જઈને વતનમાં એટલું જોયું અમે 'મરીઝ',
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.
મરીઝ

પરમ સખા મૃત્યુ :૦૩: શ્રીમદ્ ભગવદ્ગીતા

મૃત્યુ વિશે ભગવદ્ગીતા જે કહે છે એમાં એક પણ શબ્દ ઉમેર્યા વિના એને એમ જ આત્મસાત્ કરીએ:

 

य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् ।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥१९॥

જે આ (આત્મા)ને મારનાર જાણે છે અને જે આને મરાયેલો માને છે, તેઓ બંને નથી સમજતા; કેમકે આ (આત્મા) નથી મારતો કે નથી મરાતો.

न जायते भ्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूय: ।
अजो नित्यः शाश्वतोड्य पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥ २०॥

આ (આત્મા) કદી જન્મતો કે મરતો નથી અથવા પૂર્વે ન હતો કે ફરી નહીં હોય, એમ પણ નથી. આ અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે તેથી શરીર મરાયા છતાં મરાતો નથી.

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृहणाति नरोड्पराणि ।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ॥ २२॥

જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂનાં શરીરો ત્યજી બીજાં નવાં શરીરો પામે છે.

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावक: ।
न क्गैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत: ॥२३॥

આ (આત્મા)ને શસ્ત્રો છેદતાં નથી, આને અગ્નિ બાળતો નથી, આને પાણી ભીંજવતું નથી અને પવન સૂકવતો નથી.

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येडर्थे न त्वं शोचितुर्महसि ॥२७॥

કેમકે જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે; માટે ટાળવાને શક્ય એવા આ વિષયમાં તું શોક કરવાને યોગ્ય નથી.

– શ્રીમદ્ ભગવદ્ગીતા (અધ્યાય બીજો, સાંખ્ય યોગ)

4 Comments »

  1. pragnaju said,

    December 6, 2011 @ 7:54 AM

    આ જ્ઞાન આત્મસાત કરવા સતત યાદ રાખવું
    यावत्स्वस्थो ह्ययं देहो यावन्मृत्युश्च दूरत:।
    तावदात्महितं कुर्यात् प्राणान्ते किं करष्यिति।।

  2. P Shah said,

    December 7, 2011 @ 12:14 AM

    એક અછાંદસ-
    હે પ્રભુ ! તું મને સુખ આપે
    તે પહેલા મોત આપજે
    કારણ કે
    સુખમાં હું છકી કઈશ અને
    તને ભૂલી જઈશ.
    હે પ્રભુ ! તું મને દુઃખ આપે
    તે પહેલા મોત આપજે
    કારણ કે
    દુઃખમાં હું તને- સર્વોત્તમ ગુણીને-
    દોષ દઈ બેસીશ.
    હે પ્રભુ ! તું મને જિન્દગી આપે
    તે પહેલા મોત આપજે
    કારણ કે
    તારાથી અલગ થવું મને નહીં ગમે !
    -પ્રવિણ શાહ

  3. Sandhya Bhatt said,

    December 7, 2011 @ 11:24 AM

    તમે સરસ વિષય પસંદ કર્યો….

  4. Chandrakant Lodhavia said,

    December 7, 2011 @ 7:55 PM

    પરમ સખા મૃત્યુ :૦૩: શ્રીમદ્ ભગવદ્ગીતાDecember 6, 2011 at 6:00 am by વિવેક · Filed under ભગવદ ગીતા, મૃત્યુ વિશેષ.
    ભગવદ ગીતા ના પ્રથમ અધ્યાયમાં અર્જુન પોતાના મૃત્યુના ડર કરતાં કુટુંબીજનો ના મૃત્યોના વિચારથી દુઃખી થઈ રહ્યો છે, આ માત્ર વિચાર જ ન હતો પણ યુધ્ધ પછીની અમંગળ ચિંતાઓ તેને સતાવી રહી હતી. આવા સમયે શ્રી કૃષ્ણ આવો વિશાદ ન કરવા જણાવી જગત આખાને નાશવંત જગત ની ફીલોસોફી સમજાવે છે.
    આપે આ રીતે મૃત્યુ ને જ પરમ સખા માનવા નો સંદેશ આપી સુંદર અને આવશ્ય વિચાર સૌ ના માટે મુક્યો છે.

    ચન્દ્રકાન્ત લોઢવિયા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment