સમાધાનોના ગુંદરથી કદી સંધાય ના સંબંધ,
કદી છૂટાં, કદી સંલગ્ન? ના, હાંફી ગયો છું હું.
- વિવેક મનહર ટેલર

આજકાલ – યોગેશ પંડ્યા

શૂન્યતા જ્યાં વિસ્તરે છે આજકાલ,
દર્દ-ગમ ડૂસકાં ભરે છે આજકાલ.

એક તારી યાદનું વળગણ રહ્યું,
જે થકી આ દિલ ઠરે છે આજકાલ ?

વાયરો ફૂંકાય છે Romanceનો,
કોણ કોનાં દિલ હરે છે આજકાલ ?

કો’કની મીઠી નજરનું લક્ષ્ય છો,
કો’ક તારા પર મરે છે આજકાલ !

ભીંતને પણ ન્હોર વાગ્યા ઉમ્રના,
પોપડા કેવા ખરે છે આજકાલ !

શક્ય હો તો સાચવી લે કોઈ સ્મરણ,
કોણ સહારા વિણ તરે છે આજકાલ ?

– યોગેશ પંડ્યા

6 Comments »

  1. rajul b said,

    June 29, 2012 @ 4:25 AM

    શૂન્યતા એટલે કંઈજ અસ્તિત્વ ન હોવુ..ભેંકાર વેરાન..એવી એ શૂન્યતા વિસ્તરે ત્યારે બધુંજ ગળી જાય..

    દર્દ-ગમ ડૂસકાં ભરે છે આજકાલ..
    દર્દ પણ ખુલ્લા મનથી રડી શકતું નથી ..બસ છાનાં ડુસકાં ભરે છે..!!

    સાચવેલા સ્મરણ અને એ સ્મરણનું વળગણ..સુંદર કલ્પન..

    ભીંતને પણ ન્હોર વાગ્યા ઉમ્રના,
    પોપડા કેવા ખરે છે આજકાલ !

    ભીંત જેવી જડ,અચેત વસ્તુ પણ સમય આગળ લાચાર છે..

    આહ્..

  2. રાકેશ ઠક્કર, વાપી said,

    June 29, 2012 @ 4:26 AM

    સરસ રચના !

    વાયરો ફૂંકાય છે Romanceનો,
    કોણ કોનાં દિલ હરે છે આજકાલ ?

  3. rajul b said,

    June 29, 2012 @ 4:30 AM

    ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
    પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.
    -અંકિત ત્રિવેદી

  4. Rina said,

    June 29, 2012 @ 4:39 AM

    શૂન્યતા જ્યાં વિસ્તરે છે આજકાલ,
    દર્દ-ગમ ડૂસકાં ભરે છે આજકાલ.

    ભીંતને પણ ન્હોર વાગ્યા ઉમ્રના,
    પોપડા કેવા ખરે છે આજકાલ !

    Beautiful

  5. pragnaju said,

    June 29, 2012 @ 8:39 AM

    સુંદર ગઝલ
    સરસ રાજુલનો રસાસ્વાદ
    મક્તા
    શક્ય હો તો સાચવી લે કોઈ સ્મરણ,
    કોણ સહારા વિણ તરે છે આજકાલ ?
    યાદ આપે
    જેટલું કોઈ ગરજતું હોય છે, એટલું ક્યાં એ વરસતું હોય છે
    કો’ક દિ આવી ચડે કોઈ સ્મરણ, કેટલી પીડા સરજતું હોય છ
    એક પરપોટો હતો ફૂટી ગયો, કોઈનું ક્યાં કંઈ ઉપજતું હોય છે
    જીવ નાદાની કરી લે છે કદી, મન બધી વાતે સમજતું હોય છે.

  6. Maheshchandra Naik said,

    June 30, 2012 @ 1:31 PM

    સ્મરણની વાત જ અનોખી રીતે કહેવાય અને દર્દ વ્યક્ત કરવાની વ્યથા જે અનુભવે તે જ સમજી શકે……….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment