ને સદીનું પ્રાપ્ત થાશે મૂળ એના ગર્ભમાં,
હું કલાકો, વર્ષ છોડી માત્ર ક્ષણ પાસે ગયો.
– આબિદ ભટ્ટ

આપણે યે સરવાનું – મનોજ ખંડેરિયા

કાંચળી ઉતારીને સાપ સરી જાય એમ
આપણે યે સરવાનું ઘાસમાં.

એકાદી ક્ષણ કોઈ સરકે છે ખેસવીને
વરસોના રાફડાની ધૂળ
ઝંખનાની પાંદડીની વચ્ચેથી ઊઘડે છે
વીતકના મોગરાનું ફૂલ
હોવાના રંગ ઝરી જાય બધા નિશ્વાસે
આપણે સુવાસ લીએ શ્વાસમાં.

આપણે ન આંગણાનો તુલસીનો ક્યારો કે
આપણે ન ભીંત ઊભી અંધ
પાંદડાની લીલપને હોઈ શકે એટલો જ
આપણો આ ઘરથી સંબંધ
ખેરવેલાં પીંછાની ઊંડી લઈ વેદના
પંખી તો ઊડતું આકાશમાં.
કાંચળી ઉતારીને સાપ સરી જાય એમ
આપણે યે સરવાનું ઘાસમાં.

– મનોજ ખંડેરિયા

 

રમણીય રૂપકોમાં ખૂબીથી મઢાયેલી વસ્ત્રની જેમ બદલાતા રહેતા શરીરની અને શાશ્વત એવા આત્માની વાત છે.

8 Comments »

  1. Dhruti Modi said,

    February 6, 2012 @ 4:06 PM

    સરસ ગીત અને સુંદર રૂપક.

  2. ધવલ said,

    February 6, 2012 @ 9:09 PM

    એકાદી ક્ષણ કોઈ સરકે છે ખેસવીને
    વરસોના રાફડાની ધૂળ
    ઝંખનાની પાંદડીની વચ્ચેથી ઊઘડે છે
    વીતકના મોગરાનું ફૂલ

    – વાહ !

  3. Nitin Desai said,

    February 7, 2012 @ 2:16 AM

    પાંદડાની લીલપને હોઈ શકે એટલો જ આપણો આ ઘરથી સંબંધ
    ઘણુ જ સુન્દર રુપક. ક્ષણજિવિ શરિરનો આત્મા સાથેના સંબધ માટે સુદર રુપક.

  4. વિવેક said,

    February 7, 2012 @ 8:47 AM

    સાદ્યંત સુંદર ગીત…

    મારા જેવા કવિઓ માટે રોલ-મોડેલ બની શકે એવું !!!

  5. jigar joshi 'prem said,

    February 7, 2012 @ 12:52 PM

    આપણે ન આંગણાનો તુલસીનો ક્યારો કે
    આપણે ન ભીંત ઊભી અંધ
    પાંદડાની લીલપને હોઈ શકે એટલો જ
    આપણો આ ઘરથી સંબંધ
    ખેરવેલાં પીંછાની ઊંડી લઈ વેદના
    પંખી તો ઊડતું આકાશમાં.
    સુઁદર રચના

  6. P Shah said,

    February 9, 2012 @ 1:33 AM

    ખેરવેલાં પીંછાની ઊંડી લઈ વેદના
    પંખી તો ઊડતું આકાશમાં.
    સુંદર !

  7. Lata Hirani said,

    February 10, 2012 @ 2:38 AM

    લીલાછમ્મ ઘાસ જેવુ જ નાજુક્ નમણુ, કુમળુ રમ્ય…

  8. pragnaju said,

    February 14, 2012 @ 12:37 AM

    સુંદ ગીત
    ખેરવેલાં પીંછાની ઊંડી લઈ વેદના
    પંખી તો ઊડતું આકાશમાં.
    કાંચળી ઉતારીને સાપ સરી જાય એમ
    આપણે યે સરવાનું ઘાસમાં.
    વા હ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment