બિલિપત્ર:પાંદડી- ૧ : તરાપો ખરાબે ચડે – રમેશ પારેખ
તરાપો ખરાબે ચડે એ ય સાચું,
છતાં યે ન દરિયો જડે એ ય સાચું.
જો મળીએ તો મળવું બની જાય બોજો,
અને સૌને મળવું પડે એ ય સાચું.
નથી કાચ હોતા કદી લાગણીશીલ,
છતાં પણ અરીસા રડે એ ય સાચું.
કદી આવે ઠોકર મદદગાર થઇને,
નડે તો ચરણ પણ નડે એ ય સાચું.
છું પથ્થર વિશે કોતરાયેલું પંખી ને,
પાંખો સતત ફડફડે એ ય સાચું.
– રમેશ પારેખ
શું સાચું તે વિશે હવે કોઇ સંશય છે?!
Neela Kadakia said,
May 18, 2007 @ 12:55 AM
આ બિલિપત્ર સમી ત્રણ ગઝલોમાં કોને મુખ્ય પાન બનાવવુ અને કોને આજુબાજુ મૂકવા એ જ સમજણ નથી પડતી. ત્રણે સુંદર છે.
અનામી said,
December 8, 2008 @ 6:29 AM
નથી કાચ હોતા કદી લાગણીશીલ,
છતાં પણ અરીસા રડે એ ય સાચું.
સરસ.