પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી ?
કિરણ ચૌહાણ

ગઝલ – પારુલ ખખ્ખર

એવો ઘા, ના સાંધો રેણ,
છૂટ્યા રે ગોફણ થી વેણ.

ના તૂટે આ વિષ ના દંત,
છો ને પટકે માથું ફેણ.

કોણે કીધું છે દુષ્કાળ,
બન્ને કાંઠે વરસે નેણ.

જળ થળ કીધા એકાકાર,
કેવા થ્યા ભૂરાયા વ્હેણ.

લેવા આવ્યા’તા કિરતાર,
મૂર્ખે પાછા ઠેલ્યા કહેણ.

-પારુલ ખખ્ખર

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ જેના જીવનને અડતી ન હોય એવા લોકો હવે મળવા અઘરા થઈ પડ્યા છે. ફેસબુક જેવી આ સાઇટ્સના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ… પણ મારે તો ફાયદાની જ વાત કરવી છે.

નાની ઊંમરે કવિતા લખવાનું શરૂ કરનાર પારુલ ખખ્ખરની જિંદગીમાં ફેસબુકે જબરદસ્ત વળાંક આણ્યો. એની અંદર જે કાચો માલ હતો એ ફેસબુક અને ફેસ-ટુ-ફેસ કવિઓની મદદથી સંવર્ધિત થયો અને પરિણામસ્વરૂપ આ અને આના જેવી અનેક ગઝલ…

અઘરો કાફિયો અને ટૂંકી બહેર જેવી સાંકડી ગલીમાં પણ આ ગઝલ અદભુત કામ કરી શકી છે…

17 Comments »

  1. Pravin Shah said,

    April 27, 2012 @ 2:37 AM

    મૂર્ખે પાછા ઠેલ્યા કહેણ…

    ટૂંકી બહેરમાં સુંદર કામ થયું છે.
    અભિનંદન !

  2. Rina said,

    April 27, 2012 @ 3:14 AM

    વાહ….

  3. Chintan said,

    April 27, 2012 @ 3:21 AM

    મસ્ત ગઝલ… કવયિત્રી ને લખાયા બાદ અભિનંદન…

  4. Jahnvi Antani said,

    April 27, 2012 @ 3:22 AM

    એવો ઘા, ના સાંધો રેણ,
    છૂટ્યા રે ગોફણ થી વેણ. મસ્ત્..

  5. jyoti hirani said,

    April 27, 2012 @ 3:31 AM

    ખુબ સુન્દર ગઝલ્ અભિનન્દન

  6. J said,

    April 27, 2012 @ 3:39 AM

    કોણે કીધું છે દુષ્કાળ,
    બન્ને કાંઠે વરસે નેણ.

  7. હેમંત પુણેકર said,

    April 27, 2012 @ 4:28 AM

    સરસ ગઝલ! મજા આવી…

  8. Manish Shah said,

    April 27, 2012 @ 5:57 AM

    good one…

  9. pragnaju said,

    April 27, 2012 @ 6:54 AM

    અઘરો કાફિયો અને ટૂંકી બહેરની ખૂબ સુંદર ગઝલ
    તેમાં આ મત્લા
    એવો ઘા, ના સાંધો રેણ,
    છૂટ્યા રે ગોફણ થી વેણ.
    વાહ
    લેવા આવ્યા’તા કિરતાર,
    મૂર્ખે પાછા ઠેલ્યા કહેણ.

    کوی یفتادا نه کوی اینها های

  10. urvashi parekh said,

    April 27, 2012 @ 7:33 AM

    સરસ રચના.
    લેવા અવ્યાતા કિરતાર,
    મુર્ખે પાછા ઠેલ્યા કહેણ,
    અને એવો ઘા, ના સાન્ધો ના રેણ.
    સરસ.

  11. poonam said,

    April 28, 2012 @ 4:09 AM

    એવો ઘા, ના સાંધો રેણ,
    છૂટ્યા રે ગોફણ થી વેણ.
    -પારુલ ખખ્ખર – વાહ……

  12. Manubhai Raval said,

    April 29, 2012 @ 4:40 AM

    ના તૂટે આ વિષ ના દંત,
    છો ને પટકે માથું ફેણ.

    કોણે કીધું છે દુષ્કાળ,
    બન્ને કાંઠે વરસે નેણ.

    સરસ

  13. GIRISH PALAN said,

    May 13, 2012 @ 7:26 AM

    એવો ઘા, ના સાંધો રેણ,
    છૂટ્યા રે ગોફણ થી વેણ…..વાહ ખુબજ સરસ ….
    ધન્યવાદ …!!!!

  14. Bhushan Thaker rann ma lilochham said,

    May 13, 2012 @ 10:39 AM

    Parulben,
    khub j chotdaar gazal chhe.
    Ane tunka gala ma tuki baharni chotdaar gazal apvi e kharekhar vakhaanvalaayak vaat kahevaay.

    Abhinandan:)

    (gujrati ma type ma koik temporaty problem laage chhe.)

  15. smita parkar said,

    August 12, 2013 @ 6:38 AM

    વહ સરસ પારુલ દિદિ

  16. Parul Khakhar said,

    February 22, 2014 @ 3:33 AM

    ખુબ ખુબ આભાર મિત્રો

  17. Jigna said,

    April 27, 2016 @ 6:22 AM

    Saras
    Abhinandan kavýetri ne

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment