તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે ?
ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે.
ગિરીશ મકવાણા

તે જ હું! – નિર્મિશ ઠાકર

ધોધમાર તેજનો ખુમાર, તે જ હું !
તોય ઘોર રાતનો નિખાર, તે જ હું !

આભ કે ધરાથી સ્હેજ બ્હાર, તે જ હું !
સાત સાત સૂર્યનો પ્રસાર, તે જ હું !

રાત ઝાકળો બની ઠરેલ, ને પણે…
છોળ છોળ છૂટતી સવાર, તે જ હું !

સામ સામે આયનાની હાર, કેન્દ્રમાં –
આદમી છતાંય જે ધરાર, તે જ હું !

સ્થિર આંખ-હાથ, કાળ સ્થિર જે ક્ષણે,
તીર એ અચૂક લક્ષ્ય-પાર, તે જ હું !

– નિર્મિશ ઠાકર 

પોતાના અસ્તિત્વની ખૂમારીપૂર્વક ઉજવણી કરતી ગઝલ.

9 Comments »

  1. rajul b said,

    February 2, 2012 @ 12:08 AM

    આત્મવિશ્વાસ થી છલોછલ ગઝલ..અને કવિ નો આ “તેજ” સુધી પણ પહોચેં છે..

  2. રાકેશ ઠક્કર, વાપી said,

    February 2, 2012 @ 12:31 AM

    nice gazal
    સામ સામે આયનાની હાર, કેન્દ્રમાં –
    આદમી છતાંય જે ધરાર, તે જ હું !

  3. P Shah said,

    February 2, 2012 @ 3:31 AM

    સુંદર !

  4. rajul b said,

    February 2, 2012 @ 3:46 AM

    આત્મવિશ્વાસ થી છલોછલ ગઝલ..અને કવિ નો આ “તેજ” વાચક સુધી પણ પહોચેં છે..

  5. manilal.m.maroo said,

    February 2, 2012 @ 4:05 AM

    રેઅલ્લ્ય ગોૂદ અમન્દ મેઅનિન્ગ્ફુલ મનિલલ્.મ્.મરોૂ મરોૂઅસ્ત્રો

    really good and meaningful gazhal. i like it, manilal,m,.maroo marooastro@gmail.com

  6. pragnaju said,

    February 2, 2012 @ 6:42 AM

    ખૂબ મસ્ત ગઝલ
    યાદ આવે નરસિંહ મહેતા
    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
    જૂજવે રૂપે અનંત ભાસે
    દેહમાં દેવ તું તેજમાં તત્વ તું,
    શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે..
    પવન તું, પાણી તું, ભૂધરા!
    વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
    વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
    શિવ થકી જીવ થયો એજ આશે..
    વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,
    કનક-કુંડળ વિશે ભેદ ન્હોયે,
    ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં
    અંતે તો હેમનું હેમ હોયે..
    ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી
    જેહને જે ગમે તેને પૂજે
    મન-વચન-કર્મથી આપ માની લહે,
    સત્ય છે એજ મન એમ સૂઝે..
    વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
    જોઉં પટંતરો એજ પાસે,
    ભણે નરસૈયો એ મન તણી શોધના,
    પ્રીત કરૂં, પેમથી પ્રગટ થાશે..
    અ ને
    દૂર દૂરથી ગેબી અવાજ કાને
    “એ પગલાં છે મારાં ડરે તું શાને ?…

    નીડર બનીને ડગલાં તું ભરજે,
    શંકા નહિ પણ શ્રધ્ધા તું રાખજે.

    એ હું જ છું ને તુજ સાથ છું હું,
    એ હું જ છું ને તુજ સાથ છું હું.

    તને ઝિલીને આગળ વધુ છું.. !!
    ઉંચકીને હળવેથી પગલાં ભરું છું……”
    અ ને
    પ્રેમ થકી મારો તુજ મહીં મુજનોજ આવિષ્કાર છે,
    તુજ મહી મને મળીને, મુજને અનોખો આહ્લાદ છે.

    તુજ મહી હું ને મુજ મહી તું નોજ આવિર્ભાવ છે,
    ઝાઝો દઈને હું ઝાઝેરો પામું પ્રેમ અમર્યાદ છે!

  7. PUSHPAKANT TALATI said,

    February 2, 2012 @ 8:10 AM

    વાહ PRAGNAJU ;
    mane to mazaa aavi gai
    Aabhaar
    વળી – ” તે જ હું ” પણ સરસ લાગ્યું
    નિમિશભાઈ ને પણ અભિનંદન
    અન્ય રિપિટેશનની આશા છે. જલદી કરજો.

  8. ધવલ said,

    February 2, 2012 @ 8:13 AM

    સલામ પ્રજ્ઞાજુ !

  9. Darshana Bhatt said,

    February 2, 2012 @ 11:17 AM

    Awesome….AHAM BRAHMASMI.a beautiful kavy about Adwait in new way.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment