મુક્તિ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.નગીનદાસ પારેખ
વૈરાગ્યસાધને મુક્તિ, સે આમાર નય.
અસંખ્ય બન્ધન-માઝે મહાનન્દમય
લભિબ મુક્તિર સ્વાદ. એઇ વસુધાર
મૃત્તિકાર પાત્રખાનિ ભરિ વારમ્વાર
તોમાર અમૃત ઢાલિ દિબે અવિરત
નાનાવર્ણગંધમય. પ્રદીપેર મતો
સમસ્ત સંસાર મોર લક્ષ વર્તિકાય
જ્વાલાયે તુલિબે આલો તોમારિ શિખાય
તોમાર મન્દિર-માઝે.
ઇન્દ્રિયેર દ્વાર
રુદ્ધ કરિ યોગાસન,સે નહે આમાર.
યે-કિછુ આનન્દ આછે દ્રશ્યે ગન્ધે ગાને
તોમાર આનન્દ રબે તાર માઝખાને.
મોહ મોર મુક્તિ રૂપે ઉઠિબે જ્વલિયા,
પ્રેમ મોર ભક્તિ રૂપે રહિબે ફલિયા.
વૈરાગ્યની સાધના દ્વારા મળતી મુક્તિ મારે માટે નથી.
અસંખ્ય બંધનોમાં જ હું તો મહાનંદમય
મુક્તિનો સ્વાદ પ્રાપ્ત કરીશ.
આ વસુધાના માટીના પાત્રને વારે વારે
નાના વર્ણગંધમય તારું અમૃત
તું અવિરત રેડતો રહેશે.
પ્રદીપની પેઠે મારો સમસ્ત સંસાર
લાખ્ખો વાટોએ
તારી શિખાથી તારા મંદિરમાં
દીવા પેટાવી દેશે.
ઇન્દ્રિયોના દ્વાર રૂંધીને યોગાસન જમાવવું
એ મારું કામ નથી.
દ્રશ્યમાં, ગંધમાં, ગીતમાં
જે કાંઈ આનંદ રહેલો છે,
તેમાં તારો આનંદ વ્યાપી રહેશે.
મારો મોહ મુક્તિરૂપે સળગી ઊઠશે,
મારો પ્રેમ ભક્તિરૂપે ફલિત થશે.
-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.-નગીનદાસ પારેખ.
અત્યંત ક્રાંતિકારી વાત છે – જરાક સૂક્ષ્મતાથી તપાસશો તો રજનીશના ચર્ચાસ્પદ વિધાન ‘સંભોગથી સમાધિ સુધી’ નો ધ્વનિ પ્રતિપાદિત થાય છે ! કોઈ દમનની વાત નથી,કોઈ અકુદરતી ત્યાગના માયાવી મૃગ પાછળની દોટની વાત નથી. વિશ્વમાં જ વિશ્વાત્માના દર્શનની વાત છે….સર્જનમાં જ સર્જકની ઝાંખી કરવાની વાત છે. સર્જન અને સર્જક જુદા નથી,માત્ર આપણી દ્રષ્ટિ સીમિત હોવાથી તે દર્શન આપણને સહજ નથી – આ ધ્વનિ છે……
Rina said,
July 29, 2012 @ 12:56 AM
યે-કિછુ આનન્દ આછે દ્રશ્યે ગન્ધે ગાને
તોમાર આનન્દ રબે તાર માઝખાને.
beautiful….
વિવેક said,
July 29, 2012 @ 2:36 AM
સુંદર રચના…
Dhruti Modi said,
July 29, 2012 @ 9:24 AM
કશા ય દમન વિના સમસ્તિના સર્જકને પામવાની અનોખી વાત અનોખી રીત. વિશ્વ માનવ બની વિશ્વને ચાહવું અને પામવું.
દુનિયા કેટલી સુંદર ઍક બની જાય જો કોઈ ચમત્કારથી બધાંના મન આવા બની જાય તો.? મહાકવિને વંદન. સુંદર અનુવાદ.
pragnaju said,
July 29, 2012 @ 11:25 AM
અદભૂત કાવ્યનો સુંદર અનુવાદ અને મધુરો આસ્વાદ…
સાંપ્રત સમયમા તો સંતો અવાર નવાર પૂછે કે- ‘તેં કોઇને પણ પ્રેમ કર્યો છે?’
તેને રાગ તરફથી ત્યાગ તરફની ગતિ તરફ વાળવાનું સરળ રહે! હ્રદયના રાગ અને વિરાગ બે સ્થાયીભાવ છે. રાગ અને ત્યાગની વચ્ચે ખેંચાતુ હ્રુદય દરેકમા ધબકે છે.પછી વર્ડઝવર્થના સર્વાત્મવાદમા શ્રધ્ધા જાગે
પ્રદીપની પેઠે મારો સમસ્ત સંસાર
લાખ્ખો વાટોએ
તારી શિખાથી તારા મંદિરમાં
દીવા પેટાવી દેશે.
અને માયિક પ્રેમ તરછોડી અનહલકનો તુાં કર દાવો સહજ સમજાય છે
કેટલીક વાર તો ‘ફાની છે આ જગત સઘળુ..
આશા તૃપ્તિ વિભવ સુખની તુચ્છ સૌ છોડી દે ને !
મારા વ્હાલા ! સુર ! હ્રદયથી દાસતુ ઇશનો થા !’
આટલા પ્રેમને લાયક હુ નહીં ઇશ્વર હોવાનુ સૂચન પ્રેમાસ્પદ જ કરે.કેટલીક વાર પાંડુ જેમ રાગમા લપસી પડે ત્યારે કેટલાક કામી પ્રેમીનુ જ્ઞાનીપ્રેમીમા પરિવર્તન થાય છે.
લૌકિકને બદલે અલૌકિક સનમની શોધ આરંભાય છે.આ પ્રભુ સનમની ખોજ જ એમની પાસે લખાવે છે.
‘પેદા થયો છું ઢૂંઢવા તુંને સનમ
ઉ્મર ગુજારી ઢૂઢવા તુને સનમ’
મારો મોહ મુક્તિરૂપે સળગી ઊઠશે,
મારો પ્રેમ ભક્તિરૂપે ફલિત થશે.
ધવલ said,
July 30, 2012 @ 10:18 AM
ખરી વાત છે… આ દુનિયામાં જ એટલો બધો આનંદ વિખરાયેલો પડેલો છે જેને ઠુકરાવવો એ ઈશ્વરના અપમાન સમાન છે… જેને તપમાં રસ છે એ બધાને એમનો રસ્તો મુબારક હો … પણ જાતને અતિક્રમિ જવાની રમતમાં જાતને-ઈન્દ્રિયોને શા માટે પગથિયારૂપે ન વાપરવી ?
Sharad Shah said,
August 1, 2012 @ 3:03 AM
મારા ગુરુ કહેતા,”મેરી મુક્તિ નહીં, મૈં સે મુક્તિ”