અવસરના જોશ કરતાં એ હોય છે વધારે
અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી
વિરલ દેસાઈ

તને ચાહવી છે મારે તો – પ્રિયકાન્ત મણિયાર

હવે આકાશના સર્વ તારકોને જોઈ લઉં
ને જાણી લઉં કેટલું શ્વેત – કેટલું સ્વચ્છ થવું પડશે મારે.
તને ચાહવી છે મારે તો
જગતનાં સર્વ વૃક્ષોનાં ફરફરતાં પર્ણને પૂછી લઉં :
કેટલું સતત ને સદ્ય સ્પંદિત થવું જોઈએ મારે
અવિરામ લયની માધુરી જન્માવવા ?
તને ચાહવી છે મારે તો
પૃથ્વીની સઘળી ધૂલિ – જે વારંવાર વેગીલા વાયરામાં
ઊડી જાય –
તેને મારા સંપુટમાં સમાવવા શીખી લઉં
કારણ કે તારે કાજે કેટલી એકાગ્રતા
ઘટ્ટ કરવી પડશે મારે –
અને છતાં ઘડીભર થોભું,
સકલ ક્ષારમય આ મને મળેલા સાગર સામે
શક્ય એટલી શર્કરા લઇ આવું –
ત્યાં સુધી તું પણ થોભીશ ને ?
મલકાયેલા લોચનમાં
ત્યાં તો વાંચું ભાવિની સ્પતપદીની અગ્નિવેદી,
હસતા હોઠમાં હસ્તમેળાપ –
અને જો આપણે ચાલ્યાં
યુગોથી ઠરતા હિમાલયના શિખરને હૂંફ આપવા.

– પ્રિયકાન્ત મણિયાર

અદભૂત પ્રણય અનુભૂતિની અદભૂત અભિવ્યક્તિ…

6 Comments »

  1. perpoto said,

    October 25, 2012 @ 5:05 AM

    અદ્દભુત/અદભુત? દ અડધો આવે?

  2. Suresh Shah said,

    October 25, 2012 @ 5:41 AM

    શું શું કરવાનુ છે મારે તને ચાહવા માટે.
    ત્યાં સુધી તું પણ થોભીશ ને ?

    કેટલું શ્વેત – કેટલું સ્વચ્છ થવું પડશે મારે.

    કેટલું સતત ને સદ્ય સ્પંદિત થવું જોઈએ મારે

    કેટલી એકાગ્રતા ઘટ્ટ કરવી પડશે મારે –

    ખરેખર અદભૂત.

    – સુરેશ શાહ, સિંગાપોર

  3. Rina said,

    October 25, 2012 @ 6:08 AM

    Beautiful…

  4. ketan narshana said,

    October 25, 2012 @ 11:43 AM

    MARI JAT NE BADLVANI MARI TAIYARI
    ANE
    TYA SUDHI TARI PRATIXA NI TAIYARI J LAEE JASE MANJIL SUDHI….

    કેટલું સતત ને સદ્ય સ્પંદિત થવું જોઈએ મારે?????

    ત્યાં સુધી તું પણ થોભીશ ને ????????

  5. ધવલ said,

    October 25, 2012 @ 2:21 PM

    જો આપણે ચાલ્યાં
    યુગોથી ઠરતા હિમાલયના શિખરને હૂંફ આપવા.

    – સરસ !

  6. Darshana Bhatt said,

    October 26, 2012 @ 10:23 PM

    અદ્ભુત અભિવ્યક્તિ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment