રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !
ભરત વિંઝુડા

તો જુઓ ! – ભગવતીકુમાર શર્મા

કેવી હઠે ચઢી છે આ શરણાઈ તો જુઓ !
ડૂસકાંની સાથે એની હરીફાઈ તો જુઓ !

આવ્યું-ગયું ન કોઈ તમારાં સ્મરણ સિવાય;
કેવી સભર બની છે આ તનહાઈ તો જુઓ !

અંધાર લીલોછમ અને ટહુકાના આગિયા
ઝળહળ સુગંધ વેરતી અમરાઈ તો જુઓ !

પડછાયાની તો કેવી કરે છે એ કાપકૂપ !
સૂરજની મારા પરની અદેખાઈ તો જુઓ !

બેમત પ્રવર્તે એને વિશે, હું તો છું જ છું !
ઈશ્વર ઉપરની મારી આ સરસાઈ તો જુઓ !

-ભગવતીકુમાર શર્મા

8 Comments »

  1. Sharad Shah said,

    August 26, 2012 @ 10:21 AM

    એક પૅરોડી

    કેવી હઠે ચઢી છે આ લુગાઈતો જુઓ,
    ડુસકાંની સાથે એની અકડાઈ તો જુઓ.

    આવ્યું ગયું ન કોઈ એમના સ્મરણ સિવાય
    કેવી દુર્ભર બની છે આ સગાઈ તો જુઓ.

    સંસાર લીલોછમ અને ટાબરીયાંના રાગડા
    પળપળ અગન વેરતી અંગડાઈ તો જુઓ.

    ખરચામાં તો કેવી કરે છે એ કાપકૂપ
    કરમની કેવી છે આ કઠણાઈ તો જુઓ.

    બેમત પ્રવર્તે એને વિશે, તું તો છું જ છું,
    નશ્વર ઉપરની મારી આ નબળાઈ તો જુઓ.

    (શરદ)

  2. perpoto said,

    August 26, 2012 @ 11:37 AM

    કવિનો પત્નિ વિયોગ ….
    તેમની બીજી પન્ક્તી જુઓ
    મારે બારણૅ ટકોરાનુ ફાટયુ તોફાન…..

  3. Maheshchandra Naik said,

    August 26, 2012 @ 12:55 PM

    ઈશ્વર ઉપરની મારી આ સરસાઈ તો જુઓ ,
    કવિશ્રીએ વાસ્તવિકતાની વાત કરી છે, ઈશ્વરને તો એમણે જોયો નથી પરંતુ પોતાની હયાતીની વાત નિખાલસપુર્ણ કરી છે., પત્નિવિયોગની વાત પણ બીજી પક્તિઓમા હદયભાવ વ્યક્તકરે છે…. અદભુત રજુઆત……………..

  4. J k nanavati said,

    August 26, 2012 @ 1:22 PM

    છેલ્લો શેર્……..શેર સમો

  5. RAKESH SHAH said,

    August 26, 2012 @ 10:48 PM

    અદભુત

  6. "Sahaj" said,

    August 27, 2012 @ 2:24 AM

    આફ્રેીન !

  7. વિવેક said,

    August 29, 2012 @ 8:52 AM

    સુંદર ગઝલ..

  8. Nivarozin Rajkumar said,

    September 2, 2012 @ 10:59 AM

    પડછાયાની તો કેવી કરે છે એ કાપકૂપ !
    સૂરજની મારા પરની અદેખાઈ તો જુઓ !

    બહુ સરસ્………સમય કાળ્….બધુ બદલી શકે છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment