ત્રણ ત્રિપદી – અંકિત ત્રિવેદી
એકલી અને વૃદ્ધ એ શબરી હતી,
રામ પણ ફંફોસવા, જોવા ગયા,
બસ, પ્રતીક્ષા એની ઘરવખરી હતી.
*
હા,, ઘણા ભાગોમાં વહેંચાયો હતો,
જ્યાં અરીસામાં મને જોવા ગયો,
ત્યાં ફક્ત ભૂતકાળ દેખાયો હતો.
*
સામે જ હોય તોય પણ ખોવાઈ જાય તો ?
આંખોને બંધ એટલે કરવી નથી હવે,
સપનું અનાયાસે ફરી જોવાઈ જાય તો ?
– અંકિત ત્રિવેદી
pragnaju said,
January 26, 2012 @ 4:36 AM
શબરી ઘેર રામ પધાર્યા, શું કરું મે’માની
સાત ભુવનના નાથ પધાર્ય, ઝૂંપડી મારી નાની… શબરી
એક ખૂણે ધૂળનો ઢગલો, બીજે ખૂણે વાની*
પાનના તો પડિયા વાળિયા,પ્રેમના ભરિયા પાણી… શબરી
નાહી ધોઇ બાજોઠ બેસાડ્યા, તિલક કીધાં તાણી
ચરણ ધોઇ શરણ લીધા, શરણમાં લપસાણી….શબરી
સ રસ
યા દ
ત્યાં તો ઓલા બોર સાંભરિયા, કરંડિયો લીધો તાણી
જુગના જીવન જમવા બેઠા, મનમાં હરખાણી… શબરી
મીઠા મેવા ને ભાવનાં ભોજન, પ્રેમની પાનદાની… શબરી
તુલસીદાસની વિનતિ, રાય ઉર લેજો તાણી
દાસ ઉપર દયા ન કરી, ચરણ લીધા તાણી…શબરી
manilal.m.maroo said,
January 26, 2012 @ 4:59 AM
ANKITBHAI TRIVEDI NI GUJRATI GEET, GAZHAL AND KAYYA UPER HATROTI BAHU UNCHA KAX NI CHE. AND I LIKE IT SO MUCH. MANILAL.M.MAROO MAROOASTRO@GMAIL.COM
પ્રતિક મોર said,
January 26, 2012 @ 8:20 AM
સપનાંનું તો ભલુ પુછવું.
અપણા સપનાં પણ આપણા માલિક બની ને રહે છે.
યાદ કરાય નહિ, ને ભુલ્યા ભુલાય નહિ.
ડેનિશ said,
January 26, 2012 @ 9:02 AM
એકલી (અ) ને વૃદ્ધ એ શબરી હતી,
રામ પણ ફંફોસવા, જોવા ગયા,
બસ, પ્રતીક્ષા એની ઘરવખરી હતી.
-સુન્દર !
વિવેક said,
January 27, 2012 @ 12:13 AM
સુંદર ત્રિપદીઓ …
jigar joshi 'prem said,
January 27, 2012 @ 10:37 AM
સરસ
Harikrishna Patel said,
January 28, 2012 @ 7:13 AM
Excellent Ankitbhai – keep it up