ગઝલ – એસ.એસ. રાહી
ઝૂલું છું જેમાં હું એ તારી ખાટ છે, માલિક
સમસ્ત વિશ્વ બનારસનો ઘાટ છે, માલિક
શિખર ઉપરના કળશ જેમ ઝગમગાવી દે
કે મારા મન પે જમાનાનો કાટ છે માલિક
નથી એ ખાલી થતી ભર ઉનાળે રાત તલક
કે પાણિયારે મથુરાની માટ છે, માલિક
હું તારો બંદો છું, એમાં જ ઓતપ્રોત રહું
આ તારું દ્વાર ઈબાદતની હાટ છે, માલિક
હું એમા લેટું તો ઉતરે છે થાક ‘રાહી’નો
હા, મારી પાસે સુમિરનની પાટ છે, માલિક
– એસ.એસ. રાહી
સૂફી વાણી-વિચારની સુવાસ વાળી ગઝલ. શબ્દોની મીઠાશ જ મન મોહી લેવા માટે પૂરતી છે.
મીના છેડા said,
September 14, 2011 @ 3:43 AM
ખરેખર મીઠાશ મન મોહી લે છે….
pragnaju said,
September 14, 2011 @ 8:30 AM
સ રસ ગઝલ
હું તારો બંદો છું, એમાં જ ઓતપ્રોત રહું
આ તારું દ્વાર ઈબાદતની હાટ છે, માલિક
ખૂબ સુંદર ભાવ
દિગંબરભાઇ સ્વાદિયા said,
September 14, 2011 @ 10:19 AM
આ ઇબાદતની હાટે હટાણું કરવા જેવું ખરું.
અર્થપૂર્ણ અને ભાવવાહી ગઝલ છે.
P Shah said,
September 14, 2011 @ 11:51 AM
ખૂબ સુંદર રચના !
આનંદ થયો !
divya parekh said,
September 14, 2011 @ 12:33 PM
સુન્દ રચના
સુફી વિચારો હ્ર્દય સુધી પહોંચે છે.
kishoremodi said,
September 14, 2011 @ 2:29 PM
સૂફી શૈલીમાં અનોખી સુંદર ગઝલ
kishoremodi said,
September 14, 2011 @ 4:35 PM
સરળ બાનીમાં કહેવાયેલી સુંદર ગઝલ.
sudhir patel said,
September 16, 2011 @ 11:24 PM
વાહ! મસ્ત ગઝલ છે, માલિક !!
સુધીર પટેલ.
Jitu Trivedi said,
October 4, 2011 @ 12:52 PM
Rahee pote jeva saral-majana avij amni gazal. Kafiah nibhavvani kalana Rahi ahi maalik jeva janay chhe. (Emnu tarannum pan manva jevu hoy chhe. Gazalsatra navsaari mane bhulay?)