કાવ્યની એ માનહાનિ હોય છે.
ખૂબ સુંદર મક્તામા કવિનું નામ કે તખ્ખલુસ નથી
પણ કોઇ પણ કહી શકે કે અજવાળું કરનાર આ શેર
હોય તો ગૌરાંગનો જ ! કલમ અજવાળું અને માન અંગે
પુસ્તક લખાય પણ હાલ થોડા શેર યાદ કરીએ
આળસ મરળીને ઉભી થઈ ગઈ કલમ,
લખવાનું કેટકેટલુય લખી ગઈ કલમ.
અંગત જીવનમાં ઘણુ બધુ લખી લખીને,
કોરા કાગળમાં પ્રાણ ફૂકી ગઈ કલમ.
કઈ કેટલાં ઘરમાં અજવાળા પાથરતી,
ન ડરતી ન ડરાવતી નીડર આ કલમ………………………….
Gunjan Gandhi said,
November 25, 2012 @ 2:36 PM
વાહ ગૌરાંગભાઈ..ક્યા બાત….
ઊર્મિ said,
November 25, 2012 @ 11:59 PM
વાહ, આખી ગઝલ એકદમ મસ્ત મજાની… એમાંયે રુહાની સન્નાટો અને કાવ્યની માનહાનિ વાળા અશઆર જરા વધુ ગમી ગયા…
ગૌરાંગભાઈનું હૈયું ખરેખર શબ્દદાની જ છે, અને એથી જ એમની કાવ્યબાની સાવ નોખી-અનોખી છે. કવિશ્રીને અભિનંદન.
Maheshchandra Naik said,
November 26, 2012 @ 1:32 PM
સુરતના કવિશ્રી ગૌરાંગભાઈને અભિનદન, બધા જ શેર મનભાવન અને અર્થસભર, આનદ આનદ થઈ ગયો………
આપનો આભાર………………
સોનલ કાંટાવાલા said,
October 30, 2015 @ 3:53 AM
ખૂબ જ સુન્દર રચના ……હવાની ખાનદાની
….અને સન્નાટો રુહાની….ખૂબ અદભૂત…
Anil Shah.Pune said,
September 12, 2020 @ 1:05 AM
શબ્દો હૈયામાં ને આંખોમાં કાવ્ય,
પ્રણય માં ચાહત દેખાય દિવ્ય,
રૂપ તારું નજરો સામે ભવ્ય,
એને પામવા બધું કરું શક્ય,