કાફિયા-સાંકળીની મત્લા ગઝલ- મનહર મોદી
(કાફિયા-સાંકળીની મત્લા ગઝલ- એક પ્રયોગ)
ખૂબ પીડે છે દર્દ ઉપરથી,
કોતરે છે પછી અંદરથી.
બારણું ઊઘડે છે અંદરથી,
કોણ ઊતરી રહ્યું છે ઉપરથી ?
હું ગયો છું અહીંથી ઉપરથી,
ને પણેથી ગયો છું અંદરથી.
જાય છે કોણ કોણ અંદરથી ?
આંખ ઊઘડે તો જોઈ ઉપરથી.
હું થયો ખૂબ લાંબો ઉપરથી,
ને પછી પહોળો થયો અંદરથી.
-મનહર મોદી
ધ્યાનથી જોતાં આ ગઝલમાં ‘અંદર’ અને ‘ઉપર’ એમ બે અલગ-અલગ કાફિયાઓને વારાફરતી ગઝલની શરૂઆતથી અંત સુધી એક-બીજા સાથે સાંકળીને કવિએ જાણે ઉપર-અંદર-અંદર-ઉપર-ઉપર-અંદર એમ કાફિયાઓની એક સાંકળ રચવાનો પ્રયોગ કર્યો છે.
ધવલ said,
August 10, 2007 @ 12:56 PM
બારણું ઊઘડે છે અંદરથી,
કોણ ઊતરી રહ્યું છે ઉપરથી ?
– સરસ !
ગઝલમાં આટલા બધા પ્રયોગો થાય છે એ જ એની લોકપ્રિયતાની સાબિતિ છે.
Viral said,
August 13, 2007 @ 9:21 AM
ખુબ સ્રસ………