ખાલી ઠીબ – વારિજ લુહાર
મારું નસીબ છે હજી મારા નસીબમાં,
તેથી જ રોજ હોય છે તુયં પણ નજીકમાં.
ત્યારે કદાચ આવશે પંખી નવાં-નવાં,
જળનું હશે ન એક પણ ટીપુંય ઠીબમાં.
મારો અવાજ શોધશે મારા અવાજને,
દરિયોય હાથ લાગશે ક્યારેક છીપમાં.
પળનો હિસાબ છેવટે પળમાં જ માગશે,
કંઈ પણ પછી ન ચાલશે દાવા-દલીલમાં.
ઊડી ગયેલ પાંખનો ઉકેલ શોધતાં,
મળશે ખરેલ એક-બી પીંછાં જ ઠીબમાં.
– વારિજ લુહાર
છીપમાં દરિયો મળી આવે એવી ઊંડી ગઝલ…
(ઠીબ = મોટું પહોળું અને ઊંડું ઠીકરું)
Pancham Shukla said,
November 4, 2011 @ 5:17 AM
ઉમદા ગઝલ.
ઊડી ગયેલ પાંખનો ઉકેલ શોધતાં,
મળશે ખરેલ એક-બે પીંછાં જ ઠીબમાં.
વાહ.
pragnaju said,
November 4, 2011 @ 8:08 AM
ખૂબ સુંદર ગઝલ
મારો અવાજ શોધશે મારા અવાજને,
દરિયોય હાથ લાગશે ક્યારેક છીપમાં.
“એક ઝરણું જોઈને માની લેવું કે
ક્યાંક મહાસાગર હશે જ
-એનું નામ શ્રદ્ધા…
ઊડી ગયેલ પાંખનો ઉકેલ શોધતાં,
મળશે ખરેલ એક-બે પીંછાં જ ઠીબમાં.
સ રસ
યાદઆવે
ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી એકસામટું પાંખ વીંઝતું હવા જેવડું થાય
ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ
…
marmi kavi said,
November 4, 2011 @ 9:29 AM
મારું નસીબ છે હજી મારા નસીબમાં,
તેથી જ રોજ હોય છે તુ પણ નજીકમાં…………………વાહ………..
ધવલ શાહ said,
November 4, 2011 @ 2:51 PM
સલામ !
Dhruti Modi said,
November 4, 2011 @ 4:34 PM
દરેક શેર ઉમદા છે. સુંદર ગઝલ.
binaya barai said,
November 4, 2011 @ 10:25 PM
રીનાબેન ગ્જ્લ ખુબ્જ ગમી
Rina said,
November 5, 2011 @ 12:34 AM
મારો અવાજ શોધશે મારા અવાજને,
દરિયોય હાથ લાગશે ક્યારેક છીપમાં.
ઊડી ગયેલ પાંખનો ઉકેલ શોધતાં,
મળશે ખરેલ એક-બી પીંછાં જ ઠીબમાં…..વાહ……
P Shah said,
November 6, 2011 @ 6:23 AM
સુંદર રચના !
praheladprajapatidbhai said,
November 8, 2011 @ 7:04 AM
સરસ ગઝલ