તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.
હિતેન આનંદપરા

ગઝલ – અશરફ ડબાવાલા

ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયાં આવે,
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે.

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ?
એક વેત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.

ડગલું એક ભરી શકવાના હોંશ નથી,પણ
ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.

ઘંટીના પથ્થરની જેવા વિચાર છે, ને –
મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે.

શબ્દોની હૂંડી લઈ ભાષા સામે ઊભો,
પાછો વળવા જાઉં અને શામળિયા આવે.

-અશરફ ડબાવાલા

સરહદપારના કવિઓમાંથી ઊઠતા એક અગ્રિમ અવાજનું બીજું નામ એટલે અશરફ ડબાવાલા. મૂળે ગુજરાતના અમરેલીમાં જન્મેલા, વ્યવસાયે તબીબ અને શિકાગો-અમેરિકામાં સ્થાયી. “શિકાગો આર્ટ્સ સર્કલ”ના સ્થાપક. ગીત, ગઝલ અને અછાંદસ પર એમની ખાસ હથોટી છે. એમની કાવ્યશક્તિનું હાલમાં જ યોગ્ય મૂલ્યાંકન “કલાપી પુરસ્કાર” વડે સન્માનિત કરીને કરવામાં આવ્યું છે. લયસ્તરો તરફથી કવિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન…

(જન્મ તારીખ: ૧૩-૦૭-૧૯૪૮, કાવ્યસંગ્રહો: “અલગ”, “ધબકારાનો વારસ”)

20 Comments »

  1. Jayshree said,

    September 13, 2007 @ 3:10 AM

    મારો ખુબ જ ગમતો શેર :

    ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ?
    એક વેત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.

    અને આ શેર પણ ઘણો ગમ્યો.. :

    શબ્દોની હૂંડી લઈ ભાષા સામે ઊભો,
    પાછો વળવા જાઉં અને શામળિયા આવે.

  2. Jayshree said,

    September 13, 2007 @ 3:17 AM

    ગઝલના વખાણ કરવામાં કવિને અભિનંદન આપવાનું તો રહી જ ગયું…

    કવિ શ્રી ને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.

  3. વિવેક said,

    September 13, 2007 @ 5:09 AM

    થોડા દિવસો પહેલાં આ જ ગઝલ જયશ્રીના ટહુકો.કોમ પર પણ હતી…. અને આજે લયસ્તરો પર મૂકવા માટે મને પણ આ જ રચના જડી… શું આ સારી કૃતિનું પ્રમાણપત્ર ન ગણાય?

  4. Bhavna Shukla said,

    September 13, 2007 @ 8:50 AM

    ભલુ કહ્યુ ભાઇ……….
    પણ પ્રમાણપત્રની જરુર જ કેમ ?

  5. Urmi said,

    September 13, 2007 @ 6:13 PM

    ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ?
    એક વેત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.

    શબ્દોની હૂંડી લઈ ભાષા સામે ઊભો,
    પાછો વળવા જાઉં અને શામળિયા આવે.

    વાહ… ખૂબ જ સરસ!

    ખૂબ ખૂબ અભિનંદન કવિશ્રીને!!

  6. Harshad Jangla said,

    September 13, 2007 @ 7:28 PM

    અશરફભાઈ
    ગઝલ બહુ ગમી છે. અભિનંદન.

    હર્ષદ જાંગલા
    એટલાન્ટા યુએસએ

  7. samir joshi said,

    September 14, 2007 @ 5:40 AM

    ખૂબ ખૂબ સરસ!
    વાહ…જલસા!

  8. Sangita said,

    September 14, 2007 @ 8:41 AM

    આખી ગઝ્લ ખૂબ ગ્મી.

  9. ધવલ said,

    September 14, 2007 @ 10:44 PM

    ઉત્તમ ગઝલ… બધાય શેર એક એકથી ચડીયાતા છે !

  10. pratik said,

    September 15, 2007 @ 1:18 PM

    મને કોઇ કહેશો કે આનુ છન્દ વિધાન શુ છે ?

    ગઝલ ખૂબ સરસ છે. અશરફ ભાઈ ને ખૂબ ખૂબ શુભકામનાઓ.

  11. atul rao said,

    September 16, 2007 @ 4:25 AM

    doctor sahib

    great

  12. વિવેક said,

    September 18, 2007 @ 8:11 AM

    આ ગઝલનું છંદવિધાન છે:

    ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા

  13. SANKET BAROT said,

    September 18, 2007 @ 11:56 PM

    ઘંટીના પથ્થરની જેવા વિચાર છે, ને –
    મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે.

    SANKET BAROT
    sanhbarot@hotmail.com
    http://jmdcomputer.wetpaint.com
    http://lovenismi.blogspot.com

  14. સંકેત બારોટ said,

    September 19, 2007 @ 12:23 AM

    સંકેત બારોટ
    ઘંટીના પથ્થરની જેવા વિચાર છે, ને –
    મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે.

    આ બે લાઇન માં તો જાને જીવન ની સચાઈ લખી દીધી હોય તેમ લેખકે વણન કરીયું છે.
    ખુબ સરસ લેખક ખુબ ખુબ સરસ…………… વાહ વાહ્………. અભીનંદન

    સંકેત બારોટ
    sanhbarot@hotmail.com
    http://jmdcomputer.wetpaint.com
    http://lovenismi.blogspot.com

  15. Pranav said,

    September 19, 2007 @ 1:14 AM

    વિવેક્ભાઈ,
    ક્યારેક છંદવિધાન આવું પણ ના હોઈ શકે ?

    આહા..આહા..આહા..આહા..આહા..!!!

    જિયો અશરફ્ભાઈ !!!!

  16. વિવેક said,

    September 19, 2007 @ 1:25 AM

    પ્રિય પ્રણવભાઈ,

    ચોક્કસ જ આ રીતે છંદ-વિધાન થઈ શકે. આજે આપણે લ-ગા સ્વરૂપ વાપરીએ છીએ… પહેલાં એના માટે ‘_’, ‘I’ જેવા સ્વરૂપ પ્રચલિત હતા… તમે “આહા” પણ વાપરી શકો… અને હા! આવું એક મજાનું ગીત મુકુલ ચોક્સીએ લખ્યું છે, જે તમે અહીં – http://tahuko.com/?p=791- વાંચી-સાંભળી શકો છો:

    આહા એટલે આહા એટલે આહા…
    हमनें तुमको चाहा…. આહા.

  17. Urmi said,

    September 20, 2007 @ 9:05 AM

    ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ?
    એક વેત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.

    શબ્દોની હૂંડી લઈ ભાષા સામે ઊભો,
    પાછો વળવા જાઉં અને શામળિયા આવે.

    મજાનાં શેર… મસ્ત ગઝલ!!

  18. Girish Parikh said,

    July 19, 2010 @ 2:16 PM

    ‘ધબકારાનો વારસ’ અશરફ્નો ગઝલ – ગીત – અછાંદસ કાવ્યનો સંગ્રહ છે. એના વિશેની લેખમાળા http://www.girishparikh.wordpress.com બ્લોગ પર આજથી પોસ્ટ કરવાના શ્રી ગણેશ કર્યા છે.‘ધબકારાનો વારસ’ના ધબકારા: ૧ (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ વાંચવા વિનંતી.

  19. shah priti mukesh said,

    February 24, 2012 @ 8:12 PM

    aa gajhal aartiben munshi e bahu bhavvahi sware gai chhe male to aasvad karavjo

  20. Chandrakant Gadhvi said,

    May 12, 2015 @ 4:18 PM

    અશરફભાઈ નેી ગઝલ સુન્દર-અને જોરદાર અને વિવેકભાઈ મુકેલેી મુકુલ ચોકસેી રચના
    આહા એત્લે આહા મઝા આવેી ગઈ ધન્યવાદ. આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment