ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ
મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં
– રમેશ પારેખ

ચમન તુજને સુમન – કૈલાસ પંડિત

ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.

અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.

ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.

મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.

કૈલાસ પંડિત

 

ગમગીનીની ગઝલો જેમને વધારે સદતી હતી તેવા આ ઋજુ હૃદયના કવિનું જીવન પણ ગમથી ભરેલું હતું. તેમની આ રચના શ્રી. મનહર ઉધાસના કંઠે સાંભળતાં આપણે પણ એ માહોલમાં ખેંચાઇ જઇએ છીએ.

3 Comments »

  1. Darshit said,

    April 12, 2007 @ 8:47 AM

    જો હુ ભુલ ન કરતો હોઉ તો કદાચ આ મનહર ઉધાસ ના કંઠે ગવાયેલી પહેલી ગુજરાતી ગઝલ છે.

    તમે ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છો.
    આ ગઝલ લયસ્તરો પર મુકવા બદલ આભાર,
    દર્શિત

  2. Harshad said,

    March 3, 2011 @ 3:41 AM

    Khub j sarar

  3. Harshad said,

    March 3, 2011 @ 3:43 AM

    Kailash saheb ni vat kaik or 6 dosto

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment