સોહાગ રાત અને પછી – ઉશનસ્
તમે તે પ્રત્યૂષે પરવરી ગયા નાથ! અહીંથી
પથારી છાંડીને પથિક, અરધા સ્વપ્ન સરખા,
અને હું તો સ્વપ્ને સ્થગિત, અધધેને હું પછીયે
તમોને ક્યાં સુધી રહી સઘન સેવંતી પડખે…
તમે તે રાત્રે જે રીતથી રતિથી ગૂઢ ગહને
પ્રવેશ્યા પાતાળો મહીં સકલ અસ્તિત્વ મુજના:
ગર્યું જાણે સ્વાતિસુખદ અમીનું બુંદ છીપમાં,
હજી આનંદે તે વીજપુલકની ના કળ વળે,
હવે વ્હાલા, હું તો નવરી જ નથી ને ક્ષણ પણ:
ન દ્હાડે કે રાતે, દિનભર ગૂંથું ઊનઝભલું
અખંડે અંઢેલી ઘરની ભીંત અર્ધેરી ઊંઘમાં,
ગૂંથું છું રાતોમાં પુલકનું ઝીણું કોઈ સપનું.
અને સાથે વ્હાલા ! ભીતર ગૂંથું છું બાળક તમ
તમારી રેખાઓ લઈ લઈ, કંઈક ભેળવી મમ.
– ઉશનસ્
સુહાગરાતની આફ્ટર-ઇકેક્ટ્સનું આવું કાવ્ય તો કદાચ વિશ્વ સાહિત્યમાં શોધવું પણ દુર્લભ થઈ પડે.
સવારે પતિ પથારી છોડીને નીકળી જાય છે એ પછી પણ નવોઢા તો સુખના એ સ્વપ્નમાં જ સ્થગિત રહે છે અને ક્યાંય સુધી પતિને પડખામાં સેવતી રહે છે. રાત્રે જે રીતે પતિ રતિક્રીડા થકી પત્નીના અસ્તિત્વમાં ઓગળી ગયા એ સ્વાતિ નક્ષત્રના વરસાદનું બુંદ છીપમાં પડવા જેવું સુખદ હતું જેની કળ આટલી જલ્દી તો કેમ વળે ?! અને હવે તો પત્ની પાસે લગરિક પણ ફુરસદ નથી. આખો દિવસ એ આવનાર સંતાન માટે ઊનનું ઝભલું અને રાત્રે સ્વપ્નો ગૂંથતી રહે છે. પણ ઊન અને સ્વપ્ન સિવાય એ થોડી પતિની અને થોડી પોતાની રેખાઓ ભેગી કરીને ગર્ભમાં આવનાર બાળકને પણ ગૂંથી રહી છે…
અહો ! અહો !!
મીના છેડા said,
January 28, 2012 @ 12:37 AM
ઉત્તમ
તીર્થેશ said,
January 28, 2012 @ 12:39 AM
ગર્યું જાણે સ્વાતિસુખદ અમીનું બુંદ છીપમાં,
હજી આનંદે તે વીજપુલકની ના કળ વળે,
વાહ !
PUSHPAKANT TALATI said,
January 28, 2012 @ 4:44 AM
વાહ ! !! ખુબ જ સરસ અને ઉત્તમ કહી શકાય તેવી અદભુત રચના .
પત્નિનાં દિલ ને દિમાગ પર પડતી પતિનાં વ્હાલ, પ્રેમ અને રતિક્રિડા ની યાને તન-મન નાં એક થવાની અસર.
અને સાથે વ્હાલા ! ભીતર ગૂંથું છું બાળક તમ
તમારી રેખાઓ લઈ લઈ, કંઈક ભેળવી મમ.
મજા આવી ગઈ. – વન્સ મોર કહેવાનું મન થાય તેવી રચના.
darshan said,
January 28, 2012 @ 6:47 AM
અદ્દભુત્
darshan said,
January 28, 2012 @ 6:48 AM
અદભૂત .
Vihang Vyas said,
January 28, 2012 @ 8:28 AM
Adbhut !
Utsav said,
January 28, 2012 @ 9:28 AM
Bahu j saras 6 amane bane ne bahu j game 6 nice…
pragnaju said,
January 28, 2012 @ 9:51 AM
સુંદર
vijay shah said,
January 28, 2012 @ 11:49 AM
અને સાથે વ્હાલા ! ભીતર ગૂંથું છું બાળક તમ
તમારી રેખાઓ લઈ લઈ, કંઈક ભેળવી મમ
સરસ સોનેટ્!
bharat vinzuda said,
January 28, 2012 @ 1:14 PM
કવિશ્રી ઉશનસ્ પાસેથી આવી ઘણી દુર્લભ રચનાઓ મળી છે. તે સંશોધનનો વિષય છે.
એક, લગ્ન પછી પ્રથમ વખત પ્રસવ માટે પિયર જતી સ્ત્રીનું સોનેટ ઘણાં સમય પહેલા સામયિકમાં વાંચેલું. તે તેમના છેલ્લા કાવ્યસંગ્રહમાં હશે. શોધવું પડે !
સલામ ઉશનસસાહેબને….
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,
January 28, 2012 @ 2:07 PM
ભેટવા બન્ને હાથ મારા આતુર, તમોને.
હવે શોધું અરે ઉશનસજી ક્યાં તમોને?
sudhir patel said,
January 28, 2012 @ 9:48 PM
અદભૂત સોનેટ!
સુધીર પટેલ.
rajgururk said,
January 29, 2012 @ 4:48 AM
અતિ સુન્દર રચના
સુનીલ શાહ said,
January 29, 2012 @ 10:45 AM
અને સાથે વ્હાલા ! ભીતર ગૂંથું છું બાળક તમ
તમારી રેખાઓ લઈ લઈ, કંઈક ભેળવી મમ.
વાહ….!
હર્ષેન્દુ ધોળકિયા said,
February 1, 2012 @ 5:07 AM
કોઇ ચિત્રકારની જેમ શબ્દોની પીંછી ને ભાવનાના રંગોમાં ડુબાડી રસ-તરબોળ રચના કરી છે. ખરેખર વન્સ મોર કહેવાનું મન થાય તેવી રચના અક્ષર પોતે જ અક્ષર – અમર છે અને તેને આ રીતે ગોઠવી અને રચનાને સદાય કાળ જીવંત બનાવી દીધી છે. યાવતચન્દ્રદિવાકરૌ
હર્ષેન્દુ ધોળકિયા