આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
ડુબાડી દેશે કોઈ દિવસ જળની મિત્રતા.
મનોજ ખંડેરિયા

ખાલી રહ્યું – હરિકૃષ્ણ પાઠક

માર્ગમાં રાખી મને ઊભો જરી,
માર્ગ પૂછી કોણ આ ચાલી ગયું !

પૂરનાં પાણી ગયાં; જોતો રહ્યો:
લેશ મન હળવું નહીં – ખાલી થયું.

ડાળ પર પંખી નહીં બેઠું છતાં
પાંદડું એકેક કાં હાલી ગયું ?

બંધ બારી-બારણાં તાકી રહ્યાં,
આંગણે આવેલ કો ચાલી ગયું.

મૌન એવું મર્મને ડંખી ગયું –
કે ભર્યું એકાંત પણ ખાલી રહ્યું !

-હરિકૃષ્ણ પાઠક

6 Comments »

  1. vineshchandra chhotai said,

    March 4, 2012 @ 7:57 AM

    કાર્વા ગુજ્રત ગય , બહર દેખ તે રહે ……………………યાદ …………..કરો ………….આબ્બ્ભાર

  2. Harikrishna Patel said,

    March 4, 2012 @ 10:22 AM

    Aavu kona boli gayu?
    beejo harikrishna ja sto!

    Namaste Harikrishnajee
    Hu pan tamari nakal chu

  3. Suresh Parmar 'Soor' said,

    March 4, 2012 @ 10:24 AM

    મૌન એવું મર્મને ડંખી ગયું –
    કે ભર્યું એકાંત પણ ખાલી રહ્યું !
    kadach ahin ‘salee’ne badle khalee lakhayun hashe.
    gustakhi maff. akhee gazal saras chhe.

  4. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    March 5, 2012 @ 3:18 PM

    આ કવિતા છે?
    હા, હા,આ કવિતા છે.
    અને તે યે વળી સંપૂર્ણ કવિતા છે.
    તમને આ ન સમજાઈ?
    તો એ દોષ તમારો છે.
    બાકી,આ કવિતા છે.
    ‘ને સંપૂર્ણ કવિતા છે.

  5. વિવેક said,

    March 6, 2012 @ 1:46 AM

    હરિકૃષ્ણ પાઠક ઉમદા ગીતકવિ-ઊર્મિકવિ છે એટલે એમની ગઝલમાં ભાવ અને શેરિયતની કમી ન હોય એ સહજ બાબત છે… પણ ગઝલના બંધારણને સમજવામાં ઘણા બધા પીઢ કવિઓની જેમ એ પણ થાપ ખાઈ ગયા હોય એમ લાગે છે…

    પ્રસ્તુત ગઝલમાં મત્લાનો શેર જ નથી… એ સિવાય કાફિયા અને રદીફની બાબતમાં પણ ગૂંચ ઊભી થઈ છે. બે કાફિયાની ગઝલ ગણી લઈએ તો પાંચ જ શેરની ગઝલ માં ચાલી અને ખાલી બબ્બેવાર તથા ગયું ત્રણ-ત્રણવાર વપરાયા છે…

  6. pragnaju said,

    March 7, 2012 @ 1:55 AM

    ભાવવાહી રચનાને મત્લા નથી ત્યારે તેમની રચનાને અનુરૂપ મરીઝસાહેબનો મત્લા યાદ આવે છે
    હવે શાની તમન્ના છે, હવે શાનો સવાલી છે ?
    સિકંદરના જનાઝામાંથી નીકળ્યા હાથ ખાલી છે.
    આ પંક્તીઓ ખૂબ ગમી
    મૌન એવું મર્મને ડંખી ગયું –
    કે ભર્યું એકાંત પણ ખાલી રહ્યું !
    અને યાદ આવે
    તને ભ્રમણા છે તારી પર નિછાવર પ્રાણ સહુ કરશે,
    મને છે એક અનુભવ જિંદગી સહુને વહાલી છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment