તડકો વરસતો શ્હેર પર આખો દિવસ, પછી
કોરા ન થાય ત્યાં સુધી રસ્તાઓ ઝળહળે.
કુલદીપ કારિયા

સુ.દ. પર્વ :૧૧: તમે-અમે – સુરેશ દલાલ

Suresh Dalal06

રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

તમે રેતી કે હથેલી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલા, ઘાયલ : નહીં નામ કે ઠામ.

તમને તો કોઈ કારણ અમને નહીં બહાનાં નહીં વ્હેમ
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.,

તમને વાદળ, ધુમ્મસ વહાલાં અમને ઊજળી રાત,
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારિજાત.

અહો આંખથી ગંગાયમુના વહે એમ ને એમ,
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

-સુરેશ દલાલ

સરળતાનું સૌંદર્ય એ સુ.દ.ની કવિતાઓનું મુખ્ય ઘરેણું છે. અઘરી કવિતાઓથી ભાવકને ગુંચવી મારી પોતાની પંડિતાઈ સાબિત કરવાને બદલે સુ.દ. હંમેશા સરળ બાનીથી આમ આદમીના દિલ સુધી જવાનો પ્રયત્ન કરતા. એટલે જ એમના ગીતોમાં સહજ માધુર્ય અનુભવાય છે. Genuine poetry can communicate before it is understood. (T. S. Eliot). આ વાતની સાબિતી સુ.દ.ના ગીતોમાં સતત મળતી રહે છે.

6 Comments »

  1. Rina said,

    August 17, 2012 @ 1:47 AM

    Simply Beautiful …….

  2. SURESHKUMAR G VITHALANI said,

    August 17, 2012 @ 4:01 AM

    ONE OF THE NICEST POEM BY LATE SHRI SURESH DALAL. HIS CONTRIBUTION TO THE GUJARATI LITERATURE IS IMMEASURABLE.

  3. Jayant Shah said,

    August 17, 2012 @ 7:28 AM

    સુદર . ગમ્યુ . એમની બીજી પક્તિ યાદ આવી ,

    રે મન ,ચાલ મહોબ્બત કરીએ ,

    નદીનાળામા કોણ મરે ,ચલ ડુબ ઘુઘવતે દરિયે ..

    આ ગમી ?

    જયન્ત શાહ .

  4. Maheshchandra Naik said,

    August 17, 2012 @ 2:14 PM

    શ્રી સુરેશ દલાલને લાખ લાખ સલામ………

  5. Monal said,

    August 19, 2012 @ 1:18 PM

    વાહ! ખુબ સુન્દર !

  6. pragnaju said,

    August 20, 2012 @ 8:00 AM

    અહો આંખથી ગંગાયમુના વહે એમ ને એમ,
    તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.
    સુંદર અભિવ્યક્તી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment