પથ્થર – ફૂયુહિકા કિટાગાવા – અનુ. જગદીશ જોષી
પથ્થર ઠંડોગાર છે;
એ ખરબચડો,ખૂણાળો અને કઠોર.
પણ નદીના વ્હેણમાં
એણે ગોળ થયે જ છૂટકો,
વહી જાતાં વર્ષોમાં
બીજાઓ સાથે અથડાતાં-કુટાતાં,
એવું નથી કે પથ્થરને ઉષ્માળો ન જ હોય.
તમે જો એને હૃદયને ગજવે-છાતીસરસો-રાખો તો
તે હૂંફાળો થશે જ, થશે.
માત્ર એટલું જ, કે એની ટાઢીબોળ જડતાને ખંખેરવા મથતાં
તમારે ધરપત રાખવી પડે.
-ફૂયુહિકા કિટાગાવા [ જાપાન ]
munira said,
May 7, 2012 @ 8:42 AM
quite thoughtfull
pragnaju said,
May 7, 2012 @ 8:53 AM
સરસ અછાંદસ અને અનુરુપ તરજુમો
એવું નથી કે પથ્થરને ઉષ્માળો ન જ હોય.
તમે જો એને હૃદયને ગજવે-છાતીસરસો-રાખો તો
તે હૂંફાળો થશે જ, થશે.
વાહ
Pushpakant Talati said,
May 8, 2012 @ 7:42 AM
really NICE & FANTASTIC indeed.
પથ્થર ઠંડોગાર છે; inspite of that નદીના વ્હેણમાં એણે ગોળ થયે જ છૂટકો,
વહી જાતાં વર્ષોમાં બીજાઓ સાથે અથડાતાં-કુટાતાં,
એવું નથી કે પથ્થરને ઉષ્માળો ન જ હોય. — IF YOU WANT TO MAKE IT WARM / હૂંફાળો THEN WHAT IS NEEDED IS THE ‘DHEERAJ’
માત્ર એટલું જ, કે એની ટાઢીબોળ જડતાને ખંખેરવા મથતાં તમારે ધરપત રાખવી પડે.
VERY GOOD
હેમંત પુણેકર said,
May 8, 2012 @ 10:23 AM
ખૂબ સુંદર કાવ્ય!
ઊર્મિ said,
May 8, 2012 @ 9:01 PM
સુંદર મજાનું અછાંદસ
ધવલ said,
May 8, 2012 @ 11:27 PM
તદ્દન ખરી વાત છે !