ગઝલ – મિલિન્દ ગઢવી
દિવસોનો કચરો બાળીને રાતે અજવાળાં રાખ્યાં છે,
તારો ખાલીપો સાચવવા સુઘરીના માળા રાખ્યા છે.
થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે,
તેથી તો રેલના પાટા સમ સગપણમાં ગાળા રાખ્યા છે.
તું પણ બીજાની જેમ અરે! આંખોની પાર ન જોઇ શકી ?
આ ગરમાળાની પાછળ જે ઘેઘૂર ઉનાળા રાખ્યા છે !
તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા,
ઘરડાં દ્વારોને યાદ નથી કે કોણે તાળાં રાખ્યાં છે.
ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને,
રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે.
– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’
ગ.મિ.ની ગમી જાય એવી ગઝલ… આજની પેઢીમાં પોતીકો અવાજ લઈને ઝડપભેર નવી ભાત અંકિત કરતા આ કવિના ગરમાળાની પાછળના આ ઉનાળા વાંચતાવેંત ગમી જાય એવા છે…
Rina said,
January 7, 2012 @ 1:07 AM
થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે,
તેથી તો રેલના પાટા સમ સગપણમાં ગાળા રાખ્યા છે.
તું પણ બીજાની જેમ અરે! આંખોની પાર ન જોઇ શકી ?
આ ગરમાળાની પાછળ જે ઘેઘૂર ઉનાળા રાખ્યા છે !
વાહ્….
vijay shah said,
January 7, 2012 @ 8:16 AM
સાવ નવા પ્રતિકો અને એકદમ નવી વાત…
મિલિંદભાઈ ખુબ સરસ્!
pragnaju said,
January 7, 2012 @ 8:19 AM
સરસ ગઝલનો મઝાનો મત્લા શેર
દિવસોનો કચરો બાળીને રાતે અજવાળાં રાખ્યાં છે,
તારો ખાલીપો સાચવવા સુઘરીના માળા રાખ્યા છે.
સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ……
vijay joshi said,
January 7, 2012 @ 8:30 AM
દિવસોનો કચરો બાળીને સવારે સળગાવી એની ધૂણી કરતા મજુરો નજર સાપે આવી ગયા.
ખુબ સુંદર
ડેનિશ said,
January 7, 2012 @ 9:12 AM
તું પણ બીજાની જેમ અરે! આંખોની પાર ન જોઇ શકી ?
આ ગરમાળાની પાછળ જે ઘેઘૂર ઉનાળા રાખ્યા છે !
ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને,
રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે.
છંદ ખૂબ રમણીય રીતે પ્રયોજાયો છે.
સુન્દર ગઝલ !!!
Sudhir Patel said,
January 7, 2012 @ 2:26 PM
ગ.મિ. ની સુંદર ગઝલ ગમી!
સુધીર પટેલ.
Dhruti Modi said,
January 7, 2012 @ 3:32 PM
અર્થપૂર્ણ સુંદર ગઝલ.
urvashi parekh said,
January 7, 2012 @ 5:42 PM
સરસ ગઝલ, અર્થસભર..
તુ પણ આંખોની પાર જોઇ ન શકી,
અને રેલ્વેપાટા સમ સગપણ રાખ્યા છે.
સરસ.
praheladprajapatidbhai said,
January 7, 2012 @ 8:52 PM
તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા,
ઘરડાં દ્વારોને યાદ નથી કે કોણે તાળાં રાખ્યાં છે.
ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને,
રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે.
સરસ્
mita parekh said,
January 8, 2012 @ 1:49 AM
બહુ જ સરસ.
mita parekh said,
January 8, 2012 @ 1:54 AM
બહુ જ સરસ ગીત
Divyaraj said,
January 8, 2012 @ 7:19 AM
ઓહો! પણ આ તો અદભુત રચના છે હો કવિરાજ…
ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને,
રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે.
આમા તો આધ્યાત્મિક્તાનું ઉચ્ચત્તમ દર્શન આપેલું છે.
જેમક પેલા પાકીસ્તાનના સૂફિ સંત કહે છે ને…
છુપતે નહિ હો સામને આતે નહિ હો તુમ, જલવા દિખાતે નહિ હો તુમ, જો અસ્લ બાત હૈ વો બતાતે નહિ હો તુમ
હાલા કિ મેરે દિલ મે સમાયે હો ઇસ તરહ યું તો દો જહાં મે સમાતે નહિ હો તુમ
આપ હિ અપના પર્દા હો, તુમ એક ગોરખધંધા હો !!
કિંજલ્ક વૈદ્ય said,
January 8, 2012 @ 8:13 AM
ઉંચક્યો તારા સ્મરણ નો ગોવર્ધન,
થઇ ગયો હળવોફૂલ હું તદૄન,
જર્જરીત છે છતાંય, છે મજબૂત,
આપણી વચ્ચે શ્રધ્ધા નું બંધન,
આજ ઉજ્જ્ડ ભલે નજર આવે,
બનશે સંબંધ કાલે નંદનવન,
શક્ય છે કે મિલન હો ક્ષણભર નું,
એટલે બિડતો હું નથી લોચન,
માત્ર મારૂં જ સુખ નથી પુરતું,
જો ભળે તારૂં, ન્યારું તો જીવન,
…………. કિંજલ્ક વૈદ્ય
અશોક જાની 'આનંદ' said,
January 9, 2012 @ 1:02 AM
સુંદર ગઝલ, એક વાર વડોદરાની બુધસભામાં મીલીન્દના મોંઢે સાંભળેલી
અહી ફરી માણવાની મઝા આવી ગઈ..
તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા,
ઘરડાં દ્વારોને યાદ નથી કે કોણે તાળાં રાખ્યાં છે.
વાહ..!!
P Shah said,
January 9, 2012 @ 1:41 AM
સુંદર રચના !
Bijal Trivedi said,
January 9, 2012 @ 1:53 AM
દિવસોનો કચરો બાળીને રાતે અજવાળાં રાખ્યાં છે,
તારો ખાલીપો સાચવવા સુઘરીના માળા રાખ્યા છે.
થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે,
તેથી તો રેલના પાટા સમ સગપણમાં ગાળા રાખ્યા છે.
સુન્દર રચના મિલિન્દ આભાર આટલી સુન્દર રચના માટે
dr.dinoo otha said,
January 9, 2012 @ 11:41 AM
મિલિન્દ્ ભાઇ પ્રેમનિ કવિતા લખ !
અશોક ચાવડા બેદિલ said,
March 13, 2012 @ 5:48 AM
તું પણ બીજાની જેમ અરે! આંખોની પાર ન જોઇ શકી ?
આ ગરમાળાની પાછળ જે ઘેઘૂર ઉનાળા રાખ્યા છે !
———————————-
વાહ, દોસ્ત જે રીતે તે અરે પાસેથી કામ લીધું છું કદાચ કોઈએ નથી લીધું.
તારો આ મિજાજ જ તારી ગઝલનું રાઝ છે.
બીજું તો શું કહેવું આ જ મિજાજ અને અવાજ કાયમી રહો એવી શુભેચ્છા સાથે બસ જલસો પડી ગયો.
ajit parmar said,
September 3, 2012 @ 4:20 PM
આ ગરમાળાની પાછળ જે ઘેઘુર ઉનાળા રાખ્યા છે … વાહ મીલીન્દભાઈ ..
Milan Sonagra said,
October 27, 2020 @ 3:14 PM
હું કવિનો શબ્દ તો ના થઈ શક્યો
હા, મગર બારાખડીમાં હું હતો !
ઝૂલણાની રાહમાં ઊંંઘી જતો
રાતની એ ખટઘડીમાં હું હતો !
હું જ સાવરણી લઈ વાળું મને
જીર્ણ પેલી સૂપડીમાં હું હતો !
ઘર ! તને તો યાદ છે ને એ બધું ?
કોઈ નહોતું એ ઘડીમાં હું હતો !
મેજ, ખુરશી, લેમ્પ, ચશ્માં, ડાયરી
છે અહીં એવું ઘણું છે, હું નથી !
આ દિવાલો ક્યારની પી ગઈ મને
ખંડ છે, ખાલીપણું છે, હું નથી !
હું સમયના ઉંબરાની સ્તબ્ધતા
બોલકું આ બારણું છે, હું નથી !
– મિલિન્દ ગઢવી
આ કવિતાનો અર્થ જાણવાની બહુ કોશિષ કરી, સરખું સમજાતું નથી. કોઈ સમજવી શકશે તો બહુ સારું થશે…