આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ
રમેશ પારેખ

ગઝલ – હિતેન આનંદપરા

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.

ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.

હોઠ તારા એ જ છે પણ તે છતાં
નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.

હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.

હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.

– હિતેન આનંદપરા

મુંબઈની જાણીતી સંસ્થા આઈ.એન.ટી. તરફથી ગઝલક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ આ વર્ષનો પ્રતિષ્ઠિત “શયદા પુરસ્કાર” હિતેન આનંદપરાને એનાયત કરાયો છે. આ પ્રસંગે એમની એક સુંદર ગઝલ… ગાલ પરના ખંજનોને ટેરવાંનો સ્પર્શ ગણવાની કલ્પના પોતે જ કેટલી રૉમેન્ટિક છે ! અને તું બધીયે વાતનો સંદર્ભ છે વાળી વાત પણ ખૂબ ગમી જાય એવી છે. “શયદા પુરસ્કાર” માટે લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન, હિતેનભાઈ!

7 Comments »

  1. ashok nanubhai said,

    September 20, 2007 @ 1:11 AM

    very distinct way of expression..hiten always brings something different and delicious which we can ralish for a long time..congrates to hiten…

  2. Pinki said,

    September 20, 2007 @ 4:15 AM

    કોઇ તર્ક જ નથી, મર્મ બસ એ જ છે કે,

    દરેક શેર અદ્-ભૂત છે !!

  3. Urmi said,

    September 20, 2007 @ 8:45 AM

    ગાલ પર ખંજનો હોતાં હશે ?
    એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

    હું તને વાંચું નહીં તો શું કરું ?
    તું બધીયે વાતનો સંદર્ભ છે.

    ખરેખર ખૂબ મજાનાં અશઆર…

    સરસ ગઝલ… છેલ્લે પોતાની નામ-રાશિ વિશે જ કવિએ મસ્ત શેર લખી દીધો… 🙂

  4. Bhavna Shukla said,

    September 20, 2007 @ 1:18 PM

    ગાલ પર ખંજનો હોતાં હશે ?
    એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.
    ……………………………
    સંપૂર્ણ ભાવવાહી……

  5. pragnaju said,

    September 20, 2007 @ 8:21 PM

    હિતેન આનંદપરની ગઝલના બધા જ શેરો સુંદર છે.

    પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
    એ વિનાની સર્વ વાતો તર્ક છે.

    ગાલ પર ખંજનો હોતાં હશે ?
    એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

    શેર ઉપર વાહ જો એની મળે,
    એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.

    હોઠ તારા એ જ છે પણ તે છતાં
    નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.

    હું તને વાંચું નહીં તો શું કરું ?
    તું બધીયે વાતનો સંદર્ભ છે.

    હું કરચલાથી સદા ડરતો રહ્યો,
    આમ જોકે મારી રાશિ કર્ક છે.
    … ફ્ક્ત કરચલાથી ડરવાની વાત પર ગંમ્મત
    કે અહીં કર્કને જોઈ ઘણાંનાં મ્હોમા પાણી છૂટે છે!
    ખોરાકમાં તેને સૌથી વધુ દાદ મળે છે!
    અને સર્વ ધર્મનોસાર
    “પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
    એ વિનાની સર્વ વાતો તર્ક છે.”
    આફ્રીન…

  6. Sangita said,

    September 21, 2007 @ 8:24 AM

    પ્રેમ િવ્શેની ખૂબ સુંદ્ર ગુજ્રાતી ગ્ઝ્લ્.!

    મ્ને ગ્મેલાા બે શેર્

    પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
    એ વિનાની સર્વ વાતો તર્ક છે.

    હું તને વાંચું નહીં તો શું કરું ?
    તું બધીયે વાતનો સંદર્ભ છે.

  7. KAVI said,

    September 21, 2007 @ 11:54 AM

    હું તને વાંચું નહીં તો શું કરું ?
    તું બધીયે વાતનો સંદર્ભ છે.

    nice Hiteshbhai

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment