ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

એક હસે, એક રડે – હરીન્દ્ર દવે

એક હસે, એક રડે
આંખ બે આપસમાં ચડભડે.

એક નિહાળે ગગન, બીજીને
જચે ફક્ત આ ધરતી,
એક ઉગાડે ફૂલ, અન્યને
ગમે પાંદડી ખરતી;
મળે એક, એક બિછડે
આંખ બે આપસમાં ચડભડે.

એક ક્ષિતિજને પાર જવાના
શમણે ઘેલીઘેલી
બીજીને એ રંજ, ન સમજે
કોઈના મનને પ્હેલી,
જુદાં સપના ઘડે
આંખ બે આપસમાં ચડભડે.

 

આપણાં મનના બે મુખ્ય functional centres હોય છે – emotion અને intellect . આ બંને centres ને જે પ્રકારનું conditioning થયું હોય છે તેના આધારે જે-તે વ્યક્તિ બે અંતિમો વચ્ચે ફંગોળાતો રહે છે-positive અને negative. સામાન્ય રીતે બાળક positivity ના predominance સાથે જન્મતું હોય છે. ત્યારબાદનું તેનું conditioning કેવું થાય છે તે ઉપર ભવિષ્યનો આધાર હોય છે. જે આ conditioning ને અતિક્રમી શકે તે યોગી.

5 Comments »

  1. Rina said,

    January 22, 2012 @ 12:37 AM

    એક ક્ષિતિજને પાર જવાના
    શમણે ઘેલીઘેલી
    બીજીને એ રંજ, ન સમજે
    કોઈના મનને પ્હેલી,
    જુદાં સપના ઘડે
    આંખ બે આપસમાં ચડભડે.
    Wah….

  2. pragnaju said,

    January 22, 2012 @ 4:09 AM

    એક નિહાળે ગગન, બીજીને
    જચે ફક્ત આ ધરતી,
    એક ઉગાડે ફૂલ, અન્યને
    ગમે પાંદડી ખરતી;
    મળે એક, એક બિછડે
    આંખ બે આપસમાં ચડભડે.
    બુધ્ધી અને લાગણીની અદ ભૂત વાત
    જ્યારે આ સિધ્ધાંતને આપણે આપણા આધ્યાત્મિક જીવનના પ્રયાસોને લાગુ કરવા જઈઍ ત્યારે તેનો અર્થ જુદો થાય છે. આનું કારણ ઍ છે કે આપણી ભીતરનું સત્વ, આપણો આત્મીય સ્વભાવ પહેલેથી જ સંપૂર્ણ હોય છે. આપણો આશય કે પોતાનો પ્રયાસ તો તે અંદરની સંપૂર્ણતાને આપણી બુધ્ધી, લાગણી કે પ્રકૃતિરૂપે ઘડાયેલા સ્વભાવમાં બહાર લાવવાનો હોય છે. તેથી આપણે ઉપરોક્ત ઉક્તીમાં સુધારો કરી કહી શકીઍ કે નિયમિત અભ્યાસ સંપૂર્ણતાને પ્રકાશમાં આણે છે.

    રામકૃષ્ણ મિશનના સ્વામી રન્ગ્નાથાનન્દે (૧૯૦૮-૨૦૦૫) આ વિચારને ૧૯૯૯માં ” આરોગ્ય સેવામાં નૈતિકતા” વિષયના તેમના અમે પ્રસિધ્ધ કરેલા લેખમાં સુંદર રીતે વ્યક્ત કર્યો હતો. ઍમણે જણાવ્યું કે હિન્દુ વિચારધારા અનુસાર માણસનો વિશિષ્ટ ઍવો મૂળ સ્વભાવ તો તેનો સ્વયં આત્માનો હોય છે જે અવિનાશી, સ્વયંપ્રકાશિત અને તમામ શક્તિ, આનંદ અને વૈભાવનું સ્તોત્ર હોય છે. જે કાંઈ આત્માની દિવ્યતા પ્રકાશમાં આણે તે નૈતિક અને લાભદાયક છે અને જે કાંઈ આવી દિવ્યતાને છતી થવાનો અવરોધ કરે છે તે અનૈતિક અને નુકસાનકારક છે.

  3. manilal.m.maroo said,

    January 23, 2012 @ 2:13 AM

    harindrabhai dave is great in gujratigeet and gazhal. we have proud of them. manilal.m.maroo

  4. વિવેક said,

    January 23, 2012 @ 7:01 AM

    મજેદાર ગીત… સમજૂતી પણ હૃદયસ્પર્શી…

  5. mahendra said,

    January 24, 2012 @ 1:22 AM

    બહુ સરસ…………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment