એ જ રાત – યાનિસ રિતસોસ
જ્યારે એણે પોતાના રૂમની બત્તી બુઝાવી નાખી’તી, ત્યારે
તરત જ એ જાણી ગયો’તો કે આ એ પોતે જ હતો
પોતાના અવકાશમાં, રાત્રિની અનંતતાથી
અને લાંબી ડાળીઓથી વિખૂટો પડેલો. એ
ઊભો’તો અરીસાની સામે પોતાની સાબિતી માટે
પણ એના ગળામાં ગંદી
દોરીએ ગંઠાયેલી આ લટકતી ચાવીઓનું
શું ?
– યાનિસ રિતસોસ
(અનુવાદ – સુરેશ દલાલ)
ઊછીના પ્રકાશનું અવલંબન છૂટે એ રાતની વાત છે. બાહ્ય આવરણોથી નિરપેક્ષ એ રાત્રિમાં પ્રવેશતા જ ખ્યાલ આવે છે – હા, આ જ ખરો હું છું. સઘન અંધકારમાં ઓગળતી જાત, પોતાની સામે, પોતાની ઓળખાણ પામે એ રાતની વાત છે. અવકાશમાં છૂટ્ટો પડેલો, સિમાઓથી જ નહીં પણ અનંતતાથી પણ વિખૂટો પડી ગયેલો માણસ, પોતાની નાળ(લાંબી ડાળીઓ)થી વિભક્ત માણસ જ પોતાની જાતની સામે પ્રગટ થવાની હિંમત કરી શકે છે. એ ક્ષણે, આ જો સામાન્ય કવિતા હોય તો, માણસને જ્ઞાન અને મુક્તિનો અનુભવ થાય. પણ અહીં ? અહીં તો એને પોતાના ગળે ગંદી દોરીથી લટકતી ચાવીઓનો લોહકણિકા જેવો ભાર ઘેરી વળે છે. ચાવીઓનો સંબંધ તાળાઓ સાથે છે, ચાવીનો સંબંધ બંધ દરવાજાઓ સાથે છે, ચાવીઓનો સંબંધ સંકિર્ણ ને અભેદ્ય વાસ્તવિકતા સાથે છે. એની સામે, આત્મદર્શની ક્ષણે પણ, માણસ સર્વથા અસમર્થ છે.
perpoto said,
October 16, 2012 @ 4:35 AM
સુરેશ દલાલ હજુ અહીં જ છે.
સુંઘી પવન
પતંગુ સોતો દોડું
વિરમું ઓસે
La'Kant said,
October 16, 2012 @ 9:19 AM
આધે અધૂરે હમ!!!! કૈસે નાપ પાયેંગે અસીમકો?
માર્યાદિત અમાર્યાદને પામે તો કેમ ?
સવાલો બધા શમી જાય તો મોક્ષ્/નિર્વાણ/મુક્તિનો અર્થ સમજાયો કહેવાય ?
તાળા -ચાવીઓ નો પ્રશ્ન જા ન ઉદ્ભવે!!!
આજકાલ આવું બધું ખુદ-બ-ખુદ મારા સુધી આવી પહોંચે છે !
” બાહ્ય આવરણોથી નિરપેક્ષ એ રાત્રિમાં પ્રવેશતા જ ખ્યાલ આવે છે – હા, આ જ ખરો હું છું. સઘન અંધકારમાં ઓગળતી જાત, પોતાની સામે, પોતાની ઓળખાણ પામે એ રાતની વાત છે ”
‘કંઈક’ની કંઈક કૃતિઓ આ વાજ મુદ્દે…. પેશ છે!!! અસ્થાને તો નથીજ !
***
હું તો જાણે છું,પુષ્કળ પ્રકાશનો પૂંજપૂંજ, તેજવર્તૂળ વ્યાપ છું ,
શૂન્યનો અનંત વિસ્તાર છું, ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું .
****
છેલ્લી વિદાય અને છેક પહોંચી ગયાનો પરમ આનંદ!
કારણ, મને ના કોઈ દીવાલ,દ્વાર, ખિડકી પરમ આનંદ!
વિસ્તરું, એક પ્રવાહે,નિરભ્ર આભ,ઉજાશ પરમ આનંદ!
સઘળું અહીં છલોછલ, તરબતર, સભર પરમ આનંદ!
મેહસૂસ અસીમને કરું, કણકણમાં સર્વત્ર પરમ આનંદ!
હકીકતમાં,આ કોચલું-કવચ છે,બધો આભાસ “કઇંક”
****
ધાર્યું ન્હોતું ત્યાંથી સગડ મળ્યા,તત્વ નીકળ્યું,
મહામૌન ખોદ્યું,તો શબ્દો મળ્યા,સત્વ નીકળ્યું,
નગણ્ય કર્યું જે , એમાં અજબ મહત્વ નીકળ્યું,
પકડી રાખેલું છોડવા લાયક, ‘મમત્વ’ નીકળ્યું,
નડતું’તું બધો સમય અહંનું જડત્વ નીકળ્યું,
બીજાની વાત કરતાં,તેમાંથી “સ્વત્વ” નીકળ્યું.
મન નું વલોણું ચાલ્યું,મન્થનથી તથ્ય નીકળ્યું,
‘કઈંક’ની ખણખોદ રંગ લાવી, ને ,પથ્ય નીકળ્યું.
***
હું અને એ
આ ચારે બાજુ ચળકતી રેતશી રજકણો,
ચોપાસ તરતી-ફરતી માત્ર ક્ષણોજ ક્ષણો,
હું આટલો વિરાટ વિશાળ ક્યારેય નો’તો,
હું આટલો બળકટ બેફામ ક્યારેય નો’તો,
હું તો જાણે છું સતત પ્રકાશનો પૂંજ પૂંજ,
હું અફાટ આકાશ ને, પવનની ગૂંજ ગૂંજ.
હું કઈંક ઉષ્ણ-ગરમ, અમલ શીતલ પણ,
હું અંધાર નર્મ લીસ્સો-કોમલ કોમલ પણ,
હું હવા,અનરાધાર વરસું ચારેકોર અપાર,
હું સુગંધ સ્પરશું એમ રોમેરોમ સંચાર,
હું જળ-માં વહું, માટીને અનહદ પ્રેમ કરું,
હું વહું સમયની સંગસંગ ,અકળ છેક રહું,
હું મૂળ, પંચ તત્વગત સત્-પરમ-ઈશ્વર!
હું આમ તો, કણ કણ માં મરમ – ઈશ્વર !
********
. હું છું
હું છું સતત શ્વાસની જેમ,મને ભીતર શું? બ્હાર શું?
ન બૂઝાતો પ્રકાશ છું હું, છે બધે એ અવકાશ છું હું.
હું હમેશાં આસપાસ છું, મને દૂર શું ? દૂશવાર શું?
પૂર્ણપણે પ્રસ્ફુટ પ્રસરતો બ્રહ્મનાદ ઓમકાર છું હું.
સકળ બ્રહ્માંડનો વિશાળ વ્યાપ છું,
અનુભવ-જ્ઞાને સમજાયેલું માપ છું,
અનુભૂતિ તણો એહસાસ અમાપ છું
ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું,
પ્રેમ-આનંદસભર’જીવંત’વિચાર છું,
સ્પર્શ-સ્પંદન રણઝણ બેસુમાર છું,
જુઓ તો ખરા! હું કેવો આરપાર છું !
શૂન્યનો મહા અનંત વિસ્તાર છું,
****
. તુંજ / “સ્વ” સાથે એક શ્વાસ
તુંજ મારું વળગણ , તુંજ મારું સમર્પણ,
તુંજ મારા આદિ-અંત,તુંજ મારું સુદર્પણ,
તુંજ મારું સર્વસ્વ! મારું બધું કૃષ્ણાર્પણ.
નિજ કેન્દ્રમાંથી ક્ષણિક ઝબકારા ઝળહળ ખર્યા કરે!
વિચાર-ચૈતન્ય ઝર્યા કરે!એકાંતના અંધાર સ ર્યા કરે.
વિચાર આત્મ ચેતનમાં ઓતપ્રોત ભીતર ભર્યા કરે .
***
“टुकड़े टुकड़े दिन बीता , धज्जी धज्जी रात मिली,
जिसका जितना आँचल था,उतनी ही सौगात*मिली!”*
જે લતા મંગેશકરે એક ગીતમાં ગાયું પણ છે. *’ઝીંદગી પ્યારકા ગીત…. હૈ..’
****
-લા’કાન્ત / ૧૬-૧૦-૧૨
pragnaju said,
October 16, 2012 @ 9:50 AM
પણ એના ગળામાં ગંદી
દોરીએ ગંઠાયેલી આ લટકતી ચાવીઓનું
શું ?
આત્મદર્શની ગૂઢ તત્વની સરળ અભિવ્યક્તી
સંતો કહે છે … આત્મા સૂર્યના જેવો પ્રકાશે યુક્ત છે. ને આ મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને વિષે મને આત્માનું ક્ષણ માત્ર પણ વિસ્મરણ થતું નથી. પણ એ આત્મદર્શન થવું બહુ કઠણ છે. એવું આત્મદર્શન તો પૂર્વના ઘણાક જન્મના સત્ સંસ્કારવાળો કોઇક વિરલો હોય તેને થાય છે. અને જ્યારે ઘ્યાન કરે, ત્યારે એ આત્માને દેખવો એ કાંઇ કઠણ નથી
આ અનુભૂતિની વાત જાતને ખોળ્યા વગર અસંભવ
Nurddin said,
October 16, 2012 @ 7:13 PM
દિલ્માહે દેવલ પુજિએ, દિલમાહે દેવ્દુઆર,દિલમાહે આપે સાઈયા વસે, દિલમાહે આપે દીદાર.
પરેમ ભક્તી અન્તરમા રહે,અન્તર નેહ લગાવ, સાસ ઉસાસે યુ જપિએ કાને સુરત ન જાય.
રચનાર-પીર સદરદિન.
Maheshchandra Naik said,
October 16, 2012 @ 10:39 PM
સરસ કાવ્યાનુવાદ માટે કવિશ્રી સુરેશ દલાલને લાખ લાખ સલામ………………….
Pravin Shah said,
October 17, 2012 @ 11:20 PM
આત્મદર્શનની ક્ષણે પણ, માણસ સર્વથા અસમર્થ છે.
સરસ !
Pravin Shah said,
October 17, 2012 @ 11:24 PM
યાનિસ રિતસોસ ની એક અન્ય રચના !
Yellow afternoon
headache
empty houses
water flowing in the hallway.
Where’s the plumber?
Where’s the poem?
-Yannis Ritsos