એને પણ પૂરો હક છે આગળ વધવાનો,
સ્હેજ જગા એની છોડીને આગળ જઈએ
– સુનીલ શાહ

શબ્દોના ડાઘુઓએ – રમેશ પારેખ

શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો છે ભારને,
દફનાવશે ક્યાં જઈને મરેલા વિચારને ?

દર્પણમાં ક્યાંક ગુમ થઈ છે રમેશતા,
શોધ્યા કરું છું શ્વાનની પેઠે ફરારને.

વેચાય છે બજારમાં ગજરાઓ ફૂલના,
દિવસો ય વાજબી છે, ખરીદો બહારને.

ઘટનાને હોત ભૂલી શકાવાનાં બારણાં,
તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને ?

જેને જવું’તું શબ્દની સીમા અતિક્રમી,
રોશન કરે છે આજ એ પસ્તીબજારને.

ગઈકાલે સનસનાટીભર્યું શું બની ગયું ?
ભીની હજુ છે, ખોદી જુઓને, મજારને….

27 Comments »

  1. વિવેક said,

    January 9, 2012 @ 1:18 AM

    સુંદર ગઝલ… બંધ દ્વારવાળો શેર ઉત્તમ…
    પસ્તીબજાર પણ ગમી જાય એવું…

  2. દીપક પરમાર said,

    January 9, 2012 @ 5:21 AM

    ઘટનાને હોત ભૂલી શકાવાનાં બારણાં,
    તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને ?

    આદ્ભુત કલ્પના… આ શેર ૧૦ વાર વાચ્યો… વાહ…

  3. praheladprajapatidbhai said,

    January 9, 2012 @ 7:57 AM

    શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો છે ભારને,
    દફનાવશે ક્યાં જઈને મરેલા વિચારને ?
    સરસ , સુન્દર્ એક્ષેલેન્ત્

  4. pragnaju said,

    January 9, 2012 @ 8:23 AM

    શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો છે ભારને,
    દફનાવશે ક્યાં જઈને મરેલા વિચારને ?
    ખૂબ સરસ ગઝલના આ શેર ખૂબ ગમ્યો
    રમેશ પારેખના શબ્દોમાં સારપ તો બસ એક ગુણ છે, જેને કોઇ પણ વ્યક્તિ કેળવી શકે છે. …. અનુયાયીઓ ઘણુંખરું દંભના માર્ગે ચાલનારા ડાઘુઓની માફક કાયમ સ્મશાનભસ્મની રખેવાળી કરતા આવ્યા છે. …

  5. bharat trivedi said,

    January 9, 2012 @ 9:11 AM

    રમેશભાઈની સર્જકતા વિષે શું કહેવા જેવું હોય ! પણ સોનાની કટારી કેડે બંધાય પેટમાં તો ના જ ખોસાય ને? એક ઉત્તમ સર્જકની સાવ ફાલતુ લાગી મને આ રચના ! બોલ્યું ચાલ્યું માફ.

    ભરત ત્રિવેદી

  6. હર્ષેન્‍દુ ધોળક‍િયા said,

    January 10, 2012 @ 9:57 AM

    ઘટનાને હોત ભૂલી શકાવાનાં બારણાં,
    તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને ?

    સાંપ્રત રચના, ઉત્તમ શેર

    હર્ષેન્‍દુ ધોળક‍િયા

  7. urvashi parekh said,

    January 10, 2012 @ 8:14 PM

    સરસ રચના,
    શબ્દોના ડાઘુઓ એ
    અને ઘટનાને હોત ભુલી શક્વાના બારણા,
    સરસ શબ્દો અને કલ્પના.

  8. himanshu patel said,

    January 12, 2012 @ 10:54 AM

    એક ઉત્તમ સર્જકની સાવ ફાલતુ ……એને સ્થાને ‘સાવ નબળી’કે ‘ઉણી ઉતરતી’ જેવા શબ્દ પ્રયોગ કરી શકાયા હોત.એક વિવેચકની ભાષા આવી હોય તો પ્ર્ત્યાઘાતમાં શું મળે?
    આ બોર્ડના વ્યવસ્થાપકોનું ધ્યાન દોરવા માટે જ આટલું લખવું પડ્યું છે.

  9. bharat trivedi said,

    January 12, 2012 @ 1:12 PM

    ભગવદગોમંડલ ‘ફાલતુ’ શબ્દના આ અર્થ કે પર્યાય જણાવે છે : ઉપયોગ ન હોય એવું; ફાજલ; નકામું; નિરુપયોગી; બિનજરૂરનું, નવરાશનું , ફુરસદનું, પરચુરણ, બહારનું ; ઉપરૂપરનું ; મુખ્ય કે અગત્યનું નહીં એવું, વધારાનું , અધિક.

    આપની વાત સાચી છે કે બીજો કોઈ શબ્દ પ્રયોગ કરી શકાયો હોત પણ આ ગઝલ માટેના મારા અભિપ્રાયમાં કશો ફરક પડ્યો ના હોત . રમેશભાઈએ ગુજરાતી સાહિત્યને મબલખ આપ્યું છે અને ઉત્તમ આપ્યું છે પણ આ રચના તેમની પ્રતિભાને ન્યાય આપે તેવી કેમ નથી તે વીગતવાર સમજાવી પણ શકાય પરંતુ કેટલાકને તો નામનો જ મહિમા હોય તેમ બનતું હોય છે. તો, કેટલાકને કવિતાની સમજ સાવ ઓછી હોય પણ ‘લઢ કે લઢનાર લાવ’ જેવું હોય છે. તેમનો મુખ્ય આશય પણ હાથવગી રચના નહીં પણ કોઈના તાપે પોતાની રોટલી શેકી લેવાનો હોય છે.

    અહીં પણ ધવલભાઈને ખુશ કરવાનો અને વિવેકભાઈને સલામ મારી લેવાના આશયથી વિશેષ શું બન્યું છે ? તેમણે આ ગઝલ કેમ ગમી ગઈ તે વિષે માંડીને વાત કરવાની તેવડ તેમનામાં છે ખરી ? હોય તો બતાવે.

    અગાઉ પણ તેમની સાવ વાહિયાત અને અત્યંત અશિષ્ટ ભાષાના નમૂના આપવા અઘરા છે ? આ બોર્ડના વ્યવસ્થાપકોએ તેમની કોમેન્ટસ ડિલીટ પણ કરવી પડી છે અને આ અવળચંડાઈ સાહિત્ય પ્રેમીને અહીં ભાગ લેતા અટકાવવા કે નહીં તે માટે અભિપ્રાય માગવા મજબૂર પણ કર્યા હતા. એ વાતને પણ ઝાઝો સમય નથી થયો.

    આપની વાત સાથે હું સમ્મત છું કે ફાલતુને સ્થાને કોઈ ઓછો તીખો શબ્દ વપરાયો હોત તો સારું રહેત પરંતુ આપની કોમેંટ કોઈને નિસરણી ના મળી જાય તે આશયથી જ આટલું લખવું પડ્યું છે.

  10. અનામી said,

    January 13, 2012 @ 9:53 AM

    કોઈ ગમે તે કહે….મને આ ગઝલ ગઝલિયતથી ભરપૂર લાગી…

    ને ભરતભાઈને…ખરેખર ગઝલને ફાલતુ તો ના જ કહી શકાય…કોઈ શબ્દકોષનો સહારો લઈને પણ નહી..પણ હા…એક વિવેચકની આંખે, તમને જે ગમ્યુ એ કહેવાની છૂટ છે..

    ને ચિનુ મોદી શસકત ગઝલકાર છે…

    બાકી….બોલ્યુચાલ્યુ માફ..

  11. તીર્થેશ said,

    January 13, 2012 @ 11:42 PM

    ભરતભાઈ,
    આ ગઝલ મેં પોસ્ટ કરી છે. હું પ્રમાણિકપણે માનું છું કે આ બ્લોગ ઉપર રજૂ થતી કૃતિઓના ગુણ-દોષની મુક્ત ચર્ચા થાય. એથી આપના પ્રતિભાવથી મને જરાપણ આઘાત નથી લાગ્યો પણ કુતૂહલ જરૂર થયું છે. આ સમગ્ર ચર્ચા થયા બાદ મેં આ ગઝલ ફરીફરીને ચકાસી છે – એ વાત ચોક્કસ કે રમેશ પારેખની આથી વધુ મનભાવન રચનાઓ જરૂર છે, પણ આ ગઝલ મને નબળી તો નથી જ લાગતી.

    હું સામાન્ય રીતે ટિપ્પણ લખવાનું ટાળું છું અથવા તો ખૂબ ટૂંકાણમાં કોઈ કલિષ્ટ અભિવ્યક્તિ વિષે મને જે સમજાય છે તે લખું છું. આમ કરવાનો હેતુ એ છે કે કોઇપણ કૃતિનું અર્થઘટન ભાવકના મનોજગતના વ્યાપ પર નિર્ભીત છે. તેથી હું ભાવક સ્વતંત્ર રીતે અર્થઘટન કરે તેમ ઈચ્છું છું. આ કારણથી મેં આ કૃતિ નીચે કશું જ લખ્યું નથી. મારી આપને વિનંતી કે આપ આ ગઝલના ગુણ-દોષની વિગતે ચર્ચા કરો તો મારી સમજણમાં વધારો થઈ શકે.

    અંગત આક્ષેપબાજીઓ અને કડવા-આક્રમક શબ્દોના પ્રયોગથી કોઈને કશો લાભ થવાનો નથી. ગુણ-દોષની ચર્ચાથી આપણે એક-મેકને વધુ સારી રીતે સમજી શકીશું તેમજ સાહિત્યનો આનંદ ઉઠાવી શકીશું.

  12. Chintan said,

    January 14, 2012 @ 12:36 AM

    હ્મ્મ્

    મને મઝા આવે છે,
    આઈનસ્ટાઈન પણ યાદ આવે છે,

    ભઈ જેને જે કહેવું હોય એ કહે, વાણી સ્વાતંત્ર્ય છે,
    જો પોતે સહમત નથી થતા તો ભઈ તમારો અભિપ્રાય છે,
    અને દલીલ કરવી હોય તો સબળ પુરાવા આપો,,

    પોલું છે તે બોલ્યું એમાં કરી તેં શી કારીગરી,
    સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે,

    પણ અહીં એક મુદ્દો એ છે ખરો કે, કોઈ પણ કવિની પ્રતિભા થી આકર્ષાઈને એમનાં
    નબળા સાહિત્ય ને પણ માથે ચડાવામાં આવે, તો એ જે તે મૂર્ખની મૂર્ખતા જ છે,

    દાખલા તરીકે,

    ઈશ્વર
    પથ્થર

    બિંદુ
    સાગર

    પ્રશ્નો
    ઉત્તર

    માનવ
    પામર

    આદિલ
    શાયર

    -આદિલ મન્સૂરી

    મને ખાતરી છે કે આ ઉપર જે પણ લખ્યું છે એ આદિલ સાહેબે કોઈ મહાન રચના કરી છે એમ નહીં લખ્યું હોય, ભઈ માણસ કાફિયાની પ્રેક્ટીસ તો કરે જ ને, આટલો મોટો શાયર હોય તો,,,

    રહી આ ર.પા. ની રચના ની વાત,
    તો અપલોઅડર ભાઈ એ પણ કબૂલ્યું છે કે ર.પા. ની આથી વધુ મનભાવન રચનાઓ છે જ.

  13. bharat trivedi said,

    January 14, 2012 @ 7:13 AM

    તીર્થેશભાઈ, તમે મને ઘર્મ સંકટમાં મૂકી. આ ગઝલ વિશેનો મારો પ્રતિભાવ મેં સુપેરે વ્યક્ત કરી જ દીધો છે અને આક્રોશપૂર્વક અને મોઘમ રીતે પણ આપણે ટકોર કરી છે કે રમેશભાઈની ઘણી બધી ઉત્તમ રચનાઓને જતી કરી આ ગઝલ પર પસંદગીનો કળશ શા માટે? ઘણાને સર્જકના નામનો જ મહિમા મોટો હોય છે એ વાત તો સાહિત્ય પદારથ વિષે અનભિગ્ન લોકોની વાત થઈ. તમારી ટીમ પાસે તો અપેક્ષા વધારે જ હોય ને ? આ ગઝલ લઈને વિષેશ ચર્ચામાં મને ઝાઝૉ અર્થ જણાતો નથી કેમકે તેમ કરવા જાઉં તો આપણા એક ઉત્તમ સર્જકને અન્યાય થતો હોય તેમ લાગે અને મને પણ એક વિવેચકની મર્યાદાનું ઉલંઘન કરવાનો અફસોસ રહી જાય. કૃતિ પર કોમેંન્ટ તો આવે પણ તે કૉમેન્ટ પર પણ કોમેંટ આવે અને તે પણ બદઈરાદા સાથેની તેને નીભાવી જે કારણો હોય પણ અંતે તો બોર્ડને નુકશાન જ કરે તે તમને કહેવાની જરૂર ખરી?

  14. bharat trivedi said,

    January 14, 2012 @ 7:19 AM

    આગળની મારી કોમેન્ટમાં “તમે મને ઘર્મ સંકટમાં મૂક્યો” તેમ હોવું જોઇયે પણ મુદ્રારાક્ષસને કારણે ભુલ રહી ગઈ છે.

  15. nirlep - qatar said,

    January 14, 2012 @ 11:15 AM

    ઘટનાને હોત ભૂલી શકાવાનાં બારણાં,
    તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને ?

    જેને જવું’તું શબ્દની સીમા અતિક્રમી,
    રોશન કરે છે આજ એ પસ્તીબજારને…..બહુ જ ગમેલા શેર..વાહ..!

  16. himanshu patel said,

    January 15, 2012 @ 11:08 AM

    ભરતભાઈ,પ્રિતમભાઈ,તિર્થેશભાઈ,ચિંતનભાઈ..
    તે પંખીની ઉપાર પથરો ફેંકતા ફેંકી દિધો,લાગ્યો’ તમને ‘ ફાળ હૈયા મહી પડી…
    માફ કરજો મિત્રો આ હદની ચર્ચા ઉશ્કેરવાનો આશય ન હતો
    આપણને ખોટો સમય બગાડવો ન પરવડે…..

  17. Chintan said,

    January 15, 2012 @ 12:51 PM

    પ્રિય હિમાંશુભાઈ,,

    સમય બગાડવો, ના બગાડવો આપણાં જ હાથમાં છે,
    સમયનો સદઉપયોગ કરવો છે, તો મુદ્દાની વાત કરો ને,,,
    તને જે માનો છો એ કેમ માનો છો એ ઉદાહરણ સહિત વાત કરો,,

    આ તો જેની જેવી તસ્દી, અને તાકાત,,,,

    આપણે ત્યાં તકલીફ આ જ છે,, કોઈ ને સમયની કિંમત નથી,,
    ફળદ્રૂપ ચર્ચા કર્યા સિવાય, આરોપબાજીમાં વધારે રસ છે,,,

  18. Chintan said,

    January 15, 2012 @ 3:19 PM

    see that’s what i am talking about,,

    “people” here are expert in chickening out …

  19. himanshu patel said,

    January 17, 2012 @ 1:14 PM

    “એક ઉત્તમ સર્જકની સાવ ફાલતુ લાગી મને આ રચના …”ભરતભાઈનો મત.

    ફળદ્રૂપ ચર્ચા કર્યા સિવાય, આરોપબાજીમાં વધારે રસ છે,,,..ઉપર લખાયેલું વાક્ય ફળદ્રુપ ચર્ચા હતી???
    અને મેં તો આ ગઝલ વિશે એક વાક્ય પણ નથી લખ્યું( એ જ મારો અભિપ્રાય નથી એના વિશે!?) હું તો બહાર ઉભો રહી માત્ર તમાસો જોતો હતો અને હજું પણ એ જ કરું છું આ અદ્ભૂત ગુજરાતી વિવેચનાત્મક સોસયાલાઈઝ્ડ તરાહ વિશે.

  20. bharat trivedi said,

    January 18, 2012 @ 3:47 PM

    મેં મારો પ્રતિભાવ આપ્યો તે કેવળ હાથવાગી રચના પૂરતો જ હતો . ભારતીના શેરની જેમ જ ભરતીની ગઝલો પણ બનતી હોય છે. રમેશભાઈ જેવા સર્જક કે જેમણે વિપુલ પ્રમાણમાં સર્જન કર્યું હોય તેમની બાબતમાં તો ખાસ. વળી, પ્રત્યેક રચનાને તેની પોતાની ગુણવતા કે પછી અન્ય રચનાઓની તુલનામાં જ પરખવાની હોય ને? મને જેવું દેખાયું તેવું મેં કહ્યું. કોઈ કહે છે કે આ રચના મને સરસ કે અફલાતૂન લાગી તો શું તેને એમ પૂછવા જવું કે ભાઇલા, તને એમ કેમ લાગ્યું? તો પછી મારી ટીકાને જ કેમ આટલું બધું મહત્વ આપવું પડ્યું? કોઈ એકાદ વ્યક્તિને મારા લખાણો પ્રત્યે ભારોભાર નફરત હોઇ શકે પણ તે ભાન ભૂલીને બકવાસ પર આવી જાય તો પણ તેને કશી રોક ટોક કરવામાં ના આવે ત્યારે શું સમજવું ? આ કોઈ વિવેચન માટેનું પ્લેટફોર્મ મને ક્યારેય નથી લાગ્યું અને પ્રત્યેક રચના વિષે માંડીને વાત થઈ શકે તેટલો સમય (અને હવે તો શ્રધ્ધા) પણ ક્યાંથી મેળવવી ? અને હા, કોઈને અહીં આ “અદ્ભૂત ગુજરાતી વિવેચનાત્મક સોસયાલાઈઝ્ડ તરાહ” લાગી હોય તો તે તેમનું ઔદાર્ય છે પણ એવું કશું પણ શ્રેય લેવાની અમારી રુચિ નથી. આ રચના અને તેના વિષેની કોઈ ચર્ચામાં ઉતારવામાં મને હવે રસ પણ નથી.

  21. વિવેક said,

    January 19, 2012 @ 12:45 AM

    આ ચર્ચા અહીં બંધ કરીને કવિતાના ગૌરવનું હનન કરવાનું દુષ્કૃત્ય બંધ કરીએ તો સારું…

    ફલાણી વસ્તુ સારી છે કે ફાલતુ છે એમ કહેવું કે ફલાણો સર્જક સારો છે કે બકવાસ એમ કહેવું જેટલું સહેલું છે એટલું જ દુષ્કર છે પોતાના અભિપ્રાયને ટેકો આપી શકે એવા નક્કર કારણો આપવું. દુર્ભાગ્યે લાંબી-લાંબી ટિપ્પણીઓ પાછળ સમય બગાડનાર એકપણ મિત્રોએ ગઝલના નરસા કે સારા પાસાની વિશદ ચર્ચા કરી નથી… બધાએ વાદળમાં જ બચકાં ભર્યાં છે. અખાનો છ્પ્પો યાદ આવે છે:

    સસાશિંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું,
    વંધ્યાસુત બે વહાણે ચઢ્યા, ખપુષ્પ વસાણા ભર્યા,
    એવી શેખચલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.

    લયસ્તરોના વાચકમિત્રો આપના અભિપ્રાય ઉપરથી આપની મથરાવટી અને પ્રતિભા- બંનેનો ક્યાસ કાઢી શકે એટલા હોંશિયાર છે જ.

  22. sanju vala said,

    January 19, 2012 @ 10:14 AM

    ચર્ચા થવી જોઈએ. પણ વિવેકથી . કોઈને દુઃખ થાય એવું અહીં ના થાય તો સારું . બાકી કવિતા સૌને જુદી જુદી સમજાય એ ઉત્તમ . મત આપીએ પણ મતાંતર વિના. હવે આ ચર્ચા અહીં બંધ કરવામાં સૌનું હીત મને લાગે છે. મિત્રો છીએ અને રહીએ .

  23. Vihang Vyas said,

    January 21, 2012 @ 1:07 AM

    Jene ame amara purvasuri manie chhie e enaj samkalin mate ayogya bhasha no upyog kare e dukh ni vat chhe. Hu preetambhai ne aagrah purvak vinanti karu chhu ke bharatbhai sathe na sambandh ni tiraad puri ne sukhad sambandh ni sharuaat kare…..banne vadilo ne shubhechchhao.

  24. rajul b said,

    February 6, 2012 @ 2:44 AM

    સર્જકની દરેક કૃતિ માં કવિતા તો હોય,પણ કદાચ આપણી રસરુચિ કે એ સમય ના મૂડ પ્રમાણે ક્યારેક કોઇ કૃતિ ખુબ જ ગમી જાય કે કોઇ થોડીક ઓછી ગમે કે કોઇક હ્રદય સુધી ન એ પહોચે ..

    ગુર્જરી ના પ્રિય કવિ શ્રી સુરેશ દલાલસાહેબે પોતાના એક પુસ્તક ની પ્રસ્તાવના માં આ વિષય સંદર્ભમાં કવિ શ્રી રમેશ પારેખજી ની જ એક ગઝલ ના શેર નો ઉપયોગ કરીને કહ્યુ છે..

    આજ વરસાદ નથી એમ ના કહેવાય સુરેશ
    એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

  25. dilipraj said,

    February 8, 2012 @ 4:02 PM

    ભાઈ શ્રી,
    પ્રીતમ ભાઈની

  26. dilipraj said,

    February 8, 2012 @ 4:07 PM

    ભાઈ શ્રી,
    પ્રીતમ ભાઈની ” Comment” ને “delete” કરીને તમે લોકસાહિનુ ગળુ દબાવી દીધુ.

  27. પૂજ્ય બાપુ said,

    November 27, 2022 @ 1:40 PM

    મને ગઝલ કરતા પણ મિત્રોની ચર્ચા વાંચવાની વધારે મજા આવી… જીવે શબદ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment