પુષ્ટ બનતું જાય છે એકાંત આ,
મન, સમાલી લે આ વધતા મેદને.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

પ્રત્યુત્તર – રતિલાલ ‘અનિલ’

ભાગ્ય કેવું, એક પથ્થર મંદિરે ઇશ્વર થયો,
ને બીજો રસ્તે પડીને રાહની ઠોકર થયો !

કોઇને પામ્યા વિના ના થઇ શક્યું કોઇ મહાન,
કોઇ સરિતાને પૂછો કે શી રીતે સાગર થયો.

તીવ્રતા નો’તી દિલે આઘાત ને આનંદની,
પ્રકૃતિનો સ્પર્શ સાચો તે સમે મન પર થયો.

આંધળો વિશ્વાસ કે શ્રદ્ધા નથી હું રાખતો,
કંઇક વેળા તો મને સંદેહ મારા પર થયો !

આગ ઈર્ષ્યાની દઝાડી કે ન કરમાવી શકે,
પ્રેમની શીતળ સુધાથી માનવી જે તર થયો.

રૂપનાં નિર્મળ પ્રતિબિંબો પડ્યાં વિના રહે ?
મેં જગત સુંદર કર્યું, હું એટલો સુંદર થયો.

જાઉં શું લેવા અનુભવ જિંદગીનો દર-બ-દર ?
એટલો ઓછો નથી, જે કંઈ મને ઘર પર થયો !

એટલે તો મંદ્ર સૂરે ગીત મેં ગાયાં ‘અનિલ’,
જડસમા આ વિશ્વમાં પડઘો જ પ્રત્યુત્તર થયો.

-રતિલાલ ‘અનિલ’

6 Comments »

  1. Rina said,

    April 1, 2012 @ 1:26 AM

    ભાગ્ય કેવું, એક પથ્થર મંદિર ઇશ્વર થયો,
    ને બીજો રસ્તે પડીને રાહની ઠોકર થયો !

    આંધળો વિશ્વાસ કે શ્રદ્ધા નથી હું રાખતો,
    કંઇક વેળા તો મને સંદેહ મારા પર થયો !

    awesome…

  2. વિવેક said,

    April 1, 2012 @ 1:44 AM

    સુંદર ગઝલ…

  3. pragnaju said,

    April 1, 2012 @ 8:14 AM

    સુંદર ગઝલ

    એટલે તો મંદ્ર સૂરે ગીત મેં ગાયાં ‘અનિલ’,
    જડસમા આ વિશ્વમાં પડઘો જ પ્રત્યુત્તર થયો.
    વાહ્
    આ સકળ વિશ્વમાં પ્રત્યેક વસ્તુ એક બીજા સાથે સંકળાયેલી છે. … વાનપ્રસ્થ કે સંન્યાસીનો આ જ છે સાચો ધર્મ- વસન્તવત્ લોકહિતમ્ચરન્ત: । …. અહંકારની આ લડાઇમાં મારામારી અને ખૂના મરકી પણ પ્રવેશી ગઇ અને જે થવાનું હતું એ જ થયું
    રૂપનાં નિર્મળ પ્રતિબિંબો પડ્યાં વિના રહે ?
    મેં જગત સુંદર કર્યું, હું એટલો સુંદર થયો.
    ખૂબ સરસ
    આપની તો એ હતી નિર્મળ રમત
    ને અહીં તો લાગણી ધરબાઈ ……
    આ પ્રતિબિંબો પણ બધા તારાજ તો દેખાય છે.
    તારો બસેરો છે કણે કણ માં …

  4. devika Dhruva said,

    April 1, 2012 @ 12:18 PM

    એકે એક શેર મસ્ત બન્યાં છે. પણ મત્લાનો શેર તો અતિ સુંદર…
    ભાગ્ય કેવું, એક પથ્થર મંદિરે ઇશ્વર થયો,
    ને બીજો રસ્તે પડીને રાહની ઠોકર થયો !
    ક્યા બાત હૈ!!

  5. Dhruti Modi said,

    April 1, 2012 @ 5:27 PM

    સુંદર ગઝલ.

    રૂપનાં નિર્મળ પ્રતિબિંબો પડયાં વિના રહે?
    મેં જગત સુંદર કર્યું, હું ઍટલો સુંદર થયો.

    બહોત ખૂબ…

    ઍટલે તો મંદ્ર સૂરે ગીત મેં ગાયાં ‘અનિલ’,
    જડસમા આ વિશ્વમાં પડઘો જ પ્રત્યુત્તર થયો.

    ખૂબ જ સરસ.

  6. dr>jagdip said,

    April 2, 2012 @ 5:08 AM

    સહી છે ઠોકરો પગની અમે જમણા ને ડાબામાં
    પડે પગમાં બધાં , જો હોત હું મંદિર કે કાબામાં
    ૨૦૦૭

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment